એક હાથમાં પોતાના દિવંગત પિતાની તસવીર અને બીજા હાથે દાદાનો હાથ પકડી કન્યાએ લગ્ન મંડપમાંથી લીધી વિદાય, કહાનીએ લાવી દીધા આંખોમાં આંસુ, જુઓ વીડિયો

કન્યા વિદાયની ક્ષણ ખુબ જ ભાવુક કરી દેનારી ક્ષણ હોય છે. કન્યા વિદાયમાં જો કોઈ વ્યક્તિની આંખોમાં સૌથી વધુ આંસુ હોય તો તે દીકરીના પિતા છે. હંમેશા પથ્થર જેવું કાળજું લઈને ફરતો પિતા પણ દીકરીના વિદાય સમયે ધ્રુસકે ધ્રુસકે રડી પડતો હોય છે, ત્યારે દરેક દીકરી માટે પણ તેના લગ્નમાં તેના પિતાની હાજરી ખુબ જ અગત્યની હોય છે, ત્યારે જો પિતા હયાત ના હોય તો દીકરી ઉપર શું વીતતી હોય તે એક દીકરી જ જાણી શકે.

હાલ આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે દુલ્હનના પિતાનું અવસાન થયું ત્યારે તે તેમની તસવીર સાથે લગ્નના મંડપમાં પહોંચી હતી. તેના એક હાથમાં તેના પિતાની તસવીર હતી અને બીજા હાથમાં તેણે દાદાનો હાથ પકડ્યો હતો. હ્યુમન્સ ઑફ બોમ્બેએ આ ખૂબ જ ઈમોશનલ વીડિયો શેર કર્યો છે. વીડિયોની દરેક ક્ષણ જોયા પછી તમારી આંખો ભીની થઈ જશે.

લગ્નના મંડપને આગળ શણગારવામાં આવે છે અને પછી કન્યાની એન્ટ્રી થાય છે. એક હાથમાં સ્વર્ગસ્થ પિતાની તસ્વીર અને બીજા હાથમાં દાદાનો હાથ. કન્યાના ચહેરા પર ખુશી અને આંસુ બંને છે. દાદા પણ ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે. દાદા અને કન્યાની પાછળ પરિવારના સભ્યો અને મહેમાનો છે. આ ખુશીના અવસર પર સૌની આંખો ભીની હતી.

આ વીડિયોમાં દેખાતી દુલ્હનનું નામ પ્રિયંકા ભાટી છે. તેણે 9 વર્ષની ઉંમરે તેના પિતાને કેન્સરથી ગુમાવ્યા. આ પછી દાદાએ તેની સંભાળ લીધી. પ્રિયંકાએ કહ્યું, ‘જ્યારે મારા પિતાનું નિધન થયું ત્યારે હું 9 વર્ષની હતી. પરંતુ તે વર્ષોમાં મેં તેમને એક એવી વ્યક્તિ તરીકે જોયા જેણે તેમની દીકરી માટે બધું આપ્યું. મને કેરીઓ ખૂબ ગમતી અને ઉનાળાની શરૂઆત થતાં જ તે હંમેશા બોક્સ લઈને ઘરે આવતા હતા.

તેને આગળ જણાવ્યું કે પરંતુ તેમના છેલ્લા 2 વર્ષમાં જ્યારે તેમને કેન્સર હોવાનું નિદાન થયું, ત્યારે તેમણે તેમનો મોટાભાગનો સમય આરામ કરવામાં પસાર કર્યો. પરંતુ તેમ છતાં તે હંમેશા મારા વિશે પૂછતાં હતા. તેથી તેમના અમને છોડ્યા પછી, મેં તેમને ખૂબ જ યાદ કર્યા. મમ્મી પપ્પાની દુકાન સાંભળવા લાગી. પ્રિયંકાએ કહ્યું, ‘મારા પિતાના ગયા પછી મારા દાદાએ મારી સંભાળ લીધી અને મારો ઉછેર કર્યો. હું તેમને ખૂબ જ કઠિન વ્યક્તિ તરીકે જાણતી હતી, જેમની આસપાસ બાળકો રમવાથી ડરતા હતા. પણ પિતાના ગયા પછી તે નરમ બની ગયા. તે ખાતરી કરતા કે હું યોગ્ય રીતે અભ્યાસ કરું છું અને મારી પાસે જે જોઈએ છે તે બધું છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોએ દરેકની આંખો ભીની કરી દીધી છે. એક યુઝરે લખ્યું, ‘હું તેને સંપૂર્ણ રીતે અનુભવી શકું છું… દરેક પિતા તેની પુત્રી માટે સુપરહીરો છે અને તે સ્થાન બીજું કોઈ લઈ શકતું નથી.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તમારી સિદ્ધિઓ જોઈને ખૂબ ગર્વ છે અને તમારા પિતા હંમેશા તમને જોઈ રહ્યા છે આકાશમાંથી. ઉદાસ ન થાઓ, તમારી અને તમારા પરિવારની સંભાળ રાખો. ખાસ કરીને દાદાજી, જેમણે તમને ઉડવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.”

Niraj Patel