કરીના કપૂર હાલ એક રેડિયો શોમાં જોવા મળી રહી છે. આ રેડિયોમાં કરીના કપૂર કોઈને કોઈ સેલિબ્રિટી સાથે જોવા મળે છે. આ એપિસોડના રેડિયો શોમાં બૉલીવુડ એક્ટ્રેસ તાપસી આવી હતી. તાપસી અને કરીના આ રેડિયો શોમાં મજાકિયા અંદાજમાં જોવા મળ્યા હતા.
View this post on Instagram
કરીના અને તાપસી રેડિયો શો દરમિયાન મહિલા સુરક્ષા પર વાત કરી રહ્યા હતા. આ વચ્ચે માહોલને થોડો હલકો કરવા માટે બંનેએ થોડી મસ્તી શરૂ કરી દીધી હતી. આ માટે કરીનાએ તાપસીને એક સવાલ કર્યો હતો. આ સવાલમાં કરીનાએ તાપસીને, પૂછ્યું હતું કે,જો તારો દીકરો તેની ગર્લફ્રેન્ડને લઈને ઘરે આવે તો તું શું કરે ? આ સવાલનો જવાબ તાપસી આપી શકી ના હતી. પરંતુ કરીનાએ જે જવાબ આપ્યો તે જોઈને બધા લોકો તેનું હસવું રોકી શક્યા ના હતા.
View this post on Instagram
કરીનાના આ સવાલ પર તાપસીએ કહ્યું હતું કે, હજુ તો મારે લગ્ન કરવા પણ બાકી છે. લગ્ન બાદ બાળકો થશે એન્ડ બાદમાં મોટા થશે ત્યારે વિચારવાનું રહે કે, શું કરવું ? તાપસીએ કરીનાને જ આ સવાલ પૂછ્યો હતો કે, તેનો દીકરો તેની ગર્લફ્રેન્ડને લઈને ઘરે આવે તો તું શું કરે? આ સવાલનો કરીનાએ એક મજાકિયા અંદાજમાં જવાબ આપ્યો હતો કે, ‘તે હું નથી જાણતી પરંતુ હું એક પંજાબી માતા છું.’
View this post on Instagram
આ બાદ તાપસીએ કરીનાને પૂછ્યું હતું કે,શું તે પરાઠા સહતે તૈમુરની ગર્લફ્રેન્ડનું સ્વાગત કરશે ? આ સવાલના જવાબમાં કરીનાએ કહ્યું હતું કે, આ બિલકુલ સુરક્ષિત નથી, હું તેને કયારે પણ ઘરે આવવા માટે આમંત્રણ નહીં આપું.
View this post on Instagram
કરીનાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો કરીના કપૂર કરણ જોહરની ફિલ્મ ‘તખ્ત’ માં જોવા મળશે. આ પહેલા કરીના કપૂર અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘ગુડ ન્યુઝ’માં જોવા મળી હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.
View this post on Instagram
તાપસીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ‘થપ્પડ’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરી દેવામાં આવ્યો છે.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.