અજબગજબ પ્રેરણાત્મક

દિવ્યાંગ જન્મેલા બાળકને તેના માતા પિતાએ માત્ર થોડા રૂપિયા માટે વેચી દીધો હતો, બાદમાં કિસ્મત એકાએક બદલાઈ ગઈ,જાણો કહાની

બે દિવસ પહેલા જ વિશ્વ વિકલાંગતા દિવસ ગયો અને આ દરમિયાન જ વિકલાંગ લોકોની સફળતાની ઘણી કહાનીઓ સોશિયલ મીડિયામાં જાણવા મળી. ત્યારે દુનિયા પણ એ વાત જાણે છે કે સાચી રીતે મહેનત કરનાર સામે દુનિયાને પણ ઝુકવુ પડે છે. શરીર ભલે મક્કમ ના હોય પરંતુ જો તમારું મન મક્કમ હશે તો તમે દુનિયામાં કંઈપણ કરી શકશો.

Image Source

આજે અમે તમને એવા જ વ્યક્તિની કહાની જણાવીશું જેને બાળપણમાં તેના માતા પિતાએ દિવ્યાંગ  હોવાના કારણે માત્ર થોડા રૂપિયાની અંદર વેચી દીધો હતો, પરંતુ આજે તેની પ્રસિદ્ધિ જોઈને તેના માતા પિતાને પણ અફસોસ થતો હશે.

Image Source

આ વ્યક્તિનું નામ છે તેજિન્દર. તે દિલ્હીમાં રહે છે અને આજે તેની ઉંમર 26 વર્ષની છે. પરંતુ આ 26 વર્ષની ઉંમરે તે ટિક્કા સીંગના નામે ઓળખાય છે. તેની કહાની પણ ઘણા બધાને પ્રેરણા આપનારી છે. તેજિન્દર જયારે બે મહિનાનો હતો ત્યારે જ તેને તેના માતા પિતાએ વેચી દીધો હતો. અને તે પણ માત્ર 20 હજાર રૂપિયામાં. તેનો જન્મ એક હાથ વગર થયો હતો. બસ ત્યારેથી તેનો જીવન સાથેનો જંગ શરૂ થયો. તેજિન્દરને એક ભીખ માંગતી ગેંગને વેચી દેવામાં આવ્યો હતો. પરંતુ તેના ફઈ તેના માટે આગળ આવ્યા અને તેજિન્દરને સાચવવાની જવાબદારી તેમને પોતે ઉઠાવી લીધી.

Image Source

તેજિન્દરના ફઈ પણ આર્થિક રીતે તો સધ્ધર નહોતા. તે છતાં પણ આર્થિક તંગની સામનો કરીને પણ તેમને તેજિન્દરને ભણાવ્યો. તેજિન્દર ભણવામાં પણ હોશિયાર હતો.તે આગળ પણ ભણવા માંગતો હતો, પરંતુ પૈસાની અછતના કારણે તે શક્ય ના બની શક્યું.ત્યારબાદ તેજિન્દરે જ પોતાની જાતે સમજી અને પોતાના ફઈનો ખર્ચ ઉઠાવવા માટે કામની શોધ કરવા લાગ્યો.

Image Source

પોતાનો એક હાથ ના હોવા છતાં પણ તેને વર્કઆઉટ કરવા માટેનો પ્રેમ વધ્યો અને તેને ઘરે જ વર્કઆઉટ કરવાની શરૂઆત કરી દીધી. ત્યારબાદ તેને પોતાના ઘર પાસે જ એક સરકારી જિમમાં જવાનું પણ શરૂ કર્યું, થોડા સમય બાદ તેને પ્રાઇવેટ જિમમાં જવાની શરૂઆત કરી.

Image Source

અહીંયા પણ તેજિન્દરનો એક હાથ તેની કમજોરી ના બની શક્યો અને જિમના કોચે તેને 2016 મિસ્ટર દિલ્હી પ્રતિયોગિતામાં ભાગ લેવાનું કહ્યું. તેને ભાગ લીધો અને ટાઇટલ પોતાના નામ કર્યું. ત્યારબાદ પણ તેને 2017 અને 18માં આ ટાઇટલ જીત્યું. તેજિન્દર એક પછી એક ટાઇટલ જિત્વાક લાગ્યો પરંતુ બીજી તરફ તેના ઘરની આર્થિક હાલત ખરાબ થતી ગઈ, ઘર ખર્ચ માટે પણ તેની પાસે પૈસા નહોતા.ત્યારબાદ તેજિન્દર ફિટનેસ કોચ બની ગયો. પરંતુ કોરોનાના કારણે જિમ બંધ કરી દેવામાં આવ્યા અને તેજિન્દર ફરી પાછો મુશ્કેલીઓમાં સપડાઈ ગયો.

Image Source

પરંતુ કહેવાય છે ને કે પ્રયત્નો કરવા વાળાની ક્યારેય હાર નથી થતી એમ જ લોકડાઉન ખુલ્યા બાદ તેને મક્કમ ઈરાદા સાથે ચિકન પોઇન્ટ ખોલવાનું નક્કી કર્યું. જેના માટે તેને પોતાના ટ્રેનર પાસેથી 30 હજાર રૂપિયા પણ ઉછીના લીધા. અને એ પૈસાથી દિલ્હીની અંદર એક સ્ટોલની શરૂઆત કરી.

Image Source

જોત જોતામાં તેના સ્ટોલ ઉપર લોકોની ભીડ મળવા લાગી. પરંતુ દિલ્હીમાં કોરોનાના વધતા કેસના કારણે તેના ધંધા ઉપર ફરી અસર થવા લાગી પરંતુ હવે તેજિન્દરે હાર ના માનવાનું નક્કી જ કરી લીધું છે. તે એક હાથે ટિક્કા બનાવે છે, અને તેને હવે તો લોકો ટિક્કા સીંગના નામે ઓળખવા લાગ્યા છે.