તાજતરમાં જ આયુષ્માન ખુરાના અને અભિનેત્રી નુસરત ભરૂચા પોતાની આવનારી ફિલ્મ ‘ડ્રિમગર્લ’ને પ્રમોટ કરવા માટે કપિલ શર્મા શો માં પહોંચ્યા હતા. જ્યા તેઓએ ખુબ મસ્તી કરી હતી અને ફિલ્મ સાથે જોડાયેલી ઘણી વાતો દર્શકોને જણાવી હતી.
View this post on Instagram
શો ના દરમિયાન કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનના દીકરા તૈમુર અલી ખાનનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. શો ના દરમિયાન તૈમુર અલી ખાન પોતાની ક્યુટનેસને લીધે ચર્ચામાં આવી ગયા હતા. શો માં ડ્રિમગર્લ ફિલ્મના ડાયરેક્ટર રાજ શાંડિલ્ય પણ પહોંચ્યા હતા જેને કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેક પહેલાથી જ ઓળખતા હતા. જેને લીધે કૃષ્ણાએ સપના બનીને રાજની સાથે ખુબ મજાક કર્યો હતો, તેનો વિડીયો પણ કપિલે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.
View this post on Instagram
આ મૌકા દરમિયાન કપિલ અને કૃષ્ણાએ રાજ શાંડિલ્યને કહ્યું કે,”ઓળખતા અમને હતા પણ કામ તમે આયુષ્માન ખુરાનાને આપી દીધું”. જેના પછી કૃષ્ણાએ આગળ કહ્યું કે,”હું પણ આટલા સમયથી યુવતી બની રહ્યો હતો, પણ તમે મને મૌકો ન આપ્યો”. જેના પછી કૃષ્ણા કહે છે કે,”મારી ક્યુટનેસ તૈમુર અલી ખાનથી ઓછી નથી, પણ તેનાથી વધારે છે”. જેના પછી કપિલ કહે છે કે,”આવુ ના બોલીશ, તૈમુરના પિતા સૈફ અલી ખાન તને છોડશે નહીં”.
જેના પછી ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા હતા. શો માં કપિલ અને કૃષ્ણાના સિવાય કિકુ શારદા, ભારતી સિંહ અને સુમોના શુક્રવર્તી પણ ખાસ કિરદારમાં જોવા મળે છે.
વાત કરીયે આયુષ્માન અને નુસરતની આવનારી ફિલ્મની તો તેઓની ફિલ્મ ડ્રિમગર્લ 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે જે દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ફિલ્મના ગીતો પણ હિટ થઇ ચુક્યા છે. જેના પછી એ અપેક્ષાઓ છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરશે.
જુઓ વિડીયો…
View this post on Instagram
Team #dreamgirl @ayushmannk @nushratbharucha @oyemanjot @krushna30 tonight @sonytvofficial 🤗
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks