અફઘાનિસ્તાનમાં આખરે છેડાઈ ગયું વિરોધ પ્રદર્શન, તાલિબાનીઓએ એવું કામ કર્યું કે જોઈને હચમચી જશો

છેલ્લા 5 દિવસથી અફઘાનિસ્તાનમાં ભયનો માહોલ વ્યાપેલો છે, લોકો ભયના માર્યા દેશ પણ છોડી રહ્યા છે, તો ઘણા લોકો હજુ દેશની અંદર જ છે, પરંતુ હવે વિરોધ માટે અવાજ ઉઠવાનું પણ શરૂ થઇ ગયું છે. તાલિબાન વિરુદ્ધ લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું છે અને તે ઘણા શહેરોમાં પણ ફેલાઈ ગયું છે. જેમાં રાજધાની કાબુલ પણ સામેલ છે.

મીડિયામાં આવી રહેલી ખબર પ્રમાણે જાણવા મળ્યું છે કે ગુરુવારના રોજ કુનાર પ્રાંતમાં અસદાબાદમાં તાલિબાનીઓના વિરોધ કરી રહેલા કેટલાક લોકો ઉપર ગોળીબારી પણ કરવામાં આવી છે. જેમાંથી કેટલાકના મોત પણ થઇ ગયા છે. તો બીજી તરફ કાબુલમાંથી પણ ગોળીબારીની ખબર આવી રહી છે. તાલિબાનીઓએ હવામાં ફાયરિંગ કર્યું હતું.

19 ઓગસ્ટે અફઘાનિસ્તાન સ્વતંત્રતા દિવસે દેશના અલગ-અલગ વિસ્તારોમાં અફઘાની જનતા રાષ્ટ્રીય ઝંડા લઈને રોડ પર વિરોધપ્રદર્શન કરવા નીકળ્યા હતા. અફઘાનિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં થઈ રહેલાં વિરોધપ્રદર્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યાં છે. મોટાભાગના લોકો તાલિબાન પાસે તેમની આઝાદીની માગણી કરી રહી છે. આ વિરોધ પ્રદર્શનોમાં મહિલાઓ પણ આગળ જોવા મળી રહી છે.

મહિલાઓ સહિત હજારો પ્રદર્શનકારીઓ કાબુલમાં રાષ્ટ્રીય ધ્વજ લહેરાવીને ‘અમારો ઝંડો, અમારી ઓળખ’ના નારા લગાવતા ભેગા થયા હતા. તાલિબાન લડાકુઓએ ભીડને વિખેરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને ઘેરીને બૂમો પાડીને હવામાં રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. રસ્તા પર એક સ્થાનિક સાઇકલ પર અફઘાનિસ્તાનનો ઝંડો પહેરીને જતો હતો ત્યારે તાલિબાનોએ તેમની ગાડી રોકીને તે સાઇકલચાલકનો ઝંડો ઊતરાવી લીધો હતો અને તેને માર પણ માર્યો હતો.

Niraj Patel