ધાર્મિક-દુનિયા

તમારી અલગ અલગ સમસ્યા માટે કરો અલગ અલગ હનુમાન મંત્રોના જાપ, વાંચો કઈ સમસ્યા માટે છે કયો મંત્ર…

આપણે ચૈત્રમહિનાની શુક્લ પક્ષની પૂનમે હનુમાન જયંતિ ઉજવીએ છીએ. આ વર્ષે હનુમાન જયંતિ 19 એપ્રિલના રોજ આવી રહી છે, ત્યારે આપણે હનુમાનજીના એવા મંત્રો વિશે જાણકારી આપીશું કે જેના જાપ કરવાથી તમારી સમસ્યાઓ દૂર થાય છે.

Image Source

હનુમાન કવચ મંત્ર.

“संकट तै हनुमान छुडावै, मन क्रम बचन ध्यान जो लावै” હનુમાન ચાલીસાની આ પંક્તિઓનો આશય એ છે કે જે પણ ભક્ત હનુમાનજીના નામનું સ્મરણ કરશે અને તેમનું ધ્યાન ધરશે, હનુમાનજી એ તેમના જીવનના દરેક સંકટ અને મુશ્કેલીને સમાપ્ત કરી દેશે. તેમના ભક્તને ક્યારેય કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો નહિ કરવો પડે.

હનુમાનજી કરશે રક્ષા.

આ વાત એ અલગ અલગ શોધ પરથી જાણવા મળે છે કે કલિયુગમાં હનુમાનજીની આરાધના એ ફક્ત એવી આરાધના છે જે વ્યક્તિને તેની સમસ્યાનું તરત નિરાકરણ આપશે. હનુમાનજીના નામના જાપ કરવાથી મોટી મોટી સમસ્યા અને સંકટ દુર થઇ જાય છે.

હનુમાન આરાધના છે એકમાત્ર માધ્યમ છે દુઃખ દુર કરવા માટેનું.

ભક્તની ગમે તેવી મુશ્કેલી હોય કે પછી પરેશાની હોય, કે પછી કોઈ દુશ્મનનો ડર લાગતો હોય કે પછી પોતાના જીવન સાથે જોડાયેલ કોઈપણ સમસ્યા હોય હનુમાન આરાધના કરવાથી કોઇપણ સમસ્યા દુર થઇ જશે.

હનુમાન મહામંત્ર.

આજે અમે તમને હનુમાન આરાધનાનું મહત્વ સમજાવીશું અને જણાવીશું કે તમે તમારી અલગ અલગ સમસ્યા માટે કેવા હનુમાન મંત્રના જાપ કરી શકો. અહિયાં દર્શાવેલ હનુમાન મહામંત્ર એ તમારી માટે રક્ષા કવચનું કામ કરશે. શાસ્ત્રોમાં આને હનુમાન કવચના નામથી ઓળખવામાં આવે છે.

Image Source

પંચમુખી હનુમાન કવચ.

એક પૌરાણિક કથા અનુસાર હનુમાન કવચને હાજરાહજૂર માનવામાં આવે છે. કહેવાય છે કે રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા સ્વયં ભગવાન રામે પણ આ હનુમાન કવચનો જાપ કર્યો હતો. આ જ કારણે રાવણ એ પ્રભુ રામને કોઈ નુકશાન નથી પહોચાડી શકતો. શાસ્ત્રોમાં હનુમાન કવચનો જાપ કરવાથી ઘણાબધા લાભ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાચા અને શુદ્ધ મનથી હનુમાન કવચના જાપ કરવાથી ખરાબ અને નકારાત્મક ઉર્જા એ તમારી આસપાસ ક્યારેય ભટકશે નહિ. દરેક પ્રકારની નકારાત્મક શક્તિ તમારા ઘરથી દુર થઇ જશે. આના સિવાય હનુમાન કવચના જાપ કરવાથી જે તે વ્યક્તિ પર થયેલ કોઈ ટોટકા, કાળું જાદુ, વગેરે જેવી અસર ક્યારેય થશે નહિ. જો કોઈ વ્યક્તિ એ તમારી પર ક્યારેય કોઈ ટોટકો કરવાનો પ્રયત્ન પણ કરશે તો તેની એ વ્યક્તિ પર ઉંધી અસર થશે અને હનુમાનજી એ વ્યક્તિને સજા આપશે.

