સાઉથની સંસ્કારી હિરોઈન તમન્ના ભાટિયાનું આની જોડે ચાલી રહયું છે ચક્કર, હોટ ફોટોશૂટ કરાવી નાખ્યું જુઓ

Tamannaah Bhatia-Vijay Varma romantic pics: સાઉથ ફિલ્મ સ્ટાર તમન્ના ભાટિયા અને એક્ટર વિજય વર્માના અફેરના સમાચાર આ દિવસોમાં ચર્ચામાં છે. જો કે, હાલમાં જ તમન્ના ભાટિયાએ તેના અને વિજય વર્માના સંબંધો પર મહોર મારી છે. તેણે જાહેરમાં સ્વીકાર્યું છે કે વિજય વર્મા અને તે રિલેશનમાં છે. તમન્ના ભાટિયા અને વિજય વર્માની મુલાકાત ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના સેટ પર થઈ હતી. આ તેમનો એકસાથે પહેલો પ્રોજેક્ટ હતો.

તમન્ના અને વિજય ગોવામાં એક પાર્ટી દરમિયાન એકસાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ બંને લાઈમલાઈટમાં આવ્યા હતા. આ પાર્ટીમાંથી બંનેનો કથિત કિસિંગ વીડિયો પણ વાયરલ થયો હતો. જે બાદ તેમની વચ્ચેના સંબંધોને લઈને સતત ચર્ચાઓ થતી રહી. બંનેને ઘણી વખત એકસાથે સ્પોટ પણ કરવામાં આવ્યા, પણ તે સમયે બંનેમાંથી કોઇએ પણ ક્યારેય તેમના સંબંધોને સ્વીકાર્ય ન કર્યો પણ.

પણ ફિલ્મ કમ્પેનિયનને આપેલા એક ઈન્ટરવ્યુમાં તમન્ના ભાટિયાએ પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી અને તેના અને વિજયના સંબંધ પર મહોર મારી. જો કે, અભિનેત્રી ખાલી પોતાની પર્સનલ લાઇફ જ નહિ પણ પ્રોફેશનલ લાઈફને લઈને પણ ચર્ચામાં છે. આ દિવસોમાં અભિનેત્રી એક નહીં પરંતુ બે વેબ સિરીઝમાં જોવા મળે છે. તાજેતરમાં, તમન્ના ભાટિયાની વેબ સિરીઝ જી કરદા સ્ટ્રીમ થઇ છે. જેમાં અભિનેત્રીએ ભરપૂર બોલ્ડ સીન્સ આપ્યા છે.

આ સાથે હવે અભિનેત્રીની આગામી બોલ્ડ વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝ 2 પણ નેટફ્લિક્સ પર રીલિઝ થવા જઈ રહી છે. આ વેબ સિરીઝમાં અભિનેત્રી તમન્ના ભાટિયા તેના બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે બોલ્ડ સીન્સ આપતી જોવા મળશે. આ દરમિયાન નેટફ્લિક્સે તમન્ના અને વિજયની જબરદસ્ત રોમેન્ટિક કેમેસ્ટ્રી સાથેની હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જે આગ લગાવી રહી છે.

આ તસવીરોમાં અભિનેત્રી વિજય સાથે ખૂબ જ બોલ્ડ અને રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે. તમન્ના અને વિજય ટૂંક સમયમાં નેટફ્લિક્સની લસ્ટ સ્ટોરીઝ 2 માં જોવા મળશે. બંનેની ઓન-સ્ક્રીન જોડી ચાહકોને દિવાના બનાવવા તૈયાર છે. અભિનેતા વિજય વર્મા અને અભિનેત્રી તમન્ના ભાટિયાની લેટેસ્ટ તસવીરો ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને જોરદાર કમેન્ટ પણ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે તમન્ના અને વિજય વર્માની નેટફ્લિક્સ વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝ 2 આ મહિને 29 જૂનથી સ્ટ્રીમ થવા જઈ રહી છે. પરંતુ આ સીરિઝની રિલીઝ પહેલા જ બંનેના અફેરની ચર્ચાઓ થવા લાગી હતી અને શૂટિંગ દરમિયાન બંને એકબીજાને ડેટ કરવા પણ લાગ્યા હતા.

તમન્નાએ પણ વિજય વર્માને પોતાની હેપ્પી પ્લેસ કહી છે. 10 વર્ષની મહેનત બાદ વિજય વર્મા હવે જાણીતો સ્ટાર બની ગયો છે. તમને જણાવી દઈએ કે તેણે માત્ર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જ નહીં પરંતુ હિન્દી સિનેમામાં પણ પોતાનું નામ બનાવ્યું છે.

Shah Jina