અજબગજબ ખબર

અમદાવાદીઓ માટે ખુશીના સમાચાર, અમદાવાદમાં ગુજરાતની સૌથી મોટી “તાજ સ્કાયલાઇન” 5 સ્ટાર હોટલનો પ્રારંભ, જાણો કેટલું હશે ભાડું

અમદાવાદ દિવસેને દિવસે હરણફાળ ભરી રહ્યું છે. ત્યારે અમદાવાદીઓ માટે એક મોટા ખુશીના સમાચાર છે. અમદાવાદની અંદર ગુજરાતની સૌથી મોટી 5 સ્ટાર હોટલ નો પ્રારંભ થઇ ગયો છે. ટાટા ગ્રુપની ધ ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડ (IHCL) અમદાવાદમાં સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલ શરૂ થઇ રહી છે.
અમદાવાદના સિંધુભવન રોડ હોટેલ તાજ સ્કાયલાયન 1.4 એકરમાં ફેલાયેલી છે. જેમાં 18 માળ  છે અને કુલ 315 ઓરડાઓ છે. મળતી માહિતી પ્રમાણે આ હોટલના નિર્માણમાં 300 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે. IHCL દ્વારા આ હોટેલને “તાજ સ્કાયલાઈન” નામ આપવામાં આવ્યું છે.
આ હોટલ નિર્માતા કંપનીના જણાવ્યા મુજબ હોટલમાં ઓલ ડે ડાઇન સિગ્નેચર રેસ્ટોરન્ટ શામિયાના પણ સ્કાયલાઈનમાં શરુ કરવામાં આવી છે. શામિયાનામાં એશિયાભરનું ફૂડ બને છે.
શામિયાના દુબઈ અને મુંબઈમાં છે જયારે હવે અમદાવાદમાં પણ તાજ સ્કાઈલાઈનમાં શામિયાના શરુ કરવામાં આવતા અમદાવાદીઓને અને ખાસ કરીને ગુજરાતીઓને જગત આખાની વાનગીઓ અમદાવાદમાં માત્ર એક જ  સ્થળે મળી જશે.

તો વાત કરીએ હોટલના ઇન્ટીરિયરની તો આ હોટલમાં અમદવાદના હેરિટેજ દૃશ્યોને પણ આવરી લેવામાં આવ્યા છે.જુઓ ખાસ તસવીરોમાં હોટલ નો નઝારો.
 જો “તાજ સ્કાયલાઇન”ના ભાડા વિશે તમને જણાવીએ તો તાજ સ્કાયલાઇન વેબસાઈટ પ્રમાણે આ હોટલમાં 24 કલાક રોકાણનું ભાડું 6000 રૂપિયાથી લઈને 18,500 સુધી રાખવામાં આવ્યું છે.અમદાવાદમાં ગુજરાતની સૌથી મોટી “તાજ સ્કાયલાઇન” 5 સ્ટાર હોટલનો જુઓ અંદરનો નઝારો તો વાત કરીએ હોટલના ઇન્ટીરિયરની તો આ હોટલમાં અમદવાદના હેરિટેજ દૃશ્યોને પણ આવરી લેવામાં આવ્યા છે.