પૂર્વ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજનું નિધન થતા દેશના લોકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. હાર્ટ એટેકને લઈને તેમણે ૬ ઓગસ્ટ, ૨૦૧૯ની રાત્રે દિલ્હી સ્થિત એઇમ્સમાં દેહ છોડ્યો હતો. સુષ્મા સ્વરાજને તેમની લોકોને અસાધારણ ઝડપે જવાબ આપવાની કાર્યશૈલીને લઈને યાદ કરવામાં આવશે.
તમે મંગળ પર કેમ ન ફસાયા હો! —
તેઓએ ૧૬મી લોકસભાના સમયગાળામાં ૫ વર્ષ સુધી વિદેશમંત્રીનો પદભાર સંભાળ્યો એ સમયે તેમણે વિદેશમાં રહેતા ઘણા ભારતીયોની તત્કાળ મદદ કરી હતી. પોતાના ટ્વીટર હેન્ડલ પર તેઓ સક્રીય રહીને વિદેશમાં રહેતા ભારતીયોની પરેશાનીઓ સાંભળતા અને ત્વરીત કાર્યવાહીના ઓર્ડર પણ આપી દેતા.
એક વખત તેમણે ટ્વીટ કર્યું હતું, કે તમે મંગળ પર ભલે અટવાયા હો; ભારતીય દૂતાવાસ ત્યાં પણ તમને મદદ કરવા તૈયાર છે! સુષ્માજીની આવી ટ્વીટથી લોકોમાં તેમણે ભારે વિશ્વાસ જન્માવેલો.
સુપ્રીમ કોર્ટના વકીલ તરીકે કારકિર્દીનો આરંભ —
૧૪ ફેબ્રુઆરી, ૧૯૫૩માં સુષ્માજીનો જન્મ અંબાલા, હરિયાણા ખાતે થયેલો. પિતાજી સ્વયંસેવક સંઘમાં હતા અને જ્યોર્જ ફર્નાન્ડિસની સાથે તેમની ઘણી નજદીકી હતી. અંબાલામાં જ સુષ્માજીએ કોલેજ સુધીનો અભ્યાસ કરેલો. સનાતન ધર્મ કોલેજમાંથી તેઓ સંસ્કૃત અને રાજનીતિશાસ્ત્રમાં સ્નાતક થયેલ. બાદમાં પંજાબ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કરીને સુપ્રીમમાં વકીલ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરેલી.
૧૯૭૩માં તેમની રાજકીય સફરનો આરંભ થયો. એ સફર ધારાસભામાંથી સેન્ટ્રલ એસેબ્લીઓમાં આવી, મુખ્યમંત્રીની ખુરશી સુધી પણ આવી અને છેવટે કેન્દ્રીય કેબિનેટમાં વિદેશમંત્રીનો ઉચ્ચ દરજ્જાનો હોદ્દો મેળવવા માટે પણ નિમિત્ત બની. અમેરિકાના એક પ્રતિષ્ઠિત જર્નલમાં સુષ્મા સ્વરાજને ‘મોસ્ટ લવ્ડ પોલિટિશન’ કહેવામાં આવેલાં.
Even if you are stuck on the Mars, Indian Embassy there will help you. https://t.co/Smg1oXKZXD
— Sushma Swaraj (@SushmaSwaraj) June 8, 2017
ત્રણ વર્ષ પહેલાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું —
સુષ્મા સ્વરાજે વિદેશમંત્રી હતા તે ગાળામાં કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું. બાદમાં ૨૦૧૯માં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો એ પછી તેમણે તબિયતને કારણે કોઈ હોદ્દો સ્વીકારવાની ના પાડી. ધૂળીયું વાતાવરણ તેમના ઓપરેશન માટે હાનિકારક સાબિત થાય તેમ હતું.
ઉલ્લેખનીય છે કે, સુષ્મા સ્વરાજ તેમના પતિ કૌશલ સ્વરાજને સંતાનમાં એક પુત્રી માત્ર છે.
Author: Kaushal Barad GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks