ખબર ફિલ્મી દુનિયા

કરીનાને દીકરો આવતા સોશિયલ મીડિયા ઉપર તૈમુરનો મીમ દ્વારા બનવા લાગ્યો મજાક, કહ્યું હવે તૈમુરનું ભવિષ્ય ખતરામાં

સોશિયલ મીડિયા પર તૈમુર બરાબરનો ટ્રોલ થયો, જુઓ ફની જોક્સ ક્લિક કરીને

પોતાની પ્રેગ્નન્સીની ખબરોને લઈને સતત ચર્ચામાં રહેલી બોલીવુડની બેબો કરીના કપૂરે ગઈકાલે એક દીકરાને જન્મ આપ્યો છે. પટૌડી પરિવારમાં એક બીજા કુલ દીપકે જન્મ લીધો છે. કરીના કપૂર જ્યાં બીજીવાર માતા બની છે ત્યારે સૈફ અલી ખાન ચોથી વાર પિતા બન્યો છે.

કરીનાના ચાહકો આ વાતને લઈને ખુબ જ ખુશ છે તો બીજી તરફ સોશિયલ મીડિયાની અંદર તૈમુર અલી ખાનના મોટા ભાઈ બનવા ઉપર મીમનું પૂર આવી ગયું છે અને હવે લોકો તેની મજાક પણ બનાવવા લાગી ગયા છે.

સૈફ હાલમાં પોતાની પત્ની કરીના સાથે હોસ્પિટલમાં છે. આ બધા વચ્ચે જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તૈમુરને જોવામાં આવી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે તૈમુર પણ હોસ્પિટલ પહોંચ્યો હતો. વીડિયો બાદ કેટલીક તસવીરો પણ સામે આવી છે. જેમાં છોટે નવાબ એક ગાડીમાં બેઠેલો નજર આવી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં આ ખુબ જ વાયરલ પણ થઇ રહ્યું છે.

તૈમુર ઉપર લોકો અલગ અલગ પ્રકારના મીમ બનાવી રહ્યા છે. જેમાં કેટલાક લોકો તેની મિલ્કતનો ભાગીદાર આવી ગયો તેમ જણાવી રહ્યા છે તો ઘણા લોકો હવે તૈમૂરની તસ્વીર દ્વારા જણાવી રહ્યા છે કે હવે કેરિયર બરબાદ થઇ ગયું.

તમને જણાવી દઈએ કે કરીના કપૂરની ડિલિવરીની ખત્રી તેના ઘરવાળાએ સોશિયલ મીડિયા દ્વારા કરી હતી.  સૈફની બહેન સબા અલી ખાન અને કરીનાની કઝીન રીધ્ધીમા કપૂર દ્વારા આ વાતની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને ઘણી શુભકામનાઓ પણ મળી.

તૈમુર ઉપર અલગ અલગ પ્રકારના મીમ બની રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર ઘણા અભિનેતાઓના ડાયલોગ દ્વારા તેનો મજાક પણ બનાવવામાં આવી રહ્યો છે.

તો ઘણા લોકો સોશિયલ મીડિયામાં તૈમુરનો પક્ષ લઈને પણ મીમ બનાવી રહ્યા છે.

જ્યારથી કરીનાની બીજીવાર માતા બનવાની ખબર આવી છે ત્યારથી જ લોકોની નજર કપૂર પરિવાર અને ખાન પરિવાર ઉપર ટકી છે. બંને પરિવારમાં ખુશીનો માહોલ છે તો કરીનાના પિતા રણધીર કપૂરનું પણ રિએક્શન સામે આવ્યું છે. તેમને બીજીવાર દાદા બનવા ઉપર ખુશી વ્યક્ત કરી છે.