ચોથા જન્મદિવસ પર બેગમે શેર કર્યા નવા નવા ફોટોસ, ઘોડાની નાલ જેવી દેખાતી કેકની તસવીરો વાયરલ
બોલિવૂડની અભિનેત્રી કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનનો લાડલો દીકરી તૈમુર 20 ડિસેમ્બરના ચાર વર્ષનો થઇ ગયો છે. તૈમુરે ખાને પોતાનો જન્મદિવસ ખુબ જ સાદગીથી ઉજવ્યો હતો. તૈમુરની જન્મદિવસ ઉજવતા કેટલીક તસ્વીરો સામે આવી છે જેમ તે મમ્મી-પાપની સાથે ચોકલેટ કેક કાપતો અને અલગ અલગ પોઝમાં જોવા મળે છે.
View this post on Instagram
આ ઉપરાંત દીકરાના જન્મદિવસના કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તૈમુર રમતો જોવા મળે છે. આ વીડિયોમાં તૈમુર ગાયને ચારો ખવડાવતો, બકરીઓ સાથે રમતો અને ચિત્ર કરતો જોવા મળે છે. આ વીડિયો શેર કરતા કરીનાએ લખ્યું છે કે, ‘મારી દીકરો, મને આ જોઈને ખુશી થાય છે કે ચાર વર્ષની ઉંમરમાં તેને આ વસ્તુઓ પ્રત્ય દ્રઢ સંકલ્પ, સમર્પણ અને ફોકસ છે, જે તું કરવા માંગે છે. ઉપરવાળો તારી રક્ષા કરે મારા દીકરા, પરંતુ આ રસ્તા પર બરફને ચાખવો, ફૂલોને તોડવા, ઉપરથી નીચે કુદવું, ઝાડ પર ચડવું અને પોતાની બધી કેક ખાવાનું ભૂલતો નહીં’.
View this post on Instagram
તૈમુરના જન્મ દિવસ ઉજવણીની તસ્વીરો ખુબ જ વાઇરલ થઇ રહી છે. ચાહકો એક તરફ તેને જન્મ દિવસની શુભકામનાઓ આપી રહ્યા છે તો બીજી બાજુ કેકેની થીમને લઈને કેટલાક સવાલ ઉઠી રહ્યા છે.
View this post on Instagram
એક યુઝરે લખ્યું છે કે આ કેક તો કમોડ જેવી લાગી રહી છે તો બીજા એક યુઝરે લખ્યું છે કે આ કેક પોર્ટી શીત ડિઝાઇનમાં કેમ છે? તો બીજા એક વ્યક્તિએ લખ્યું છે કે ઘોડાની નાલની થીમમાં બનેલ કેક છે.
View this post on Instagram
જણાવી દઈએ કે તૈમુર ટૂંક જ સમયમાં મોટો ભાઈ બનવા જોઈએ રહ્યા છે, કરીના બીજીવાર મા બનવા જઈ રહી છે. તે ફેબ્રુઆરી અથવા માર્ચમાં બાળકને જન્મ આપવાની છે. તમે તો જાણતા જ હશો કે તૈમુરણના જન્મ વખતે તેના નામને લઈને ખુબ જ મોટો વિવાદ બની ગયો હતો. આ વિવાદના કારણે કરીના પણ ખુબ જ ટેંશનમાં આવી ગઈ હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે તૈમુરને ચકાચોંધથી દૂર રાખવા સૈફ તેને બોર્ડિંગ સ્કૂલમાં મુકવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યો છે. પણ કરીનાએ કહ્યું છે કે તે આવું નહીં થવા દે. આ વાત પર દાદી શર્મિલાએ કહ્યું હતું કે, તૈમુર હવે તેમનાથી વધારે ફેમસ થઇ ગયો અને તેની પોપ્યુલારિટી વધતી જ જાય છે.
View this post on Instagram
જણાવી દઈએ કે તૈમૂરના જન્મદિવસના આ ખાસ અવસર પર કરીનાએ એક મોટી જાહેરાત કરી છે. કરીના પોતાની પહેલી બુક ‘કરીના કપૂર ખાન પ્રેગ્નેન્સી બાઇબલ’ને રિલીઝ કરી છે, આ વાતની જાણ તેને પોતાના ઇન્સ્ટાગ્રામમાં કરી છે, આ બુકમાં તે પ્રેગ્નેન્સી દરમિયાન થતો અનુભવ બધાની સાથે શેર કરવાની છે. આ બૂકનું પોસ્ટર શેર કરતા લખ્યું છે કે આની ડિલિવરી જલ્દી શરુ થઇ જશે.