ખબર

અફઘાની મહિલાનું દુઃખ: 14 વર્ષની ઉંમરમાં તાલિબાન લડાકુ સાથે થયા હતા લગ્ન, રાત્રે પતિએ બંને દીકરીઓને…

ભારતમાં રહેતી ફરિબાએ તાલિબાનોની એવી ગંદી ગંદી કાળી કરતૂત ખોલી કે તમે કહેશો આ તો રાક્ષશ જેવા છે

તાલિબાન કઈ રીતે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને બાળકોને પરેશાન કરે છે તેની વાતો તમે પુસ્તકોમાં કે ફિલ્મોમાં જોઈ હશે. પરંતુ અફઘાનિસ્તાનના નાગરિકોના દુઃખ જો તમે નજીકથી જાણવા માંગતા હોય તો દિલ્લીના ભોગલ વિસ્તારમાં આવો. અહીં ભાડાના એક નાના મકાનમાં ફરીબા નામની એક મહિલા રહે છે.

એકલી તેના દેશથી દૂર રહેવા છતાં તે ખુશ છે. કારણ છે, ભારતમાં એક ઈજ્જત અને શાંતિની જીંદગી..પરંતુ તમે ફરીબાથી તેની જીંદગીના કિસ્સા સાંભળશો તો તમારી આંખો ભીની થઇ જશે, તમને ખરા અંદાજમાં તાલિબાનોની ક્રૂરતા વિષે ખ્યાલ આવી જશે.

ફરીબાના લગ્ન એક તાલિબાન લડાકુ સાથે થયા હતા. તેના ઘરવાળાએ તેના લગ્ન 14 વર્ષની ઉંમરમાં જ કરી નાખ્યા હતા.બાદમાં તેમને બે દીકરીઓ જન્મી, તો પિતાએ પોતાની બંને દીકરીઓને વેચી નાખી. ફરીબા 26 વર્ષો સુધી આ બધી યાતનાઓ સહન કરી છે પરંતુ હવે તે પોતાનું જીવનને પાટા પર લાવવાની કોશિશ કરી રહી છે. તાલિબાની પતિએ તેને કઈ રીતે હેરાન પરેશાન કરી તેના શબૂત તેના શરીર પર પડેલા હજારો ઘા ના નિશાન છે. હવે ભારતમાં સારવાર કરાયા પછી ફરીબાની હાલત સારી છે.

ફરિબાનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો.એટલા માટે 14 વર્ષની ઉંમરમાં તેના લગ્ન કરી નાખવામા આવ્યા હતા. અફઘાનિસ્તાનમાં મહિલાઓને પોતાની જાતે યુવકને પસંદ કરવાની આઝાદી નથી. ફરીબાનું કહેવું છે કે લગ્ન બાદ તેને ચાર દીકરીઓ જન્મી હતી. થોડા જ દિવસોમાં તેના પતિએ તેની આદતો પુરી કરવા માટે તેણે  તેની મોટી દીકરીને વેચી દીધી

.ફરીબા તેના પતિ અને તેના સસરાવાળા જોડે તેની દીકરી બચાવવાની ભીખ માંગી, પણ બધું જ બેકાર હતું.નાતો તેનો પતિ માન્યો કે ના તેના સાસરીવાળા માન્યા. તેના પછી તેણે તેની બીજી દીકરી પણ વેચી દીધી. ફરિદાએ કહ્યું છે કે જયારે મારા પતિએ બીજી દીકરીને વેચી તો મારી દીકરીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી અને તેના પછી ખબર નથી કે એ મારી દીકરીને ક્યાં મૂકી આવ્યો કે જેનો અત્યાર સુધી એનો કોઈ પત્તો નથી.

ત્યારે જ તે સમજી ગઈ હતી કે આ તાલિબાની છે અને તે તાલિબાનના ઈશારા પર કામ કરે છે. પોતાની જ દીકરીઓ ના વેચાણથી ફરીબા તૂટી ગઈ. રૂમ ના એક નાના ખૂણામાં એક પુસ્તકના પાનની વચ્ચે એક જૂની તસ્વીર છુપાયેલી છે. એક એવી તસ્વીર જેમાં બે આંગળીયોને બતાવામાં આવી છે  જે કપાઈને અલગ થઈ ગઈ છે.

આંગળીયો સીવ્યા પછી ડોક્ટરોએ તસ્વીર ખેંચી હતી. ફરીબાએ તસ્વીરને તાલિબાનો દ્વારા કરેલા અત્યાચારોની યાદ અપાવવા રાખી છે. એના આખા શરીર પર આવા કેટલાય ઘા છે. ફરીબા હવે દિલ્લીના લાજપતનગર વિસ્તારમાં એક જિમ ટ્રેનરનું કામ કરે છે.

ફરીબા કહે છે કે મારી ભારત સરકારને અપીલ છે કે તે અમને મદદ કરે, હું ચાર વર્ષથી અહીંયા છું પરંતુ હજી સુધી રેફ્યુજી કાર્ડ નથી મળ્યું. એક હું છું અને મારી બે દીકરીઓની જીંદગી બચાવા માંગુ છું. બે દીકરીઓને ખોઈ ચુકી છું, પણ મારી પાસે બે દીકરીઓ છે તેમને ભણાવી ગણાવીને એક સારા માણસ બનાવ માંગુ છું.મારી ભારત સરકારને એ જ ગુજારીશ છે કે તે અમારી મદદ કરે અને અમે સુરક્ષિત રીતે રહી શકીયે અને મારી જેમ કોઈ યુવતી ફરીબા ના બને.