Tamannaah and Vijay on having sex on first date : બાહુબલી ફેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને વિજય વર્મા લાંબા સમયથી તેમના સંબંધોના સમાચારોને કારણે ચર્ચામાં છે. બંને લસ્ટ સ્ટોરીઝ 2માં સાથે જોવા મળવાના છે, જે આજે જ નેટફ્લિક્સ પર રીલિઝ થઇ છે. તમન્ના ભાટિયા અને વિજય વર્મા, જેઓ લસ્ટ સ્ટોરીઝ 2ને લઈને ઉગ્ર રીતે ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. ત્યારે તાજેતરમાં જ તેમણે તેમના અંગત જીવનનું એક રહસ્ય જાહેર કર્યું. જ્યાં કલાકારોએ જણાવ્યું કે શું તેઓ પહેલી ડેટ પર કોઈની સાથે ઈન્ટિમેટ થયા હતા.
પહેલી ડેટ પર ઈન્ટિમેટ થવાના સવાલ પર તમન્ના ભાટિયાએ સ્પષ્ટ ના પાડી દીધી. ન્યૂઝ18ને આપેલ એક ઇન્ટરવ્યુમાં તમન્ના-વિજયને પૂછવામાં આવ્યું કે શું તેઓએ ક્યારેય પહેલી ડેટ પર સેક્સ કર્યું છે. તમન્ના ભાટિયા આ સવાલ પર સીધી જ ના કહી દીધી જ્યારે વિજય વર્માએ થોડીવાર વિચાર્યા પછી જવાબ આપ્યો કે કદાચ તેણે આ કર્યું છે. આ સવાલ પર ડાયરેક્ટર સુજોયે કહ્યું કે તે એટલા નસીબદાર નથી. આ પછી વિજયે તેને ફરીથી પૂછ્યું કે શું તેમણે બીજી ડેટે કર્યું તો ડિરેક્ટરે કહ્યું, ‘હું મધ્યમ પરિવારમાંથી આવું છું અને ત્યાં મારે દરેક વસ્તુ માટે લડવું પડ્યું.
કંઈ પણ સહેલાઈથી મળતું નથી.’ આ દરમિયાન, બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું તે લગ્ન પહેલા ટેસ્ટ ડ્રાઈવ પર ફિલ્મના નીના ગુપ્તાના સંવાદો પર વિશ્વાસ કરે છે, જેના પર વિજય વર્માએ તરત જ કહ્યું કે નીના ગુપ્તા જે પણ કહે છે, તે દરેક વસ્તુમાં વિશ્વાસ કરે છે. બીજી તરફ, તમન્ના કહે છે કે નીના ગુપ્તાની વાતને અનુસરવી જોઈએ કારણ કે તે બધુ જ જાણે છે. આટલું જ નહીં, તમન્ના અને વિજય બંનેએ કબૂલાત કરી છે કે તેમણે ઘણી વખત તેમની ડેટ ઘોસ્ટ કરી છે.
અન્ય એક ઈન્ટરવ્યુમાં વિજય વર્માએ જણાવ્યું હતું કે તે લસ્ટ સ્ટોરીઝ 2ના નિર્દેશક સુજોય ઘોષની ઓફિસમાં તે તમન્નાને પહેલીવાર મળ્યો હતો. વિજય વર્માએ એમ પણ કહ્યું હતું કે, તે દરમિયાન તેઓએ પહેલીવાર વાત કરી હતી અને તમન્નાએ કહ્યું હતું કે તે છેલ્લા 17 વર્ષથી કામ કરી રહી છે અને તેના કોન્ટ્રાક્ટમાં નો-કિસિંગ પોલિસી છે. વિજયે કહ્યું કે તમન્નાએ તેને કહ્યું હતું કે તેણે આજ સુધી આવું કંઈ કર્યું નથી અને વિજય પહેલો એક્ટર હશે જેની સાથે તે ઓનસ્ક્રીન કિસ કરશે.
વિજયે કહ્યું કે તમન્નાની આ વાત સાંભળીને તેણે ફક્ત ‘થેંક્યુ’ કહ્યું. જણાવી દઈએ કે લસ્ટ સ્ટોરીઝ 2માં દર્શકોને વિજય વર્મા અને તમન્ના વચ્ચે ખૂબ જ બોલ્ડ અને ઈન્ટીમેટ સીન્સ જોવા મળશે. આ ઉપરાંત આ ફિલ્મમાં કાજોલ, મૃણાલ ઠાકુર, અંગદ બેદી, અમૃતા સુભાષ અને કુમદ મિશ્રા, નીના ગુપ્તા પણ છે. તાજેતરમાં ફિલ્મનો પ્રોમો રિલીઝ થયો હતો જેમાં વિજય વર્મા અને તમન્ના ભાટિયાનો ઈન્ટીમેટ સીન બતાવવામાં આવ્યો છે.
આ પછી વીડિયોને સ્ટોપ કરવામાં આવ્યો અને ત્યારે તમન્નાએ કહ્યુ કે જો કોઈ તમારા રૂમમાં આવે તો ગભરાશો નહીં અને સ્ટોપ ના કરો, તેમાં વાસના કરતાં પણ ઘણું બધું છે. તેમાં ડ્રામા છે, રોમાન્સ છે અને એક્શન પણ છે. માતાનો પ્રેમ, દાદીનો પ્રેમ, બધુ જ છે. નામ પર ના જશો. દરેકને બતાવો, શું થશે ? તોફાન આવશે ? આભ તૂટી પડશે? શું Wi-Fi બંધ થશે? નહીં ને તો બસ રીલેક્સ કરો અને એન્જોય કરો.