ખબર

સત્તા હાથમાં આવતા જ તાલિબાનીઓએ બતાવ્યો પોતાનો રંગ, 2300 ખૂંખાર આતંકવાદીઓને અફઘાનિસ્તાનની જેલમાંથી છોડી મુક્યા

તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન ઉપર રાજ કરી લીધા બાદ ઘણી દર્દનાક તસવીરો સામે આવી રહી છે. કાબુલ એરપોર્ટના દૃશ્યોએ આખી દુનિયાને હસીમચાવી નાખી છે ત્યારે હવે વધુ એક એવી ખબર આવી રહી છે. તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની જેલમાં બંધ એવા ખુંખાર 2300 આતંકવાદીઓને છોડી મુક્યા છે.

છોડી મુકવામાં આવેલા આ આતંક્વાદીઓમાં ડેપ્યુટી ચીફ ફકીરા મોહમ્મદને પણ જેલમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા છે. છોડી મુકવામાં આવેલા આતંકવાદીઓ તહરીક એ તાલિબાન, અલ કાયદા  અને આઈએસઆઈએસના છે. આ બધા જ અફઘાનિસ્તાનની અલગ અલગ જેલોમાં બંધ હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર આ બધા વચ્ચે એ પણ જાણકારી સામે આવી છે કે પાકિસ્તાનનું આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા  અને લશ્કર-એ-ઝાંગવી પણ અફઘાનિસ્તાનમાં હાજર છે. તે કાબુલ અને આસપાસમાં તાલિબાન સાથે મળીને કામ કરી રહ્યું છે.

(પ્રતીકાત્મક તસ્વીર)

મડિયા દ્વારા મળેલી માહિતી અનુસાર આમાંથી કેટલાક કેદીઓ ગયા અઠવાડીએ કાબુલ ઉપર કબ્જો કર્યા બાદ છોડી મુકવામાં આવ્યા હતા. આ લોકો કંધાર, બગરામ અને કાબુલ જેલમાં બંધ હતા. મૌલવી ફકીર મોહંમદની વાત કરીએ તો તે ટીટીપીનો પૂર્વ ડેપ્યુટી ચીફ છે. જેનું છૂટવું પાકિસ્તાન સાથે સાથે અફઘાનિસ્તાન માટે પણ ચિંતાનો વિષય છે.