મનોરંજન

કરીના-સૈફનો લાડલો તૈમુર પહેલી વાર ફોટોગ્રાફર સામે થયો ગુસ્સો, પછી જે થયું બાપ રે- જુઓ વિડીયો

કોઈ પણ તહેવાર હોય બૉલીવુડ સેલિબ્રિટીઓ ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે. હાલમાં જ બોલીવુડના સિતારાઓએ દિવાળીના તહેવારને ઉજવ્યો હતો. આ દરમિયાન સ્ટારકિડ પણ નજરે ચડ્યા હતા. બોલીવુડના દિગ્ગ્જ એક્ટર સૈફ અલી ખાન અને મશહૂર એક્ટ્રેસ કરીના કપૂર ખાનનો લાડલો તૈમુર પર દિવાળીનો આનંદ લેતો નજરે ચડ્યો હતો.

સામાન્ય રીતે તો તૈમુરની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં જ તૈમુરનો એક વિડીયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયો છે. જે દિવાળીના દિવસનો છે. આ વીડિયોમાં તૈમુર અલી ખાન પહેલી વાર ગુસ્સો કરતો નજરે ચડે છે સાથે જ તે પૈપરાઝીથી નારાજ થતો નજરે ચડે છે.

આ વાયરલ વીડિયોમાં તૈમુર તેની મમ્મી કરીના કપૂર ખાન સાથે હાથમાં ફટાકડા લઈને નજરે ચડે છે. આ વચ્ચે ફોટોગ્રાફર તૈમુરને હેપ્પી દિવાળી કહીને ત્તેની તસ્વીર લેવા લાગે છે. જે તૈમુરને પસંદ નથી આવતી. તૈમુર ફોટોગ્રાફર પર ગુસ્સો કરતો નજરે ચડે છે. તૈમુર ફોટોગ્રાફરોને નો…નો જોરથી બોલે છે. આ વચ્ચે કરીના તેના પુત્ર તૈમુરને સમજાવતી નજરે ચડે છે. તે તૈમુરને કહે છે કે તે બધાને હેપ્પી દિવાળી કહે. આખરે  તૈમુર બધા ફોટોગ્રાફરને હેપ્પી દિવાળી બોલીને તેની માતા કરીના કપૂર સાથે ચાલ્યો જાય છે.

જણાવી દઈએ કે, કરીના કપૂર અને તેનો પુત્ર તૈમુર અલી ખાન બન્ને મીડિયામાં ચર્ચાનો વિષય હોય છે. તૈમૂરના જન્મ પહેલા કરીના અને તૈમૂરના જન્મ બાદ બન્ને સોશિયલ મીડિયા પર સેન્સેશન બની ગયા છે. સ્ટારકિડ તૈમૂરના જન્મ સાથે જ સોશિયલ મીડિયામાં છવાઈ ગયો હતો. તૈમુર ક્યારેક તેની તસ્વીર તો કયારેક તેના વીડિયોને કારણે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

#TaimurAliKhan in phataka mood this Diwali #kareenakapoor 😱😱😘😍 #happydiwali #ManavManglani

A post shared by Manav Manglani (@manav.manglani) on

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.