તાલિબાને પાર કરી દીધી બર્બરતાની તમામ હદો, કાઢી નાખી લેડી ઓફિસરની આંખો અને પછી…જણાવી આપવીતી

રાક્ષસ કરતા પણ ક્રૂર છે તાલિબાનીઓ, અફઘાનિસ્તાનની મહિલા ઓફિસર સાથે જે કર્યું તે સાંભળીને લોહી ઉકલી ઉઠશે

તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાન ઉપર કબ્જો કરી લીધા બાદ ત્યાંની હાલત ખુબ જ ખરાબ છે. તાલિબાની દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને કહેવામાં આવ્યું હતું કે અફઘાનિસ્તાનની નવી સરકારમાં બધા જ લોકોની ભાગીદારી હશે અને તાલિબાની લડાકોને સ્ત્રીઓ સાથે વાત કરવાની તાલીમ પણ આપવામાં આવશે. પરંતુ અફઘાનિસ્તાનની મહિલાઓના જણાવ્યા પ્રમાણે તાલિબાનીઓ આવું ફક્ત દેખાડો કરવા માટે કહે છે. પરંતુ હકીકત સાવ અલગ છે.

ભારતમાં આવેલી અફઘાનિસ્તાનની લેડી ઓફિસર દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે તાલિબાનીઓ તેની આંખો પણ કાઢી લીધી અને તેની સાથે તાલિબાનીઓએ બર્બરતાની બધી જ હદો પણ પર કરી દીધી હતી. ઝી ન્યુઝ સાથે ખાસ વાત કરતા આ મહિલા ઓફિસરે તેની સાથે બનેલી ઘટનાનું વર્ણન કર્યું હતું.

તાલિબાનીઓનો શિકાર બનેલી અફઘાનિસ્તાનની આ મહિલા ઓફિસર ખાતીરા હાશ્મી અફઘાનિસ્તાનના ગજની પ્રાંતના પોલીસ વિભાગમાં મહિલા ઓફિસર હતી. પોલીસમાં ભરતી થવું ખાતીરા માટે કોઈ સપનાથી જરા પણ કમ નહોતું. કારણ કે પોલીસમાં ભરતી થવાનું મન તે ઘણા પહેલાથી જ બનાવી ચુકી હતી. તે જાણતી હતી કે મહિલાઓનું કામ કરવું તાલિબાનીઓને ક્યારેય નહિ ગમે તે છતાં પણ તે પાછળ ના હટી.

ખાતીરા માટે તાલિબાન માથા ઉપર ખતરાની ઘંટડી સમાન હતો, તેને પણ ખબર હતી જ કે તાલિબાનીઓને ખબર પડી જશે કે તે ઘરની બહાર કામ કરવા માટે જાય છે. છેવટે એક દિવસે તાલિબાનીઓનો ફોન આવી ગયો. ભલે તે દિવસે તે તાલિબાનીઓ પાસે હકીકત છુપાવવામાં સફળ રહી હોય, પરંતુ તેનો આ પ્રયત્ન વધારે દિવસ સુધી ટકી ના શક્યો અને એક દિવસ તાલિબાનીઓ ખાતિરાના ઘરે પહોંચી ગયા.

તાલિબાનીઓએ ખાતિરાના સપનાને રગદોળી નાખ્યા આજે ખાતિરા એક જીવતી લાશ બનીને રહી ગઈ છે. તેના ઉપર 7 જૂન 2020ના રોજ સંદિગ્ધ તાલિબાની લડાકુઓના એક સમૂહે હુમલો કર્યો હતો. ખાતિરાએ તાલિબાનીઓની ક્રૂરતાની કહાની જણાવતા કહ્યું, “તેમાંથી બેની પાસે બંદુકો હતી. જયારે તેમને મને ગોળી મારી ત્યારે ગોળી મારી પીઠ અને હાથ ઉપર વાગી. તે છતાં પણ હું ઉભી રહી શકતી હતી. પરંતુ જયારે એક ગોળી મારા માથામાં વાગી તો મને ખબર જ ના પડી કે શું ચાલી રહ્યું છે અને હું જમીન ઉપર પડી ગઈ.”

તાલિબાની લડાકુઓની ક્રૂરતા અહીંયા જ ખતમ નહોતી થઇ. આ હુમલાવરોએ ખાતિરાની આંખો ઉપર પણ ચાકુથી વાર કર્યો. ખાતિરાએ જણાવ્યું કે, “તાલિબાનીઓને ડર હતો કે ક્યાંક હું તેમને ઓળખી ના જાઉં અને તેમને મારી આંખો કાઢી લીધી.” ભલે તાલિબાનીઓ દુનિયા સામે મોટી મોટી વાતો કરી અને દેખાડો કરતા હોય, પરંતુ તેમની અસલ હકીકત તો અફઘાનિસ્તાનમાં જે સ્ત્રીઓ તાલિબાનીઓનો શિકાર બની છે તે બખૂબી જાણે છે.

Niraj Patel