પરિવાર સાથે બીભત્સ ઇંટીમેટ સીન નહોતી જોઇ શકતી તમન્ના ભાટિયા, બોલી- હું ગભરાવવા લાગતી અને…

પહેલા તો બહુ જ સંસ્કારી હતી, હવે ઉઘાડી થઈને ખરાબ સીન આપી દીધા, ખુલાસો કરતા કહ્યું – હું ગભરાવવા લાગતી અને…

Tamannaah get uncomfortable : તમન્ના ભાટિયા અને વિજય વર્મા સ્ટારર ‘લસ્ટ સ્ટોરીઝ 2’ OTT પર રિલીઝ થઈ ગઇ છે. ચાહકો લાંબા સમયથી આની રાહ જોઈ રહ્યા હતા અને હવે તેમની રાહ પૂરી થઇ ગઇ છે. નવી કાસ્ટ અને નવી કહાનીઓ સાથે લસ્ટ સ્ટોરીઝ 2 નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મમાં 4 અલગ અલગ કહાનીઓ છે. કાજોલ, કુમુદ મિશ્રા, મૃણાલ ઠાકુર, નીના ગુપ્તા, તમન્ના ભાટિયા અને વિજય વર્મા તેમજ અંગદ બેદી પણ જોવા મળી રહ્યો છે.

ફિલ્મમાં વિજય અને તમન્નાના ઇંટીમેટ સીનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. પહેલીવાર તમન્નાએ સ્ક્રીન પર કિસિંગ સીન પણ ફિલ્માવ્યો છે અને તે તેના રિયલ લાઈફ બોયફ્રેન્ડ વિજય સાથે ભરપૂર રોમાન્સ અને તેની સાથે કિસ કરતી પણ જોવા મળી રહી છે. તમન્નાએ કહ્યું કે તે પરિવાર સાથે સેક્સ સીન જોઈને અસહજ થઈ જતી હતી. જ્યારે તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન માટે તે કહેતી જોવા મળી હતી કે દર્શકોએ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ કોઈપણ ખચકાટ વિના જોવી જોઈએ કારણ કે તેમાં ‘લસ્ટ’ કરતાં બીજુ પણ ઘણું બધું છે.

અગાઉ તમન્ના ‘નો કિસિંગ પોલિસી’ સાથે ફિલ્મો સાઈન કરતી હતી. જો કે, લસ્ટ સ્ટોરીઝ અને જી કરદામાં તમન્નાએ આ પોલિસી તોડી જોરદાર ઇંટીમેટ સીન્સ આપ્યા છે. આ બધા વચ્ચે હવે તમન્ના ભાટિયાનું એક નવું નિવેદન સામે આવ્યું છે જેમાં તેણે કહ્યું કે તે પરિવાર સાથે ઈન્ટીમેટ સીન જોતી વખતે ખૂબ જ અસહજ થઈ જતી હતી. તમન્ના ભાટિયાએ ન્યૂઝ18 સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું તે દર્શક હતી જેને મારા પરિવાર સાથે બેસીને આવું કંઈક જોવું અજીબ લાગ્યું. હું અહીં અને ત્યાં જોવાનું શરૂ કરતી, હું ગભરાઈ જતી અને અસ્વસ્થતા અનુભવતી.

લાંબા સમયથી મેં મારી ફિલ્મોમાં કોઈ ઈન્ટીમેટ સીન નથી કર્યા. તમન્નાએ વધુમાં કહ્યું, ‘મારા માટે દર્શકોની જરૂરિયાતો પૂરી કરનારી અભિનેત્રી બનવાની સફર હતી. અત્યાર સુધીનો પ્રવાસ અસ્પષ્ટ હતો. હું નથી ઈચ્છતી કે મારા દર્શકો સાથે આવું કંઈ થાય કારણ કે હવે તેમને આ વસ્તુની જરૂર નથી. મારો આ ભ્રમ તૂટી ગયો છે. તેથી જ હું એક કલાકાર તરીકે મારી જાતને એક્સ્પ્લોર કરીને અને વિવિધ ભૂમિકાઓ ભજવીને મારા કામનો આનંદ માણી રહી છું.

જણાવી દઇએ કે, તમન્ના અને વિજય ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના શૂટિંગ દરમિયાન પ્રેમમાં પડ્યા હતા અને બંને એકબીજા સાથે ઘણા ખુશ છે. એક ઈન્ટરવ્યુમાં તમન્નાએ વિજય સાથેના તેના સંબંધો વિશે કહ્યું હતું કે તે તેને ખૂબ જ આરામદાયક અનુભવે છે. તે હાલમાં હેપ્પી પ્લેસમાં છે.

બંને ગોવામાં ન્યૂ યર સેલિબ્રેશનની પાર્ટીમાં જોવા મળ્યા હતા અન અહીંથી તેમનો એકબીજાને કિસ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો, જે બાદથી તેમના સંબંધોને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી. તેઓ અલગ-અલગ પ્રસંગોએ સાથે પણ જોવા મળ્યા છે પણ કપલે હાલમાં જ તેમના સંબંધોને જાહેર કર્યા છે.

Shah Jina