ખબર

કોરોના વેક્સીન લેનારા સાવધાન, જો રસી લીધા બાદ દારૂનું સેવન કર્યું છે તો…. જાણો સમગ્ર વિગત

દેશભરમાં કોરોના વાયરસથી છુટકારો મેળવવા માટે લોકો રસીની રાહ જોઈ રહ્યા છે, જ્યારે હવે રસી મળવાની સંભાવનાઓ પણ વધી ગઈ છે ત્યારે રૂસ દ્વારા એક દાવો કરવામાં આવ્યો છે જેમાં કોરોનાની રસી લેનારા વ્યક્તિએ દારૂને હાથ ના લગાવવા ચેતવણી આપવામાં આવી છે. (તમામ તસ્વીર પ્રતીકાત્મક છે)

Image Source

રુસી સ્વાસ્થ્ય મંત્રાલયના ગમાલિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપીડેમોલોજી અને માઈક્રો બાયોલોજીન દ્વારા સલાહ આપવામાં આવી છે કે સ્પુતનિક વેક્સિનનો દરેક ડોઝ લીધા બાદ ત્રણ દિવસ સુધી દારૂનું સેવન ના કરવું. તો સંસ્થાના નિર્દેશક ગિન્ટસબર્ગનું કહેવું છે કે અમે શરાબ ઉપર પાબંધીની વાત નથી કરી રહ્યા, પરંતુ તેના ઉપર નિયંત્રણ રાખવું આવશ્યક છે. આ માત્ર સ્પુતનિક જ નહીં પરંતુ કોઈપણ કોરોના વેક્સીન માટે કારગર સલાહ છે.

Image Source

ગિન્ટસબર્ગના જણાવ્યા અનુસાર એ સમજવાની જરૂર છે કે શરાબ શરીરની રોગ પ્રતિકારક શક્તિને ઓછી કરી નાખે છે જેના કારણે કોરોનાની રસીની અસર ના માત્ર ઓછી થાય છે પરંતુ બેઅસર પણ થઇ શકે છે. આ ઉપરાંત કોરોનાની રસી લેનારે 42 દિવસ સુધી કોઈપણ રોગ પ્રતિરોધક ક્ષમતા ઓછી કરવા વાળી દવાનું સેવન કરવું પણ ઠીક નથી  જેના કારણે કોવિડ 19ના પ્રતિરોધક ક્ષમતા બનાવવામાં મુશ્કેલી ના થાય.