ફિલ્મી દુનિયા

કેમેરો જોઈને વિચિત્ર હરકતો કરવા લાગ્યો કરિનાનો લાડલો, જોઈને લોકો રહી ગયા હેરાન

પટૌડી ખાનદાનના નવાબ સૈફ અલી ખાન અને બેગમ કરીના કપૂરનો લાડલો દીકરો તૈમુર અલી ખાન લોકપ્રિય સ્ટારકિડ્સ માનો એક છે. તેની એક ઝલક મેળવવા માટે લોકોની ખુબ ભીડ જમા થઇ જાય છે. આ સિવાય મીડિયાના કેમેરા પણ તૈમુરને ગમે ત્યાંથી કૈદ કરી જ લે છે.

Image Source

તૈમુર એક એવો સ્ટારકિડ છે જે તેના જન્મ પછીથી જ ખુબ જ લોકપ્રિય બની ગયો છે. મીડિયાના કેમેરા પણ તૈમૂરના બહાર નીકળવાની રાહ જોયા કરે છે. હવે તૈમુર 3 વર્ષનો થઇ ચુક્યો છે અને અમુક વસ્તુઓ સમજવા પણ લાગ્યો છે.

Image Source

તૈમુર ઘણીવાર ભીડ-ભાડ કે પછી મીડિયાને જોઈને થોડો ડરી જાય છે કે પછી ભડકી જાય છે. જેને લીધે સૈફ-કરીનાએ તૈમુર માટે કડક સુરક્ષા પણ આખી છે. તૈમુર જ્યાં પણ જાય છે તેની નૈની હંમેશા તેની આસપાસ જ રહે છે અને તૈમુરનું ધ્યાન રાખે છે.

Image Source

એવામાં તાજેતરમાં જ તૈમુરની પિતા સૈફ સાથેની એક તસ્વીર સામે આવી છે જેમાં તૈમુરની નૈની પણ સાથે દેખાઈ રહી છે. તસ્વીરમાં દેખાઈ રહ્યું છે કે કેમેરો જોતા જ તૈમુર વિચિત્ર હરકતો કરવા લાગે છે અને પોતાના ચેહરાને અવનવા આકરો આપવા લાગે છે. તેને જોઈને લોકો પણ હેરાન રહી ગયા કે તૈમુર આવી હરકતો શા માટે કરી રહ્યો છે!

Image Source

તસ્વીરમાં સૈફ અલી ખાને સફેદ રંગનો કુર્તો અને પાયજામા પહેરી રાખ્યો છે અને હાથમાં ચશ્માં રાખેલા છે, અને તેના ચેહરા પર ઉદાસી અને માયૂસી દેખાઈ રહી છે.

Image Source

તૈમુરની તસ્વીરોને જોઈને લાગી રહ્યું છે કે કેમરાને જોયા પછી તે ખુબ જ પરેશાન થઇ ગયો છે અને તેને લીધે લોકો પર ચિઢાઈ રહ્યો છે. આ તસ્વીર પર લોકોની કમેન્ટ્સ પણ આવી રહી છે. એક યુઝરે લખ્યું કે,’તેને શું થઇ ગયું છે? તે ઠીક તો છે?”

Image Source

વર્કફ્રન્ટની વાત કરીયે તો સૈફ અલી ખાનની ફિલ્મ ‘જવાની જાનેમન’ અમુક દિસવો પહેલા જ રિલીઝ થઇ છે. પટૌડી નવાબની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી.

જુઓ તૈમુર અલી ખાનનો વિચિત્ર હરકતો કરતો વિડીયો…

 

View this post on Instagram

 

#SaifAliKhan With #TaimurAliKhan Snapped At Bandra Today #yogenshah @yogenshah_s

A post shared by yogen shah (@yogenshah_s) on

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.