કાબુલ જઈશું, આઈસ્ક્રિમ ખાઈશું … તાલિબાન સૈનિકોની આ 7 તસવીરોએ ધૂમ મચાવી દીધી

અફઘાનિસ્તાન પર કબજો કર્યા પછી તાલિબાનના લડવૈયા માટે મોજ મસ્તીનો સમય શરુ થઇ ગયો છે. ક્યારેક તે બમ્પર કારની સવારી કરતા જોવા મળે છે તો ક્યારેક આઇસ્ક્રિમની મજા માણે છે.

તસ્વીરને ધ્યાનથી જુઓ. પહેલી જ નજરમાં જો તમે બંદૂક મિસ કરી ગયા તો તમે બતાવી જ નઈ શકો કે હાથમાં આઈસ્ક્રિમ લીધેલ આ લોકો તાલિબાનીથી જોડાયેલા છે. અફઘાનિસ્તાન પર હવે આ લોકોની જ હકુમત ચાલે છે. 20 વર્ષ પછી ફરી સત્તામાં આવ્યા છે તો એ બધી જ કસર નીકાળી રહ્યા છે.

પાછલાં દિવસોમાં તાલિબાની લડવૈયાના નાચવાનો વીડિયો વાઇરલ થયો હતો. થીમ પાર્કમાં હિંચકા પર અને ગાડી ચલાવવાનો વીડિયો પણ વાઇરલ થઇ ચુક્યો છે.

તાલિબાની લડવૈયાને હમણાં હમણાં આઈસ્ક્રિમનો શોખ ચડ્યો છે અને સોશિયલ મીડિયા પર લાઇમટાઈમ પણ પામી રહ્યા છે. ટ્વીટર પર તેમની અજીબો ગરીબ અંદાજના લીધે તાલિબાની લડવૈયાની ખુબ જ નિંદા થઇ રહી છે.

તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન ઉપર રાજ કરી લીધા બાદ ઘણી દર્દનાક તસવીરો સામે આવી રહી છે. કાબુલ એરપોર્ટના દૃશ્યોએ આખી દુનિયાને હસીમચાવી નાખી છે ત્યારે હવે વધુ એક એવી ખબર આવી રહી છે. તાલિબાનીઓએ અફઘાનિસ્તાનની જેલમાં બંધ એવા ખુંખાર 2300 આતંકવાદીઓને છોડી મુક્યા છે.

છોડી મુકવામાં આવેલા આ આતંક્વાદીઓમાં ડેપ્યુટી ચીફ ફકીરા મોહમ્મદને પણ જેલમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યા છે. છોડી મુકવામાં આવેલા આતંકવાદીઓ તહરીક એ તાલિબાન, અલ કાયદા  અને આઈએસઆઈએસના છે. આ બધા જ અફઘાનિસ્તાનની અલગ અલગ જેલોમાં બંધ હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર આ બધા વચ્ચે એ પણ જાણકારી સામે આવી છે કે પાકિસ્તાનનું આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા  અને લશ્કર-એ-ઝાંગવી પણ અફઘાનિસ્તાનમાં હાજર છે. તે કાબુલ અને આસપાસમાં તાલિબાન સાથે મળીને કામ કરી રહ્યું છે.

Krishna Patel