જાણવા જેવું જ્યોતિષ શાસ્ત્ર

તમે ભલે અંધવિશ્વાસમાં માનતા ન હોવ, પણ એમની પાછળ છે ગળે ઉતરી જાય એવું લૉજિક- જાણો આર્ટીકલમાં

આજ 21મી સદી ચાલી રહી છે. આજે નવી નવી ટેકનોલોજી અને શિક્ષણનો જમાનો છે. છતાં આજે પણ આપડા લોકો અંધશ્રદ્ધા અને અપશુકનમાં વિશ્વાસ રાખે છે અને આજે આ અંધવિશ્વાસ એક પરંપરાની જેમ ચાલે છે. જેમ કે દૂધ ઉભરાઈ જાય તો અપશુકન, દીવો ઓલવાઈ જાય તો અપશુકન, વગેરે જેવી ઘટનાઓમાં વિશ્વાસ રાખે છે.

સાથે જ જો બિલાડી રસ્તો કાપે તો તો અપશુકનનો પાર જ ન રહે. અંધવિશ્વાસમાં માત્ર ગામના કે અભણ લોકો જ વિશ્વાસ રાખે છે એવું નથી. ભારતના ભણેલા-ગણેલા લોકો પણ અંધવિશ્વાસુ હોઇ શકે છે. વર્ષોથી ચાલી આવતી આ વાતોની પાછળ સચ્ચાઈ રહેલી છે. આપણા પૂર્વજો દ્વારા બનાવવામાં આવેલા આ રિવાજો પાછળ વિજ્ઞાન કામ કરે છે. દરેક અંધવિશ્વાસ પાછળ છુપાયેલું હોય છે એક વૈજ્ઞાનિક કારણ. આવો જાણીએ –

અંધવિશ્વાસ: ખરાબ શક્તિઓ દૂર કરવા માટે લીંબુ – મરચા લટકાવવા જોઈએ

Image Source

આ છે સંભવિત કારણ

આના બે કારણો છે. લીંબુ-મરચામાં વિટામિન સી સહિત કેટલાય પોષક તત્વો હોય છે. પહેલું કારણ એ છે કે લટકાવવા માટે લીંબુ- મરચા જે દોરામાં પરોવાય છે તે આમાં અમ્લ અને અન્ય પોષક તત્વો શોષી લે છે અને ધીમેધીમે હવામાં રિલીઝ કરે છે. જેનાથી કીટાણુઓ નષ્ટ થાય છે. જો કે હવે આને કીટાણુથી વધીને ખરાબ તાકતને દૂર કરનાર પણ માનવામાં આવે છે. બીજું કારણ એ છે કે લીંબુ- મરચાનું મહત્વ સમજાવવા માટે એને લટકાવીને રાખવામાં આવે છે. જેથી આપણે આહારમાં એમનો ઉપયોગ કરવાનું ભૂલી ના જઈએ.

અંધવિશ્વાસ: બિલાડી રસ્તો કાપે તો આગળ ના વધવું જોઈએ 

Image Source

આ છે સંભવિત કારણો..

જૂના જમાનમાં લોકો બળદગાડીઓમાં આવ-જા કરતા હતા. આ બળદગાડીઓ ઘણીવાર જંગલમાંથી પણ પસાર થતી હતી. આ દરમિયાન બળદને વાઘ, ચિત્તા, દીપડા જેવા પ્રાણીઓની આહટ મળે કાં તો એ દૂરથી જતા પણ દેખાય તો બળદ રોકાઈ જતા અને આગળ જતા બીતા હતા. આવું થાય ત્યારે ગાડીવાન પાછળ આવતા લોકોને પણ આગળ ના વધવાની સલાહ આપતો.

વાઘ, સિંહ, દીપડાને જંગલી બિલાડી પણ કહેવાતા હોવાથી સમય સાથે લાકો સામાન્ય સંજોગોમાં પણ બિલાડી રસ્તો કાપી નાંખે લોકો રોકાઈ જાય છે. જંગલી જાનવરો સાથે જોડાયેલો ભય હવે બિલાડી રસ્તો કાપે એની સાથે જોડાઈ ગયો છે.

અંધવિશ્વાસ: કાચના તૂટવાથી થાય છે અપશુકન

Image Source

આ છે સંભવિત કારણ

પહેલા કાચ બહુ મોંઘા આવતા અને એની ક્વાલિટી પણ બહુ સારી નહોતી આવતી. તેથી થોડી ગફલતથી કાચ તુટી જતો. આવામાં લોકો એને સાચવે એટલે એની સાથે કાચ તુટવો અશુભ ગણાય એવી માન્યતા ફેલાઈ ગઈ. આમપણ કાચ તુટે તો એના નાના ટુકડા થઈને વિખેરાઈ જાય છે. ટુકડા ઉપાડ્યાં પછી કાચ રહી જાય તો પગમાં વાગવાનુ જોખમ રહે છે. આમપણ દુર્ભાગ્યનો ડર લોકોને કાચનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવા જાગૃત રાખે છે.

અંધવિશ્વાસ: સાપને માર્યા બાદ માથું કચડી નાખવું

Image Source

આ છે સંભવિત કારણ –

કહેવાય છે કે સાપને મારવાવાળાની તસ્વીર તેની આંખોમાં છપાઈ જાય છે, એટલે તેને માર્યા પછી તેનું માથું કચડી દેવું જોઈએ. પણ આમ કરવા પાછળનું લોજીક એ છે કે સાપના મર્યા બાદ પણ તેનું ઝેર લોકોને મારી શકે છે. એટલે એના માથાને કચડીને દબાવી દેવામાં આવે છે.

અંધવિશ્વાસ: પવિત્ર નદીમાં સિક્કા નાંખવા હોય છે શુભ

Image Source

આ છે સંભવિત કારણ

પ્રાચીન સમયમાં સિક્કા ચાંદી અને તાંબાના બનતા. આ ધાતુમાં જીવાણુઓનો નાશ કરવાની ક્ષમતા હોય છે. પહેલાના લોકો નદીમાંથી સીધેસીધુ પાણી ભરતા હોવાથી નદીમાં સિક્કા નાંખવાની પરંપરા અસ્તિત્વમાં આવી હતી. જેથી પાણીને કીટાણુમુક્ત બનાવી શકાય. એક માણસ એક સિક્કો નાંખે તો પણ નદીમાં કેટલાય સિક્કા પડે અને પાણી સ્વચ્છ થાય. આમ આનાથી સમાજને લાભ થાય છે અને એ પૂણ્યનું કામ ગણાવા લાગ્યું.

અંધવિશ્વાસ: અંતિમસંસ્કારમાં સામેલ થયા પછી નહાવું

Image Source

આ છે સંભવિત કારણ

મૃત્યુ પછી બોડી ડિકમ્પોઝ થવા લાગે છે. સામાન્ય રીતે લોકો કોઈને કોઈ બીમારીને લીધે મૃત્યુ પામે છે. આ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચુક્યું છે કે ડેડ બૉડીના સંપર્કમાં આવવાથી બીમારીઓ ફેલાઈ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને જ સંસ્કારમાં શામેલ થયા પછી નહાવાની સાથે જ કપડાં ધોવાની પરંપરા લોકો ફોલો કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks