મનોરંજન

સ્વિટ્ઝરલેન્ડ બરફનો આનંદ લેતો નજર આવ્યો તૈમુર, સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે 10 તસ્વીર

ક્રિસમસ અને ન્યુ યર એવો સમય છે લોકો પરિવાર અને દોસ્તો સાથે વિતાવવાનું પસંદ કરે છે. બૉલીવુડ સેલેબ્સ પણ પણ તેના પરિવાર અને મિત્રો સાથે આ સમય વીતાવવનું પસંદ કરે છે.

પ્રોફેશનલ લાઈફ અને પર્સનલ લાઈફ વચ્ચે સમતુલન રાખવાનું કરીના અને સૈફ પાસેથી શીખવા જેવું છે. કરીના અને સૈફ તેની પ્રોફેશનલ લાઈફમાંથી સમય કાઢીને પરિવાર સાથે સમય પસાર કરી લે છે.

કરીના અને સૈફ નવા વર્ષને યાદગાર બનાવવા માટે વેકેશન પર ગયા છે. કરીના અને સૈફની સાથે તેનો લાડલો તૈમુર અને કરિશ્મા કપૂર પણ ગયા છે. વેકેશનની તસ્વીર કરિશ્મા કપૂરે સોશિયલ મીડિયામાં શેર કરી છે.

ગુડ ન્યુઝ ફિલ્મનાં રિલીઝ બાદ કરીના બેહદ ખુબસુરત અને રિલેકસ નજરે આવી રહી છે. ઇન્સ્ટાગ્રામ પર કરિશ્મા કપૂરે આ તસ્વીર શેર કરી છે. કરીના આ તસ્વીરમાં ફ્લોરલ જેકેટ અને બ્લુ રંગના ટ્રાઉઝર સાર્થે સફેદ ટોપીમાં કરીનાએ ચમકીલા શેડ્સમાં નજરે આવી રહી છે. કરીના આ લુકમાં વિન્ટર પરફેક્ટ નજરે આવી રહી છે.

કરિશ્મા કપૂર લીલા રંગના ટોપ સાથે બ્લુ કલરના જેકેટ સાથે ટ્રાઉઝરને મેચ કર્યું છે. લાલ લિપસ્ટિક અને કાળા શૂઝમાં કરિશ્મા કપૂર ખુબસુરત લાગી રહી છે.

તૈમૂરના લુકની વાત કરવામાં આવે તો તે લાલ રંગના જેકેટમાં લીલા રંગના હેલ્મેટમાં બેહદ ક્યૂટ લાગી રહ્યો છે. સૈફ અલી ખાન પણ ક્લીન શેવ અને કાળા રંગના જેકેટમાં કરીનાને પરફેક્ટ કપલ ગોલ આપી રહ્યો છે.

કરીનાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તેની હાલમાં જ ‘ગુડ ન્યુઝ’ ફિલ્મ રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં કરીના કપૂર સાથે અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજિત દોસાંઝ પણ લીડ રોલ જોવા મળે છે. આ ફિલ્મમાં કરીના અને અક્ષયે મિસ્ટર અને મિસિસ બત્રાના રોલમાં નજર ચડે છે. તો બીજી તરફ કિયારા અને દિલજિતની અટક પણ બત્રા હોય છે. બંને કપલ બાળકના હોવાને કારણે પરેશાન હોય છે. ડોક્ટર બંને કપલને આઇવીએફ કરાવવાની સલાહ આપે છે. જયારે બંને આઇવીએફ કરે છે તો એવું કંઈક થાય છે કે જેને જોઈને તમે હસીને લોટપોટ થઇ જશો.

સૈફ અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ તાનહાજી : ધ અનસંગ વોરિયરમાં નજરે આવશે. આ ફિલ્મમાં અજય દેવગણ અને સૈફ અલી ખાન સાથે કાજોલ પણ નજરે આવશે. આ સિવાય સૈફ ફિલ્મ ‘જાને જાનેમન’ માં નજરે આવશે.

થોડા દિવસ પહેલા કરીના કપૂર અને સૈફની એક એરપોર્ટની એક તસ્વીર સામે આવી હતી, જેમાં કરીનાએ બહુજ મોંઘુ Hermes Birkinનું હેન્ડ બેગ લીધું હતું. આ ડિઝાઈનર બેગની શરૂઆતની કિંમત લગભગ 6 લાખ રૂપિયા હતી.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.