તમન્ના ભાટિયાએ કાવાલા સોન્ગ પર કર્યા હુક સ્ટેપ, ડાંસ મૂવ્સ અને એક્સપ્રેશન પર દિલ હારી બેઠા ચાહકો- જુઓ વીડિયો

આનું ફિગર જોતા જ ભલભલા લટુડિયા થઇ જાય છે, જુઓ હોટ ડાન્સ

Tamannaah Bhatia performs ‘Kaavaalaa’ hook steps : રજનીકાંત અને તમન્ના ભાટિયાની ફિલ્મ ‘જેલર’નું તમિલ ગીત ‘કાવાલા’ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. તાજેતરમાં જ મુંબઈમાં ગીતનું હિંદી વર્ઝન ‘તુ આ દિલબરા’ લોન્ચ કરવામાં આવ્યું હતું, જેમાં તમન્ના આ ગીત પર જબરદસ્ત હૂક સ્ટેપ કરતી જોવા મળી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો, જેમાં તમન્ના ઈવેન્ટમાં વ્હાઇટ કોર્સેટ ટોપ અને ગ્રે ટ્રાઉઝરમાં ગીતના હિન્દી વર્ઝનમાં લાઈવ પરફોર્મન્સ આપી રહેલી જોવા મળી રહી છે.

કાવાલા ગીતના હિંદી વર્ઝનના લોન્ચમાં તમન્નાનો હોટ અવતાર
તમન્નાએ તેના ડાન્સથી ચાહકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. તમન્ના ભાટિયાનું ગીત ‘કાવાલા’ ધૂમ મચાવી રહ્યું છે. આ જોઈને અભિનેત્રીએ તેનું હિન્દી વર્ઝન ‘તુ આ દિલબરા’ લોન્ચ કર્યું. આ ઈવેન્ટમાં તમન્ના ખૂબ જ ગોર્જિયસ લુકમાં પહોંચી હતી. તમન્નાનો આ દરમિયાનનો બોલ્ડ લૂક જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અભિનેત્રી તેની વેબ સીરિઝ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ બાદ તો અવારનવાર બોલ્ડ લુકમાં જોવા મળે છે. જો કે, આ વખતે ડીપનેક ટોપ દરેકને તેના દિવાના બનાવી રહ્યું છે.

સુપર ડાંસ મૂવ્સથી જીત્યા ચાહકોના દિલ
તમન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ આઉટફિટમાં તસવીરો પણ શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લુકમાં જોવા મળી રહી છે. તમન્નાના ટ્રેન્ડિંગ કાવાલા સોંગની વાત કરીએ તો તમિલ ગીત શિલ્પા રાવે ગાયું છે, જ્યારે હિન્દી વર્ઝન સિંધુજા શ્રીનિવાસને ગાયું છે અને ગીત રકીબ આલમે લખ્યું છે. વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું, ‘લવલી પરફોર્મન્સ’. અન્ય યુઝરે લખ્યું, ‘આને મૂવ્સ કહેવાય છે’. અન્યએ લખ્યું, ‘ક્યા બાત ક્યા બાત’. કોમેન્ટ કરતી વખતે બીજા એક યુઝરે લખ્યું, ‘શાનદાર ગીત, શ્રેષ્ઠ ડાન્સ’.

વર્કફ્રન્ટ અને અંગત જીવનને લઇને લાઇમલાઇટમાં રહે છે તમન્ના
રજનીકાંતની ફિલ્મ જેલર 10 ઓગસ્ટે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ, મોહનલાલ, રામ્યા કૃષ્ણન, પ્રિયંકા અરુલ મોહન, શિવ રાજકુમાર યોગી બાબુ, વસંત રવિ અને વિનાયકન પણ છે. તેનું નિર્દેશન નેલ્સન દિલીપ કુમારે કર્યું છે. ફિલ્મમાં રજનીકાંત એક જેલરની ભૂમિકામાં છે જે એક મિશન પર છે. ઉલ્લેખનીય છે કે, તમન્ના ભાટિયા આ દિવસોમાં સતત ચર્ચામાં રહે છે. કેટલીકવાર તે વિજય વર્મા સાથેના સંબંધોને લઇને તો ક્યારેક તે કાવાલાને લઇને ટ્રેંડનો ભાગ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina