બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો લાડલો તૈમુર આજે બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝનો સૌથી જાણીતો સ્ટાર કિડ છે. તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે.

તૈમુરનું સૌથી નાની ઉંમરમાં અનેક ફેન પેજ બની ચુક્યા છે. આ સિવાય પેપરાઝીનો પણ ફેવરિટ સ્ટાર કિડ છે. તૈમુર ઘરની બહાર નીકળતા જ તેની તસ્વીર ક્લિક કરવા માટે ભીડ જમા થવા લાગે છે.

હાલમાં જ એક ફેન પેજ પર તૈમુર અલી ખાનનો એક વિડીયો શેર કર્યો છે. જેમાં ટિમ-ટિમ ઘણો ક્યૂટ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

ફેન્સ તૈમુરની એક તસ્વીર સોશિયલ મીડિયામાં જોવા માટે ઉત્સુક હોય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, તૈમુરે એક નાનું એપ્રન પહેર્યું છે.
View this post on Instagram
જેમાં તે ઓર્ગેનિક ફાર્મિંગ કરતો નજરે ચડે છે.આ ખેતરમાં ગાજર, મૂળ, રીંગણાં અને બ્રોકલી, કોથમીર, મેથી એક બાઉલમાં એકઠો કરતો નજરે ચડે છે.

આ સાથે જ વીડિયોમાં જોઈ શકાય છે કે, ભીના ખેતરમાં ઘુસવાના કારણે તૈમૂરના જૂતામાં માટી લાગી ગઈ છે. હાલમાં જ તૈમુરનો એક વિડીયો સામે આવ્યો હતો.
View this post on Instagram
જેમાં તે કરીના કપૂર અને સૈફ અલી ખાન સાથે એડ શૂટમાં મદદ કરતો નજરે ચડે છે. હાથમાં બ્લોઅર પકડીને મદદ કરે છે.

તૈમુરની મમ્મી કરીના કપૂરના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તો જલ્દી જ ફિલ્મ ‘અંગ્રેજી મીડીયમ’માં એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં નજરે આવશે. આ સિવાય કરીના કપૂર ‘તખ્ત’માં નજરે આવશે.

તો સૈફ અલી ખાન તાન્હાજી : ધ અનસંગ વોરિયર અને જવાની જાનેમન જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. જેના તેની એક્ટિંગના વખાણ કરવામાં આવ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.