સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અજીબો ગરીબ વીડિયોથી ભરેલું પડ્યું છે, જેમાં તમને દુનિયાભરની અંદર થતી અવનવી ઘટનાઓ જોવા મળી જતી હોય છે, તો ઘણા એવા વ્યક્તિઓ પણ જોવા મળે છે જે તેમના શરીરની વિશિષ્ઠ રચનાના કારણે સોશિયલ મીડિયામાં છવાઈ જતા હોય છે, હાલ એવા જ એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં તેની હાઈટ જોઈને તમે પણ હેરાન રહી જશો.
દુનિયામાં વિવિધ આકાર અને કદના લોકો છે. કેટલાક ખૂબ મોટા હોય છે, કેટલાક ખૂબ પાતળા હોય છે. કેટલાક ખૂબ ટૂંકા હોય છે અને કેટલાક ખૂબ ઊંચા હોય છે. જો કે મોટાભાગના લોકો એવરેજ હોય છે, પરંતુ આજકાલ આવા જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેના સામે ઉભેલી કાર રમકડા જેવી લાગે છે. આ ઉંચા માણસનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર રીતે જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે.
વીડિયોમાં વ્યક્તિની લંબાઈ જોઈને તમને આશ્ચર્ય થશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ એટલો ઊંચો છે કે જ્યારે તે કારની પાસે ઉભો રહે છે ત્યારે કાર કોઈ રમકડા જેવી લાગે છે. આ ઉપરાંત જ્યારે તે કારમાં બેસવા માટે જાય છે, ત્યારે એવું લાગે છે કે તે નાના બાળકોની કારમાં સવાર થઈ રહ્યો છે. જ્યારે તે વ્યક્તિ કારની નજીક ઉભો હોય છે, ત્યારે કારની ઊંચાઈ તેની કમર સુધી પણ નથી પહોંચતી.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે જેવો વ્યક્તિ કારની અંદર બેસવાનો પ્રયાસ કરે છે, તેનું માથું કારની છત સાથે અથડાય છે. દરમિયાન, તેના પગની લંબાઈ જોવા જેવી છે. તેના પગની લંબાઈ કારના દરવાજા કરતા થોડી ઓછી છે. તમને જણાવી દઈએ કે વીડિયોમાં દેખાતા વ્યક્તિનું નામ નસીર સૂમરો છે. નસીર સૂમરો પાકિસ્તાનનો રહેવાસી છે. તે પાકિસ્તાનનો બીજો સૌથી ઊંચો માણસ છે.
View this post on Instagram
48 વર્ષીય સુમરોની ઊંચાઈ સાત ફૂટ દસ ઈંચ છે. તે આ ઉંમર સુધી જીવનારા વિશ્વના સૌથી ઊંચા લોકોમાંના એક છે. તેની ઊંચાઈના કારણે તે ખૂબ જ બીમાર રહે છે. 22 એપ્રિલે તેનો એક વીડિયો યુટ્યુબ પર જોવા મળ્યો છે. આ વીડિયોમાં તે બે લોકોની મદદથી માર્કેટમાં ફરતો જોવા મળે છે. કારમાં સવાર નસીરનો વીડિયો helicopter_yatra_ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર અપલોડ કરવામાં આવ્યો છે.