જીવનશૈલી

બેયર ગ્રિલ્સને PM મોદીજીએ કહ્યું-17 વર્ષની ઉંમરમાં શા માટે છોડ્યું હતું ઘર, જાણો 7 ખાસ વાતો

ડિસ્કવરી ચેનલના પ્રસિદ્ધ પ્રોગ્રામ ‘મૈન વર્સીઝ વાઈલ્ડ’નો એપિસોડ લોકો માટે ખુબ દિલચસ્પ રહ્યો છે જેમાં સુપરસ્ટાર બેયર ગ્રિલ્સની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ નજરમાં આવ્યા છે.ગ્રિલ્સનું કહેવું છે કે મોદીજી ખુબ જ ઉર્જાવાન અને ઉત્સાહી છે.મોદીજીએ ગ્રિલ્સને કહ્યું કે જ્યારે તે 17 થી 18 વર્ષના હતા ત્યારે તેમણે પોતાના ઘરને છોડી દીધું હતું.તે દુનિયાના સમજવા માગતા હતા. તેમણે કહ્યું કે,”મને પ્રકૃતિ ખુબ જ પસંદ હતી માટે હું હિમાલયમાં ગયો. ત્યાંના લોકો સાથે મેં ખુબ જ સમય વિતાવ્યો અને ઘણા મોટા તપસ્વીઓ સાથે મળવાનું થયું”.આજે અમે તમને મોદીજી-ગ્રિલ્સના આ વાર્તાલાપની અમુક ખાસ વાતો જણાવીશુ.

1. આ દરમિયાન ગ્રિલ્સએ મજાક કરતા કહ્યું  કે,”તમે ભારતના સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છો અને મારું કામ તમને જીવિત રાખવાનું છે”. આ દરમિયાન મોદીજીએ કહ્યું કે લોકોના સપનાઓ પુરા કરવામાં તેને ખુશી મળે છે અને તેનું પૂરું ધ્યાન વિકાસ પર છે.જ્યારે એક સવાલના જવાબમાં મોદીજીએ કહ્યું કે,”મારા પદનો નશો ક્યારેય મારા મસ્તક પર નથી ચઢતો”.

2.એક સવાલ નો જવાબ આપતા મોદીજી કહે છે કે,”જો મને આજની યુવા પેઢીને કંઈક કહેવાંનું થાય તો હું એ કહીશ  કે જીવનને ટુકડા ટુકડામાં વહેંચીને જોવું ન જોઈએ.જ્યારે આપણે આપણા જીવનને સમગ્રમાં જોઈએ છીએ જેમાં ઉતાર-ચઢાવ બંન્ને જ હોય છે.જો તમે જીવનના ઉતાર પર છો તો તેના વિશે વધારે ન વિચારો, કેમ કે ઉપર ચઢવાનો રસ્તો ત્યાંથીજ ખુલ્લે છે.

3.જ્યારે ગ્રિલ્સએ કહ્યું કે શું તેમણે ક્યારેય પ્રધાનમંત્રી બનવાનું સપનું જોયું હતું તેના પર મોદીજીએ કહ્યું કે,”તેનું ધ્યાન હંમેશા દેશના વિકાસ પર જ રહ્યું છે.હું પહેલા એક રાજ્યનો મુખ્યમંત્રી હતો. મેં 13 વર્ષ સુધી મુખ્યમંત્રી સ્વરૂપે કામ કર્યું હતું, જે મારા માટે એકદમ નવો રસ્તો હતો, હાલ મારા દેશે એ નક્કી કર્યું છે કે મારે આ કામ કરવાનું છે માટે હું તેને આગળના પાંચ વર્ષોથી કરી રહ્યો છું”.

4.મોદીજી કહે છે કે,”મને એવું ક્યારેય પણ ન લાગ્યું કે હું કોણ છું? જ્યારે હું મુખ્યમંત્રી હતો અને હવે હું પ્રધાનમંત્રી છું, હું માત્ર મારા કામ વિશે અને મારી જવાબદારીઓ વિશે જ વિચારું છું.મારું પદ ક્યારયે પણ મારા માથા પર ચઢીને નથી બોલતું”.બાળપણની યાદ કરતા મોદીજીએ કહ્યું કે ગરીબી હોવા છતાં પણ તેનો પરિવાર હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલો રહ્યો.

5.મોદીજીએ કહ્યું કે,”આ જોડાણ એવું હતું કે પૈસા ન હોવા છતાં પણ મારા પિતાજી 20 થી 30 પોસ્ટકાર્ડ ખરીદતા હતા અને પોતાના ગામમાં થનારા પહેલા વરસાદના સમાચાર દરેક સગા સંબંધીઓને આપતા હતા. શો ના દરમિયાન લાકડાનો ભાલો આપતા ગ્રિલ્સએ મોદીજીને જંગલમાં રહેનારા વાઘથી ચેતવણી આપી તો તેના પર મોદીજીએ કહ્યું કે,”ઈશ્વર બધાનું ધ્યાન રાખે છે”.

6. ગ્રિલ્સના એ પૂછવા પર કે તે એક સારા વિદ્યાર્થી હતા, તેના પર હસતાં-હસતાં મોદીજીએ કહ્યું કે,”હું એ ન કહી શકું કે હું એકે સારો વિદ્યાર્થી હતો”. તેમણે આગળ કહ્યું કે ગરીબી હોવા છતાં પણ તેને એકદમ સ્વચ્છ કપડા પહેરીને શાળાએ જવું પસંદ હતું અને તે તાંબાના લોટામાં કોલસો સળગાવીને કપડાને ઈસ્ત્રી કરતા હતા. મોદીજીએ કહ્યું કે તેમણે કિશોરાવસ્થામાં જ ઘર છોડી દીધું અને ઘણો સમય હિમાલયમાં વિતાવ્યો હતો.

7.મોદીજીએ કહ્યું,”પણ મારું ધ્યાન હંમેશા એક જ વસ્તુ પર રહ્યું છે, તે છે વિકાસ અને હું તેનાથી સંતુષ્ટ છું.આજે જો હું આ પરિસ્થિતિને રજા માની લઉં, તો મારે એ કહેવું પડશે કે હું 18 વર્ષમાં પહેલી વાર રજા લઇ રહ્યો છું”.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks