જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક-દુનિયા

તમારી પાસે પૈસા નથી ટકતા? તો જાવ હનુમાનજીના મંદિરે, હનુમાનજીને ચઢાવેલ આ વસ્તુ લઈ આવો તમારા ઘરે, થઇ જશો માલામાલ…

આજકાલ કોણ એવા લોકો છે જેને પૈસાદાર થવું ન ગમતું હોય? કોઈને પોતાની મહેનતનું જલ્દી ફળ મળે છે. તો કોઈને નસીબનો સાથ હોય છે ને તેઓ નાની જ ઉંમરમાં પોતાની સિદ્ધિને હાંસિલ કરે છે. અને ઘણાને નસીબનો સાથ નથી હોતો એ ગમે તેટલી મહેનત કરશે. પણ એમની આર્થિક પરિસ્થિતી ત્યાને ત્યાં જ અટકી રહે છે. અંતે તે થાકી જાય છે ને હારીને પોતાના નસીબનો વાંક કાઢી બેસી જાય છે.

Image Source

જે ગતિથી મોંઘવારી વધી રહી છે તે દરેક સરળ વસ્તુ પણ મુશ્કેલીઓના દાયરામાંથી પસાર થઈ રહી છે. આજનો માનવી પૈસા પ્રત્યે એટલા માટે વધારે આકર્ષિત થઈ રહ્યો છે કે તેની જરૂરિયાત વધી રહી છે. આપણા શાસ્ત્રમાં પણ કહેવાયું છે કે જ્યારે બધા રસ્તાઓ બંધ થાય છે તો પણ એક માર્ગ ખુલ્લો રહે છે તે છે ઉપાય. છતાં તમે ઘણા પ્રયાસો કર્યા છે, જેના દ્વારા પ્રાપ્ત થયેલ સંપત્તિથી ઘરમાં સુખ શાંતિમાં રહે છે, પરંતુ તેનું પરિણામ નિરર્થક જ આવે છે.

જો તમને પણ તમારા નસીબનો સાથ ન મળતો હોય તો આજે અમે કેટલાક એવા ઉપાયો લાવ્યા છીએ. જે તમે અજમાવશો એટ્લે તરત જ માતા લક્ષ્મીદેવી અને ભાગ્ય દેવી તમારા પર મહેરબાન થશે ને તમને અઢળક પૈસા કમાવવાનો માર્ગ મળશે.

Image Source

જો તમારી પાસે બિલકુલ પૈસા નથી ટકતાને દેવું પણ વધી ગયું છે. જે ચૂકવી પણ નથી શકાતું. તો તમે તમારા ઘરના નજીકના હનુમાન મંદિરે જઈને હનુમાનજીને ચડાવેલ ફૂલ લઈ આવોને આંખ જોડી હનુમાનજીને પ્રાર્થના કરો કે તમારી દરિદ્રતા દૂર થાયને માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય. આટલું બોલી એ ફૂલ તમારા ઘરમાં લાવીને એક લાલ કપડામાં બાંધીને તેની પૂજા કરી અગરબતીનો ધૂપ આપી એ પોટલી તિજોરીમાં મૂકી દો. તમારી ધન સંબંધી સમસ્યાનું હલ ટૂંક સમયમાં થઈ જશે.

અચાનક ધનલાભ મેળવવા માટે હનુમાનજીના મંદિર જઈને હનુમાનજીના પગમાં ચડાવેલ સિંદૂર ઘરે લઈ આવો તેને રેશમી કપડામાં બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દો. આ પ્રયોગથી જરૂર ફાયદો થશે.

Image Source

બીમારીથી છૂટકારો મેળવવા માટે હનુમાજીના મંદિર જય હનુમાનજીને સિંદૂર ચડાવી પૂજા કરવી પછી એ સિંદૂર ઘરમાં લાવીને તેને કપડામાં બાંધીને પવિત્ર સાથે રાખવું રોજ ધૂપ આપવો. ઘરમાંથી બીમારી દૂર થઈ જશે.

હનુમાનજીની છાતી પર ચડેલ સિંદૂરને લાલ ફૂલ હનુમાન મંદિરમાં જઈને લઈ આવોને તેને ઘરમાં લાલ કપડામાં વીંટાળી પૂજામાં મૂકી રાખવું. આ પ્રયોગ કરવાથી ઘરમાં શાંતિ રહે છેને જો એનું તાવીજ બનાવી પહેરવાથી તમામ બધામાંથી છૂટકારો મળશેને તમને ક્યારેય કોઈ પણ પ્રકારનો ડરનો અહેસાસ નહી થાય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.