‘લસ્ટ સ્ટોરીઝ 2’ બાદ ખૂબ જ બોલ્ડ થઇ ગઇ છે તમન્ના ભાટિયા, લેટેસ્ટે લુકે મચાવ્યો કહેર- જુઓ

સાઉથની સીધી સંસ્કારી તમન્ના ભાટિયાએ દેખાડ્યું જોરદારનું હોટ ફિગર, પાણી પાણી થઇ જશે એ નક્કી છે

Tamannaah Bhatia Stuns in Satin Longline Corset Drape Top : ‘લસ્ટ સ્ટોરીઝ 2’ પછી તમન્ના ભાટિયા દિવસેને દિવસે વધુ બોલ્ડ બની રહી છે. આ વેબ સિરીઝમાં તમન્ના ભાટિયાએ તેના બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે જબરદસ્ત ઈન્ટીમેટ સીન્સ આપ્યા હતા.

જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે તમન્નાએ તેની નો કિસિંગ પોલિસી તોડી ઘણા વર્ષો પછી તોડી હતી. તમન્ના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર તેના ફોટોશૂટ અને વીડિયો ચાહકો સાથે શેર કરે છે, ત્યારે હાલમાં જ તેણે તેનો નવો લુક ચાહકો સાથે શેર કર્યો, જેમાં તે વ્હાઇટ રિવીલિંગ ટોપ અને ગ્રે જીન્સમાં જોવા મળી રહી છે.

ડીપનેક ક્રોપ ટોપમાં તમન્નાએ ઉડાવ્યા ચાહકોના હોંશ
અભિનેત્રીનો આ બોલ્ડ લુક થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. તમન્ના ભાટિયાનું ક્રોપ ટોપ લોકોના હોંશ ઉડાવી રહ્યું છે. આ લુકમાં તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. તમન્નાનું આ ક્રોપ ટોપ બે દોરી પર ટકેલુ હતુ અને તેની ડીપનેક સ્ટાઇલ ચાહકોના ધબકારા વધારી રહી હતી. આ એક્સપોઝિંગ ટોપમાં તમન્નાએ કેમેરામાં એકથી વધુ ફોટો ક્લિક કરાવ્યા. જેને જોઈને ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે. આ લુકમાં તસવીરો તમન્નાએ તેના ઈન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે. આ દિવસોમાં તમન્નાનું ‘કાવાલા’ ડાન્સ સોંગ એટલું પોપ્યુલર થઈ ગયું છે કે ફેન્સ ઈન્સ્ટાગ્રામ પર તેની સતત રીલ બનાવી રહ્યા છે.

‘લસ્ટ સ્ટોરીઝ 2’ બાદ ખૂબ જ બોલ્ડ થઇ ગઇ છે તમન્ના 
થોડા દિવસો પહેલા અભિનેત્રીએ એરપોર્ટ પર આ લોકપ્રિય ગીત પર તેના ચાહકો સાથે ડાન્સ પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, તમન્ના ભાટિયા વિજય વર્માને ડેટ કરી રહી છે. બંનેએ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ના પ્રમોશન દરમિયાન તેમના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. ત્યારથી, આ બંને સતત હેડલાઇન્સમાં છે. આ દિવસોમાં બંને ક્યારેક રેસ્ટોરન્ટમાં તો ક્યારેક કોઈ ફંક્શનમાં સાથે જોવા મળે છે. તમન્ના ભાટિયાએ સાઉથ અને બોલિવૂડ ફિલ્મોમાં પોતાના દમદાર અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે.

વિજય વર્મા સાથેના પોતાના રિલેશનને લઇને છે લાઇમલાઇટ
પોતાની પ્રોફેશનલ લાઈફમાં ખૂબ જ સફળ, તમન્ના ભાટિયા તેના અંગત જીવનને લઈને પણ હેડલાઈન્સમાં છે. અભિનેત્રીની એક વિશાળ હીરાની વીંટી ફ્લોન્ટ કરતી એક તસવીર હાલમાં જ વાયરલ થઈ હતી. જે બાદ એવા અહેવાલ આવ્યા હતા કે તમન્ના પાસે વિશ્વનો 5મો સૌથી મોટો હીરો છે, જેની કિંમત 2 કરોડ રૂપિયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રામ ચરણની પત્ની ઉપાસના કોનિડેલાએ તમન્નાને આ હીરો ગિફ્ટ કર્યો હતો. જો કે, અભિનેત્રીએ તેની મોંઘી વીંટી પાછળનું રહસ્ય પણ જણાવ્યું.

આ દિવસોમાં તમન્નાનું ‘કાવાલા’ ડાન્સ સોંગ પોપ્યુલર
તમન્નાએ તેની હીરાની વીંટી સાથેની વાયરલ તસવીર તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી અને આ સાથે તેણે લખ્યુ- તમને આ તોડવાથી નફરત છે, પણ અમે એક બોતલ ઓપનર સાથેઅ ફોટોશૂટ કરી રહ્યા હતા, ના કી અસલી હીરા સાથે.” તમને જણાવી દઈએ કે વર્ષ 2019માં ઉપાસનાએ તમન્ના ભાટિયાની મોટી ‘હીરા’ની વીંટી પહેરેલી તસવીર શેર કરી હતી. ઉપાસનાએ લખ્યું હતું કે “મિસિસ પ્રોડ્યુસર તરફથી સુપર તમન્ના માટે એક ગિફ્ટ.”

હિરાની વીંટીની તસવીર શેર કર્યા બાદ આપી હતી સ્પષ્ટતા
એવું કહેવાય છે કે ઉપાસનાએ મેગાસ્ટાર ચિરંજીવી સ્ટારર ઐતિહાસિક એક્શન ફિલ્મ સઇ રા નરસિમ્હા રેડ્ડીમાં અભિનેત્રીના યોગદાનને માન આપવા માટે તમન્નાહને આ મોંઘી ભેટ આપી હતી. કોનીડેલા પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ રામ ચરણ દ્વારા કરવામાં આવ્યું હતું. ચાર વર્ષ બાદ આ તસવીર ફરી ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી. જો કે તમન્નાએ હવે ઉપાસના પાસેથી હીરાની વીંટી મળી હોવાના સમાચારને ફગાવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina