ખબર ફિલ્મી દુનિયા

‘બાહુબલી’ની અભિનેત્રીની આ પાકિસ્તાની ક્રિકેટર સાથે સગાઈની આવી હતી ખબરો, જાણો શું છે હકીકત

બૉલીવુડ કલાકારોની પર્સનલ લાઈફ વિશે દરેક કોઈ  જાણવા માગતા હોય છે ખાસ કરીને તેના ચાહકો. સાથે સાથે તેઓની ડેટિંગ, રિલેશનશિપ, લગ્ન વિશેની ખબરો પણ સામે આવી જ જાય છે. એવું જ કંઈક ફિલ્મ બાહુબલીની અભિનેત્રી તમન્ના ભાટિયા અને પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ રજ્જાક સાથે થયું હતું.

Image Source

ઘણા સમય પહેલા તમન્ના અને અબ્દુલની એક તસ્વીર સામે આવી હતી, જેમાં બંન્ને દુબઈની એક જવેલરી શોપમાં ઘરેણાની ખરીદી કરતા દેખાઈ રહ્યા હતા, જેના પછી એવી ચર્ચા થવા લાગી કે બંન્ને લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે આ ખબર પર તમન્ના એ જાતે જ હકીકત જણાવી દીધી હતી.

Image Source

જણાવી દઈએ કે આ તસ્વીર વર્ષ 2017 માં દુબઈમાં થયેલા એક ઇવેન્ટ સમયની છે. જેમાં તમન્ના અને અબ્દુલને મુખ્ય મહેમાનના સ્વરૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા.

Image Source

તમન્નાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં આ અફવાને ખોટી જણાવતા કહ્યું હતું કે,”અબ્દુલ રજ્જાક એક અભિનેતા હતા, એક ક્રિકેટર હતા અને હવે તે એક ડોક્ટર છે. આ અફવાને જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે હું હસબન્ડ શૉપિંગની મજા લઇ રહી છું. મને પ્રેમમાં હોવાનો વિચાર સારો લાગે છે, પણ જ્યારે મારા પર્સનલ જીવનની વાત આવે છે, તો હું આવી ખબરોનું સમર્થન નથી કરતી”.

Image Source

આ સિવાય તમન્નાએ એવું પણ કહ્યું હતું કે હાલ તે ફિલ્મો અને પોતાની કારકિર્દી પર ધ્યાન આપી રહી છે અને હાલ તેનો લગ્ન કરવાનો કોઈ જ વિચાર નથી. જણાવી દઈએ કે અબ્દુલ પહેલાથી જ વિવાહિત છે અને બે બાળકોના પિતા પણ છે.

Image Source

તમન્નાએ સાઉથની સાથે સાથે બોલીવુડમાં પણ કામ કર્યું છે. બોલીવુડમાં તમન્નાએ અજય દેવગન સાથેની ફિલ્મ હિંમતવાલા દ્વારા એન્ટ્રી લીધી હતી. આ સિવાય ફિલ્મ બાહુબલીમાં તમન્નાએ દમદાર અભિનય કરીને લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી.