અંગ્રેજોના અપમાનનો બદલો લેવા માટે જમશેદજી ટાટાએ ઊભી કરી હતી “તાજ હોટલ”, આજે છે દુનિયાની સૌથી સ્ટ્રોન્ગ હોટલ બ્રાંડ- વાંચો કહાની

આજે દુનિયાભરમાં ખાસ ઓળખ બનાવનાર ‘તાજ હોટલ’ બ્રાંડ એક અપમાનનો બદલે લેવા માટે બનાવવામાં આવી હતી – આખી સ્ટોરી વાંચીને સલામ કરવા લાગશો

“તાજ હોટલ” જેમાં રહેવાનું અને ખાવાનું બધાનું સપનુ હોય છે. મુંબઇ સ્થિત હોટલની ખૂબસુરતીની ચર્ચા દુનિયાભરમાં છે. સમુદ્ર કિનારે વસેલી આ હોટલ મુંબઇની શાન છે. જેને જોવા માટે દૂર દૂરથી પર્યટકો આવે છે. આ દક્ષિણ એશિયાની સૌથી મોટી હોસ્પિટૈલિટી કંપની ઇંડિયન હોટલ્સ કંપની HCL દ્વારા પેશ કરનાર દુનિયાની સૌથી ભવ્ય હોટલમાંની એક છે. તાજ હોટલની ક્વોલિટી અને આતિથ્યને આંતરરાષ્ટ્રીય સ્તર પર સ્વીકાર કરવામાં આવ્યો છે કારણ કે તાજની બ્રાંડ ફાઇનેંસ દ્વારા દુનિયામાં સૌથી મજબૂત હોટલ બ્રાંડનો દરજ્જો આપવામાં આવ્યો છે.

પરંતુ આપણામાંથી વધારે લોકો ભારતના પ્રતિષ્ઠિત હોટલના પાયા પાછળનું અસલી કારણ જાણતા નથી. આ હોટલ ખોલી ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટાએ અંગ્રેજોથી  અપમાનનો બદલો લીધો હતો. બ્રિટેનની બ્રાંડ વેલ્યુએશન કંસલ્ટેંસી “Brand Finance”એ વર્ષનો “હોટલ્સ 50 2021” રીપોર્ટ જારી કર્યો છે. આ રીપોર્ટમાં ટાટા સમૂહના આ હોટલના બ્રાંડને દુનિયાના સૌથી સ્ટ્રોન્ગ હોટલ બ્રાંડનો કરાર આપવામાં આવ્યો. સૌથી અનોખી વાત તો એ છે કે જે અંગ્રેજો માટે આ હોટલનો પાયો નાખવામાં આવ્યો તેને આજે દુનિયાની સૌથી સ્ટ્રોન્ગ હોટલ બ્રાંડ કહેવામાં આવે છે.

ટાટા સમૂહના સંસ્થાપક જમશેદજી ટાટાએ આધુનિક ભારત માટે ઘણા સપના જોયા હતા. તેમાંથી “તાજ હોટલ” એક એવું સપનુ હતુ જે તેમના જીવનકાળમાં ખરેખર પરિપૂર્ણ થયુ. દેશની પહેલી તાજ હોટલ મુંબઇમાં ગેટ વે ઓફ ઇન્ડિયા સામે 1903માં ખુલી હતી. ટાટા સમૂહની વેબસાઇટ અનુસાર, જમશેદજી ટાટાએ એકવાર કોઇ વિદેશી મિત્રને મુંબઇની એક પ્રસિદ્ધ હોટલમાં મળવા બોલાવ્યા હતા. પરંતુ જયારે તે મિત્ર સાથે પહોંચ્યા તો હોટલના મેનેજરે એવું કહી બહાર રોકી દીધા કે અમે ભારીયોને અંદર આવવાની ઇજાજત નથી આપતા. આ સમયમાં કેટલીક બ્રિટિશ હોટલ્સ આવી રીતે નસ્લભેદ કરતી હતી. આ વાત જમશેદજી ટાટાને અડી ગઇ.

કહેવાય છે કે અંગ્રેજી શાસન સમયે ભારતમાં ઘણી હોટલ્સ હતી. જયાં ભારતીયોને આવવા દેવાતા નહિ. આ વાત જમશેદજી ટાટાને એટલી નડી કે તેમણે એક આલીશાન અને મોટી હોટલનું નિર્માણ કરાવી દીધુ અને તેનું નામ તાજ મહેલ પેલેસ રાખવામાં આવ્યુ. બ્રિટેનથી મુબઇ આવ્યા બાદ તેમણે ગેટ વે ઓફ ઇન્ડિયા સામે તાજ હોટલનું નિર્માણ કાર્ય શરૂ કર્યુ. આ હોટલ સમુદ્રની બિલકુલ સામે છે.

મુંબઇની તાજ હોટલ પોતાની મજબૂત દીવાલો સાથે એક મોટા આતંકવાદી હુમલાની સાક્ષી પણ છે. તમને 26-11-2008નો મુંબઇ હુમલો તો યાદ જ હશે ને. જયારે મુંબઇની કેટલીક જગ્યાઓ પર બોમ્બ ધમાકા અને ગોળીબાર થયા હતા. તેમાં એક તાજ હોટલ પણ હતી. આ હુમલામાં હોટલમાં રોકાયેલા કેટલાક લોકો માર્યા ગયા હતા અને ઇમારતને પણ નુકશાન પહોંચ્યુ હતુ. બાદમાં આ ઇમારતમાં કામ કરાવવામાં આવ્યુ હતુ.

Shah Jina