ચાલો તમને જણાવી દઈએ હનુમાન કવચ જાપની વિધિ.

Image Source

તો હવે તમારા મનમાં એક સવાલ જરૂર થતો હશે કે આ જાપ કરવાના કેવી રીતે. શાસ્ત્રો મુજબ આની માટે બહુ કડક નિયમ બનાવવામાં આવ્યા છે. હનુમાન કવચના જાપ કરવા માટે જે વ્યક્તિ એ આ જાપ કરવા માંગતો હોય તેમણે સવારમાં વહેલા ઉઠીને સ્નાન કરીને આસન ગ્રહણ કરીને હનુમાનજીની મૂર્તિ કે ફોટો સામે બેસી જવું. પૂજા જાપ શરુ કરતા પહેલા હનુમાનજીના પ્રભુ શ્રીરામના આશીર્વાદ જરૂરથી લેજો. આના પછી હનુમાનજીને વસ્ત્ર, સિંદુર અને જનોઈ અર્પણ કરો. પછી સાચા અને શુદ્ધ મનથી રુદ્રાક્ષની માળાથી અહિયાં જણાવેલ મંત્રના જાપ કરો. તમારે આ મંત્રની ઓછામાં ઓછી એક માળા કરવાની રહેશે. આ મંત્ર છે “ॐ श्री हनुमते नम:” આ મંત્રના જાપ એ ૨૪ કલાક માટે એ ભક્તની આસપાસ ૨૪ કલાક માટે એક સુરક્ષા કવચ બનાવે છે. પણ જો તમે આ માળા કરવાની સંખ્યા વધારી દેશો તો આ રક્ષા કવચનો સમય પણ વધી જાય છે અને તે વધુ અસરકારક રહે છે.

ચાલો હવે તમને જણાવીએ કેટલાક એવા મંત્ર જે કરવાથી તમારી અનેક સમસ્યા પૂર્ણ થશે. હનુમાન કવચના જાપની જેમ આ મંત્રનો પણ જાપ કરવામાં આવે તો તમારા દરેક સંકટ દુર થઇ જશે. જો તમે દેવાના દાવાનળમાંથી ઉગારવા માંગો છો તો અહિયાં જણાવેલ હનુમાન મંત્ર કરો. “ॐ नमो हनुमते आवेशाय आवेशाय स्वाहा” આ મંત્રનો જાપ દરરોજ એક માળા જેટલો કરવાથી તમને ૪૫ દિવસમાં જ આનો ફાયદો જોવા મળશે.

Image Source

જો તમે કોઈ મનોકામના પૂર્ણ કરવા માંગો છો તો તમારે અહિયાં જણાવેલ હનુમાન મંત્રનો જાપ કરવાનો રહેશે. “महाबलाय वीराय चिरंजिवीन उद्दते, हारिणे वज्र देहाय चोलंग्घितमहाव्यये” આ મંત્રના જાપ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થઇ જશે આ મંત્ર એ બહુ શક્તિશાળી મંત્ર જાપ છે. મુશ્કેલીઓને દુર કરવા માટેનો હનુમાન મંત્ર. “ॐ नमो हनुमते रुद्रावताराय सर्व-शत्रु-संहारणाय, सर्व-रोग-हराय, सर्व-वशीकरणाय, राम-दूताय स्वाहा” જો તમારા જીવનમાં એવી ઘણી મુશ્કેલીઓ છે જેના અનેક ઉપાય કરવા છતાં તેનું કોઈ નિરાકરણ આવતું નથી તો તમારે આ હનુમાન મંત્રના જાપ કરવાના રહેશે. આ મંત્રથી જો તમારો કોઈ શત્રુ એ કોઈપણ કાવતરું પણ કરશે તો તેનો નાશ થશે અને તમે દરેક મુશ્કેલીનો સામનો કરી શકશો.