હેલ્થ

મૃત્યુ સુધી દુનિયાને ચોખ્ખી રીતે જોવા માંગો છો? તો આજથી જ શરૂ કરી દો આ 5 ઉપાય, આંખો રહેશે એકદમ સ્વસ્થ

દરેક માણસની ઈચ્છા હોય છે કે તે પોતાના છેલ્લા શ્વાસ સુધી દુનિયાને પોતાની આંખે જુએ. પરંતુ આજકાલના ખાન-પાન આને પ્રદુષણ ભરેલા જીવનને કારણે આંખોને સ્વસ્થ રાખવું ઘણું મુશ્કેલી ભર્યું બન્યું છે.

Image Source

આપણા ઘરમાં કે ગામમાં રહેલા ઘણા ઘરડા લોકોને આપણે જોઈએ ત્યારે એમ થાય કે આ લોકોને 70-80 વર્ષે પણ ચશ્મા આવ્યા નથી અને એક તરફ ઉગતી પેઢી સામે નજર કરીએ તો 4-5 વર્ષનું બાળક પણ નંબરના ચશ્મા પહેરીને નીકળેલું જોવા મળે. આપણા ઘરમાં પણ આ જોવા મળશે ત્યારે આપણે ભણતરના ભાર, પ્રદુષણ અને શહેરી જીવનને જ દોષી માનતા હોઈએ છીએ.

Image Source

પરંતુ આંખોની કાળજી રાખવી આપણા હાથમાં જ છે. આપણે જો ઇચ્છીએ તો આપણી આંખોને છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ રાખી શકીએ છીએ, આપણા બાળકોની આંખોને પણ ધારદાર બનાવી શકીએ છીએ, તેમને પણ ચશ્માથી મુક્તિ અપાવી શકીએ છીએ. પ્રશ્ન થાય કેવી રીતે?

Image Source

તો એનો જવાબ અમે લઈને આવ્યા છે. તમારી નિયમિત દિનચર્યામાં બસ ઉમેરી દો આ વસ્તુઓ અને તમારી આંખોને પણ તમે તીક્ષ્ણ અને સ્વસ્થ રાખી શકો છો.

Image Source

આપણે સૌ જાણીએ છીએ કે આંખો માટે લીલા શાક-ભાજી કેટલા જરૂરી છે તેના દ્વારા આંખો એકદમ સ્વસ્થ રહે છે પરંતુ આજના ફાસ્ટફૂડિયા જમાનામાં બાળકોને લીલા શાક-ભાજીથી જાણે દુશ્મની થઇ ગઈ હોય એમ લાગે છે. ફાસ્ટફૂડથી થતી બીમારીઓ વિશે જાણવા છતાં આપણે તેને ખાતા રોકી શકતા નથી. ત્યારે આવા સમયે બીજી કેટલીક એવી વસ્તુઓ છે જેનો વપરાશ આંખોની રોશનીને વડધું સારી બનાવી શકે છે.

Image Source

ઈલાયચી આપે છે આંખોને ઠંડક:
ઈલાયચી ખાવી સ્વાસ્થ્ય માટે ઘણી જ ફાયદાકારક છે. ઈલાયચી શરીરના તાપમાનને સંતુલિત રાખે છે જેના કારણે આંખોને પણ ઠંડક મળે છે અને આંખો વધુ તેજ બને છે. જો એકલી ઈલાયચી તમને પસંદ નથી તો વળિયારી સાથે ઈલાયચી મિક્સ કરી તેનો પાવડર બનાવી રોજ સવારે તમે દૂધ સાથે તમે તેને પી શકો છો જેનાથી તમારી આંખોનું તેજ વધી શકે છે.

Image Source

આંબળા આંખો માટે છે વરદાનરૂપ:
આંબળામાં કેટલાક એવા તત્વો રહેલા છે જેનાથી તમારી આંખોનું તેજ વર્ષો વર્ષ સુધી કાયમ રહી શકે છે. રોજ એક કાચું આંબળું ખાવાથી આંખોની તંદુરસ્તીમાં વધારો થઇ શકે છે. રોજ સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ આંબળાનો રસ પીવો પણ ઘણો જ ગુણકારી છે. તમે આંબળાનો મુરબ્બો બનાવીને પણ ખાઈ શકો છો જેનાથી તમારી આંખો કાયમ માટે સ્વસ્થ રહી શકે છે.

Image Source

બદામ આખો માટે છે ગુણકારી:
આપણે સૌ જાણીએ છીએ કે બદામને પલાળીને ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે પરંતુ આ પલાળેલી બદામ આંખો માટે પણ ફાયદાકારક છે. પલાળેલી બદામ ખાવાથી પણ આંખોનું તેજ વધે છે.

Image Source

ગાજરથી તેજ થશે નજર:
ગાજર ખાવું સ્વસ્થ માટે તો ફાયદાકારક છે જ પરંતુ ગાજર નજરને તેજ કરવામાં પણ ઘણું જ ફાયદાકાર છે. ગાજરની અંદર ભરપૂર માત્રામાં વિટામિન-એ રહેલું હોય છે જે આંખોનું તેજ વધારવા માટે જરૂરી છે આ સિવાય ગાજરમાં લાયકોપેન અને લ્યુટેન જેવા પોષકતત્વો પણ મળી આવે છે જેનાથી તમારી આંખોનું તેજ વધી જશે આ સિવાય રોજ એક ગ્લાસ ગાજરનું જ્યુસ પીવું પણ ખુબ જ ફાયદાકારક છે.

Image Source

દૂધ અને દૂધની બનાવટો છે ફાયદાકારક:
દૂધ અને દૂધની બનાવટોમાં વિટામિન-એ અને ખનીજ ઝીંક રહેલું છે જે આંખો માટે ખુબ જ ઉપયોગી છે. દૂધ અને દહીં બંને આખો માટે ખુબ જ ઉપયોગી છે. ઝીંક વિટામિન-એ ને લીવરથી આંખો સુધી પહોચવવા ખુબ જ મદદગાર છે. માટે તમે અને તમારા બાળકોને દૂધ અને દૂધની બનાવતો ખાવાની ટેવ પાડો પછી જુઓ તમારી આંખો એકદમ સ્વસ્થ રહેશે.

Image Source

ઘરમાં જ રહેલી આવી નાની નાની વસ્તુઓ ખાવાથી અને આંખોની થોડી કાળજી લેવામાં આવે તો તમારી આંખો છેલ્લા શ્વાસ સુધી સ્વસ્થ રહેશે। તમારી આંખે જ તમે દુનિયાને જોઈ શકશો તમારા બાળકો પણ વર્ષો સુધી ચશ્માના ભારથી દૂર રહી શકશે.
Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.