‘લસ્ટ સ્ટોરીઝ 2’માં ઇંટીમેટ સીન આપી સનસની મચાવનાર તમન્ના ભાટિયા ખુદ નથી જોઇ શકતી પરિવાર સાથે સેક્સ સીન અને ચાહકોને કરે છે પરિવાર સાથે જોવાની અપીલ….વાહ

આ સાઉથની સંસ્કારી હિરોઈન ખુદ નથી જોઇ શકતી પરિવાર સાથે સેક્સ સીન અને ચાહકોને કરે છે પરિવાર સાથે જોવાની અપીલ….વાહ, જુઓ ફોટાઓ

તમન્ના ભાટિયા અને વિજય વર્માની ‘લસ્ટ સ્ટોરીઝ 2’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ ગઈ છે. આ સિરીઝમાં વિજય અને તમન્નાના બોલ્ડ સીન્સને લઈને ઘણી ચર્ચા થઈ હતી. જેમાં અભિનેત્રીએ પહેલીવાર સ્ક્રીન પર કિસિંગ અને ઇંટીમેટ સીન કર્યા છે. આવી સ્થિતિમાં, તમન્નાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે તેના પરિવાર સાથે સેક્સ સીન જોયા પછી કેવી પ્રતિક્રિયા આપતી.

ન્યૂઝ18ને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં તમન્ના ભાટિયાએ ખુલાસો કર્યો હતો કે લસ્ટ સ્ટોરીઝ 2માં 18 વર્ષ પછી કિસિંગ પોલિસી તોડવી એ એક મોટો પડકાર હતો. હું પણ એ જ પ્રેક્ષકોનો ભાગ હતી જે પરિવાર સાથે આવા દ્રશ્યો જોઈને અસ્વસ્થતા અનુભવે છે. હું પણ મારા પરિવાર સાથે આવા દ્રશ્યો જોતી વખતે અહીં-ત્યાં જોવાનું શરૂ કરું છું. આ જ કારણ છે કે મેં મારા કરિયરમાં ક્યારેય ઈન્ટિમેટ સીન નથી કર્યા.

તમન્ના ભાટિયાએ વધુમાં કહ્યું કે આ સફર મારા માટે સરળ ન હતી. એક અભિનેત્રી જેના માટે આ બધું કરવું ખૂબ જ મુશ્કેલ હતું. હવે હું મારી જાતને શોધી રહી છું અને જુદા જુદા પાત્રોની તલાશમાં છું. જો કે તાજેતરમાં જ ફિલ્મના પ્રમોશન માટે તેણે કહ્યું કે, દર્શકોએ ‘લસ્ટ સ્ટોરીઝ 2’ કોઈપણ ખચકાટ વિના જોવી જોઈએ કારણ કે તેમાં ‘લસ્ટ’ કરતાં ઘણું બધું છે. જણાવી દઈએ કે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન તમન્ના ભાટિયાએ કહ્યું હતું કે તેણે લસ્ટ સ્ટોરીઝ 2માં 18 વર્ષ જૂનો નો કિસિંગ નિયમ તોડ્યો છે.

આ સિરીઝમાં અભિનેત્રીએ તેના બોયફ્રેન્ડ વિજય વર્મા સાથે ઘણા બોલ્ડ સીન્સ કર્યા છે. લસ્ટ સ્ટોરીઝ 2 OTT નેટફ્લિક્સ પર 29 જૂને રિલીઝ કરવામાં આવી હતી, જેમાં 4 અલગ-અલગ કહાનીઓ છે. બીજી તરફ પાત્રોની વાત કરીએ તો વિજય વર્મા અને તમન્ના ભાટિયા સિવાય કાજોલ, કુમુદ મિશ્રા, મૃણાલ ઠાકુર, નીના ગુપ્તા અને અંગદ બેદી છે. હાલમાં, આ સીરીઝને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.

Shah Jina