અભિનેત્રી તમન્ના ભાટિયાના ઘરે જલ્દી જ ગૂંજશે શરણાઈના સુર, વિજય વર્મા ઘોડી પર ચઢીને આવશે લગ્ન કરવા? આ કારણે લેશે જલ્દી જ નિર્ણય, જાણો

જલ્દી જ થઇ શકે છે તમન્ના ભાટિયા અને વિજય વર્માના લગ્ન ? માતા-પિતાના પ્રેશરમાં અભિનેત્રી લઇ રહી છે મોટો નિર્ણય

tamannaah bhatia vijay varma marriage : દિવાળીના તહેવારો હવે પૂર્ણ થવા આવ્યા છે ત્યારે હવે થોડા જ દિવસોમાં લગ્નની સીઝન પણ શરૂ થવાની છે. આ દરમિયાન સામાન્ય માણસથી લઈને સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાતા જોવા મળવાના છે. કેટલીક ખબરો પણ સામે આવી રહી છે, જેમાં ક્યાં ક્યાં સેલેબ આ વર્ષે લગ્નના બંધનમાં બંધાઈ શકે તેમ છે. એવી જ એક ખબર બૉલીવુડ અભિનેતરુંય તમન્ના ભાટિયા અને અભિનેતા વિજય વર્માને લઈને પણ આવી છે, તે બંને પણ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

પરિવારનું છે દબાણ :

તેલુગુ સિનેમા ડોટ કોમના એક અહેવાલ અનુસાર, તમન્ના ભાટિયા અને વિજય વર્મા ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તમન્ના ભાટિયા પર તેના પરિવાર દ્વારા લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને આવી સ્થિતિમાં તે જલ્દી જ વિજય વર્મા સાથે લગ્ન કરી શકે છે. તમને જણાવી દઈએ કે દર્શકો પણ વિજય અને તમન્નાની જોડીને પસંદ કરે છે અને કેટલીકવાર પેપ્સ પણ કપલને એકબીજાના નામ સાથે ચીડવતા જોવા મળે છે.

ઘણા સમયથી ચાલી રહી છે અફેરની ખબરો :

તમન્ના ભાટિયા અને વિજય વર્મા હવે એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં શરમાતા નથી. આ વર્ષની શરૂઆતમાં તમન્ના અને વિજય ‘લસ્ટ સ્ટોરીઝ 2’માં જોવા મળ્યા હતા. આ પછી બંનેએ પોતાના સંબંધોને લઈને હેડલાઈન્સ બનાવી હતી. હવે, એવું લાગે છે કે બંને તેમના સંબંધોને આગલા સ્તર પર લઈ જવા માટે તૈયાર છે કારણ કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરવાનું વિચારી રહ્યા છે.

અભિનયથી જીત્યા છે દર્શકોના દિલ :

તમને જણાવી દઈએ કે વિજય વર્મા અને તમન્ના ભાટિયા બંનેએ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. વિજય વર્માએ હાલમાં જ કેટલીક દક્ષિણ ભારતીય ફિલ્મો પણ સાઈન કરી છે. બીજી તરફ રિપોર્ટ અનુસાર તમન્ના પાસે હજુ સુધી કોઈ ફિલ્મ નથી પરંતુ આ વર્ષે તેની જેલર અને ભોલા શંકર રિલીઝ થઈ હતી. જેલરનું વિશ્વવ્યાપી કલેક્શન 600 કરોડથી વધુ હતું. તમન્નાના ડાન્સ સ્ટેપ પણ વાયરલ થયા હતા.

Niraj Patel