જીવનશૈલી

તમારા જીવનસાથી તમને સાચો પ્રેમ કરે છે કે નહિ એ સવાલનો જવાબ તમને આ લેખ વાંચીને મળી જશે…

આજકાલના સમયમાં હજુ યો છોકરા-છોકરા યુવાનીમાં ડગ માંડ્યા હોય ત્યાં જ પ્રેમની દુનિયામાં ડગ માંડી દીધા હોય છે. આજના સમયમાં કોઈને સાચ પ્રેમ ઓછો કરે છે. પ્રેમની બદલે આકર્ષણ જ હોય છે. આકર્ષણના કારણે માણસની પસંદ દરરોજ બદલાઈ છે. પ્રેમની લાગણીને ફક્ત મહેસુસ કરી શકાય છે. પ્રેમમાં પડેલ માણસ ક્યારેય સમય જતા બદલાતો નથી. પરંતુ પ્રેમ કરનાર માણસને સાથે અડીખમ થાંભલાની જેમ ઉભો રહે છે.

પ્રેમમાં માણસ ફક્ત I Love You કહેવાથી જ નિભાવી નથી શકાતો. પરંતુ પ્રેમ કરનાર માણસની કદર હોવી જોઈએ. આજના સોશિયલ મીડિયાના જમાનામાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો જ સાબિત થયો હોય એવું લાગે છે.

Image Source

ફક્ત I Love You કહેવાથી કે પછી નાની મોટી ગીફ્ટ આપવાથી પ્રેમ સાબિત થતો નથી. આજકાલના યુવાનો અને યુવતીઓ કે જે એકબીજાને જાનું, બાબુ, બેબી વગેરે જેવા સંબોધન કરીને એકબીજાના હાથમાં હાથ નાખીને બગીચામાં ફરતા હોય છે શું ફક્ત આટલું પ્રેમ માટે બહુ છે? ના આજે અમે તમને જણાવીશું કે પ્રેમ કોને કહેવાય. જરૂરી નથી કે પ્રેમને શબ્દોમાં ઢાળવો. તમે એકબીજાની પસંદ નાપસંદ અને કેર કરીને પણ પ્રેમ છે કે નહિ તે જણાવી શકો છો અને જાણી પણ શકો છો. આજે અમે અહિયાં થોડા બનાવ તમને જણાવીશું જેમાં તમે પોતે જ જાણી શકશો કે ખરેખર પ્રેમ એટલે શું.

Image Source

સવારે કોઈ દિવસ વહેલા ઉઠીને પતિ પોતાની પત્ની માટે ચા અને બ્રેડ બટર તૈયાર કરે અને તેને આવી સરપ્રાઈઝ આપે તો તેને પણ પ્રેમ જ કહેવાય. તમારા પાર્ટનરને કોઈ વસ્તુ કે વાત પસંદ છે પણ તમને એ બહુ ગમતું નથી તે છતાં તમારા પાર્ટનર એ વસ્તુ કે એ કામ કરે તો પણ તેને પ્રેમ જ કહેવાય.

ક્યારેક પત્નીની તબિયત ખરાબ હોય  ત્યારે તમે પ્રેમથી ચા- નાસ્તો આપો અને દવા લેવા લઇ જાઓ તે પણ એક પ્રેમ છે.

Image Source

એક કપલ છે જેમના બે બાળકો પણ છે. જયારે પણ દિવાળી આવવાની હોય ત્યારે પત્નીએ ઘર સાફ સફાઈનું કામ કરતી હોય છે. પતિ પણ આ વાત જાણે છે. અને સાંજે જયારે થાકેલી પત્ની એ પતિને ફોન કરે કે સાંજે જમવામાં શું બનાવું ત્યારે પતિ જવાબ આપે કે સાંજે કશું બનાવીશ નહિ હું બહારથી પાર્સલ કરાવીને લાવીશ, તું આરામ કર. જોયું આને કહેવાય પ્રેમ.

Image Source

રાત્રે તમે જુઓ કે તમારા પાર્ટનરને ઠંડી લાગી રહી છે અને ઓઢવાનું ખસી ગયું છે કે પછી ઓઢવાનું ભૂલી ગયા છે તો તમે તેમનું ઓઢવાનું સરખું કરો કે પછી તેમને ઓઢાડો તો આ પણ પ્રેમ છે જો તમારા પાર્ટનર તમારી જાણ બહાર તમારી કેર કરે તો તે પણ પ્રેમ જ છે.

સવારે બાળકોને સ્કૂલે જવાનું હોય અને તમારે પણ તે સમયે ઓફિસ જવાનું હોય ત્યારે તમે તમારું કામ જાતે કરી લ્યો  અને બાળકોને સ્કૂલે મૂકી આવો પણ એક જાતનો પ્રેમ છે.

Image Source

ક્યારેક રજાના દિવસે પત્નીને રસોઈમાંથી રજા આપી તમારે જાતે રસોઇ બનાવીને જમાડવું પણ એક પ્રેમ છે. આવા તો બીજા ઘણાબધા કિસ્સા અને વાતો છે જેમાં સાબિત થાય છે કે પ્રેમ શું છે. જો તમને પણ આવો કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારા માટે પ્રેમ એટલે શું એ પણ જણાવજો.