સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની જાણીતી એક્ટ્રેસ તમન્ના ભાટિયાને સોશિયલ મીડિયાથી લઈને અસલ જિંદગીમાં લોકો બહુ પ્રેમ કરે છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડટ્રીઝથી લઈને હિન્દી સિનેમા સુધી તેના ફેન્સ પણ છે. હાલમાં જ તમન્નાએ લોકડાઉન દરમિયાન અગાસી પર વરસાદમાં ન્હાતા-નહાતા કસરત કરતી એક તસ્વીર શેર કરી છે.
View this post on Instagram
તમન્નાએ શેર કરતા લખ્યું હતુંકે ,એક્સરસાઇઝ, થેરાપી અને શાવર બધું એક સાથે. મુંબઈના ચોમાસાએ મારી વર્કઆઉટને વધુ આનંદપ્રદ બનાવી છે. વરસાદથી બધુ સારું થાય છે. દરરોજ વર્કઆઉટ કરો.
View this post on Instagram
આ તસવીરમાં તમન્ના તેના એક્સરસાઇઝના આઉટફિટમાં જોવા મળે છે. તે હંમેશાં જબરદસ્ત આઉટફિટમાં તસ્વીર શેર કરતી રહે છે. તમન્નાની આ તસ્વીર જોઇને તેના ફેન્સ ફરી એકવાર દિવાના થઈ ગયા છે. બધા તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. જો કોઈ તેને ખૂબ જ સુંદર કહે છે, તો કોઈકે ફક્ત ઉફ્ફ।.. કહીને તેની લાગણી વ્યક્ત કરી હતી.
View this post on Instagram
તમન્ના ઉત્તર ભારતીય પરિવારમાંથી છે. જોકે તેનો ઉછેર મુંબઇમાં થયો હતો. તમન્નાએ કરિયરની શરૂઆત હિંદી ફિલ્મોથી કરી હતી. એટલું જ નહીં, તેમણે કેટલાક હિન્દી ગીતોના આલ્બમ્સમાં પણ કામ કર્યું હતું. પરંતુ સંતોષના અભાવને કારણે તેણે તેલુગુ અને તમિલ ફિલ્મો તરફ વળી ગઈ હતી. હવે તમન્ના તેની ફિલ્મ્સ ‘બાહુબલી’, ‘રિબેલ’, ‘સે રા નરસિંહા રેડ્ડી’, ‘અયન, પૈરા’, ‘સિરુથાઈ’, ‘ધર્મ દુરાઈ’ દ્વારા જાણીતી છે.
View this post on Instagram
આ સિવાય તેણે હિન્દ ફિલ્મો કરી હતી પરંતુ તે એટલી સફળ નહોતી. તેણે અજય દેવગણની સાથે ‘હિંમતવાલા’, અક્ષય કુમાર સાથે ‘મનોરંજન’ અને સૈફ અલી ખાન સાથેની ‘ધ હમશકલ્સ’માં કામ કર્યું હતું. તેણે ‘ચાંદ સા રોશન ચહેરા’ થી પણ શરૂઆત કરી હતી. જ્યારે બીજી એક હિન્દી ફિલ્મ ‘ખામોશી’ પણ તેમના નામે નોંધાયેલ છે. જ્યારે આ વર્ષે તે નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે ‘બોલે ચૂડિયા’ માં જોવા મળશે. તેમજ તેની બે સાઉથ ઇન્ડિયન ફિલ્મો પણ આવી રહી છે.
View this post on Instagram