ભોલેનાથના રંગમાં રંગ્યો કરીના કપૂરનો લાડલો તૈમુર, મહાશિવરાત્રિ પર ધારણ કર્યુ એવું રૂપ
મહાશિવરાત્રિ અવસર પર ગુરુવારે તમે દેશભરમાં હજારો લોકોની તસવીરો જોઇ હશે, પરંતુ તમે ભગવાન શિવના રૂપમાં તૈમુર અલી ખાનની ક્યુટ તસવીર નહિ જોઇ હોય.

બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર અને નવાબ સૈફ અલી ખાનનો મોટો દીકરો તૈમુર અલી ખાન બોલિવુડના ફેમસ સ્ટાર કિડ્સમાંનો એક છે. તૈમુરને આજે ભોલેનાથના રૂપમાં જોવામાં આવ્યો હતો. જેમાં કે ખૂબ જ ક્યુટ લાગી રહ્યો હતો.
આજે દેશભરમાં મહાશિવરાત્રીની ધૂમ છે ત્યારે સોશિયલ મીડિયા પર તૈમુર અલી ખાનની ભોલેનાથ વાળી તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. આ તસવીર હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે.
આ તસવીરમાં તૈમુર બ્લુ ટી શર્ટ અને શોર્ટ્સાં જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે શૂઝ પહેર્યા છે અને તેના માથા પર શિવજીની જેમ ત્રીજી આંખ બનેલી છે. તેમજ તેણે ચોટી પણ વાળેલી છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે,હવે તૈમુર અલી ખાન મોટા ભાઇ બની ગયા છે તેમની માતા અને અભિનેત્રી કરીના કપૂરે તેના બીજા દીકરાને જન્મ આપ્યો છે.
View this post on Instagram
કરીનાએ વુમન્સ ડેના દિવસે જ તેના નાના દીકરાની પહેલી ઝલક ચાહકો સાથે શેર કરી હતી. જો કે, હજી સુધી તેના નાના દીકરાનો ચહેરો સામે આવ્યો નથી. આ સાથે જ ચાહકો આ બાળકના નામને લઇને પણ ઉત્સુક છે.