સત્તા મળવાની સાથે જ તાલિબાન આવી ગયું રંગમાં, જુઓ વાયરલ તસવીરો અને વીડિયોમાં તેમની હરકતો, જોઈને જ ગુસ્સો આવી જશે

અફઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા કબ્જો જમાવી લેતા જ અફઘાનિસ્તાનના લોકોમાં ભય પેસી ગયો અને તે દેશ છોડવા માટે પણ મજબુર બની ગયા. અફઘાનિસ્તાનમાં હાલ ડરનો માહોલ છે ત્યારે તાલિબાની યુવજકોની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

આ વાયરલ વીડિયોની અંદર ભયાનક વરદાતોને અંજામ આપ્યા બાદ તાલિબાની યુવકો એવી એવી હરકોતો કરી રહ્યા છે જેને જોઈને હસવું પણ આવે અને ગુસ્સો પણ આવે. માસુમ લોકોને હેરાન પરેશાન કરીને તાલિબાનીઓ મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા. તમને એવી જ કેટલીક ઘટનાઓ જણાવીશું.

તાલિબાનીઓ સંસદની અંદર પણ બળુકો લહેરાવતા જોવા મળી રહ્યા છે. તો ઘણા લોકો સંસદમાં હસી મજાક પણ કરતા જોવા મળ્યા હતા. ત્યારે ઘણા લોકો આ તસવીરો અને વીડિયો જોઈને એમ પણ કહી રહ્યા છે કે હવે અફઘાનિસ્તાનના કાયદાઓ હવે બંદૂક ઉપર જ ચાલવાના છે.

તો અન્ય એક તસવીરની અંદર તાલિબાની યુવક એકે-47 લઈને સાઇકલ ચલાવી રહ્યો છે. અને એ સાઇકલ પણ લેડીઝ સાઇકલ છે જેને જોઈને પણ કેટલાક લોકો આ વ્યક્તિ ઉપર હસી રહ્યા છે. તો ખતરનાક હથિયારો લઈને આ વ્યક્તિ ખુબ જ આરામથી રસ્તાઓ ઉપર ફરી રહ્યો છે.

એક તસ્વીરમાં એક વ્યક્તિ સફેદ ટોપી પહેરી, હાથમાં સીટી લઈને ટ્રાફિક હવાલદારની જેમ રોડની વચ્ચે ઉભેલો છે. તેના ખભા ઉપર પણ એકે-47 રાઇફલ ટિંગાયેલી છે. ઘણા લોકો આ વ્યક્તિને જોઈને મજાકમાં તેને અફઘાનિસ્તાનનો નવો ટ્રાફિક ઇન્સ્પેકટર પણ કહી રહ્યા છે.

એક બીજી વાયરલ થઇ રહેલી તસ્વીરની અંદર બે તાલિબાનીઓ કોઈ ઓફિસમાં બેઠેલા જોઈ શકાય છે. સામે એક ફરિયાદી પણ ઉભો છે. ઓફિસની દીવાલ ઉપર પણ એકે-47 રાઇફલ ટિંગાયેલી છે. યુઝર્સનું કહેવું છે કે આ પહેલું એવું પબ્લિક ઓફિસ હશે જ્યાં ખતરનાક હથિયારો સાથે ખુલ્લેઆમ કામ ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી એક અન્ય તસ્વીરમાં તાલિબાનીઓ હાથમાં આઈસ્ક્રીમ અને રાઇફલ લઈને ઉભેલા દેખાઈ રહ્યા છે. તેમના એક હાથમાં આઈસ્ક્રીમ છે, તો બીજી હાથમાં એકે-47. આ તસ્વીર જોઈને પણ અફઘાનિસ્તાનની હાલતનો અંદાજો લગાવી શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તાલીબાનીઓ અફઘાનિસ્તાનમાં કબ્જો કર્યા બાદ આખરે ત્યાં શું કરી રહ્યા છે તેના પણ કેટલાક વીડિયો સામે આવ્યા છે. જે જોઈને કોઈને પણ ગુસ્સો આવી શકે તેમ છે. આ ઘટનાના ઘણા વીડિયો પણ વાયરલ થયા છે. જેમાં એક વીડિયોની અંદર જોઈ શકાય છે કે તાલિબાનીઓ જિમની અંદર મોજ મસ્તી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો સામે આવેલા બીજા એક વીડિયોની અંદર પણ તાલિબાનીઓ કોઈ પાર્કની અંદર કાર રાઈડની મજા માણતા દેખાઈ રહ્યા છે. આ પણ તેમની એક દહેશતગર્દીનું એક મોટું ઉદાહરણ જોવા મળી રહ્યું છે. તેને જોઈને પણ લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો બીજો એક વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે બાળકો માટે બનાવેલા ચિલ્ડ્રન પાર્કમાં ઘૂસીને બાળકો માટે બનાવેલા રમકડાના ઘોડા ઉપર રમતા પણ જોઈ શકાય છે. આ વીડિયોને જોઈને પણ લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે અને કહી રહ્યા છે કે બાળકોની ખુશી છીનવી આ લોકો મોજ મસ્તી કરે છે.

Niraj Patel