દરજીકામ કરીને ગુજરાન કરતા માતા-પિતાના બે દીકરા એક સાથે બન્યા IAS, ભાવુક કરી દેશે સંઘર્ષની વાત

0

બે દિવસ પહેલા જ યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષાનું પરિણામ આવ્યું છે. ત્યારે ઘણા પરિવારો માટે આ ક્ષણ ખૂબ જ યાદગાર બની ગઈ છે, કારણ કે તેમના પરિવારના દીકરા-દીકરીઓએ આ પરીક્ષામાં પાસ થઈને તેમનું નામ બનાવ્યું છે. ત્યારે રાજસ્થાનના ઝુંઝુનુંના રહેવાસી પરિવાર માટે પણ આ દિવસ ખૂબ જ યાદગાર બની ગયો છે. યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષામાં એક જ પરિવારના બે દીકરાઓની સિલેક્શન થયું છે.

રાજસ્થાનના ઝુંઝુનુંના રહેવાસી સુભાષ કુમાવતના બે દીકરાઓ પંકજ અને અમિતનું સિલેકશન યુપીએસસીની સિવિલ સર્વિસની પરીક્ષાઓમાં થયું છે. પંકજ 443માં નંબર સાથે અને અમિત 600 નંબર સાથે ઉત્તીર્ણ થયા છે. સુભાષ વ્યવસાયે દરજી છે અને તેમની પત્ની હાથ સિલાઈ કરે છે. પંકજ અને અમિત બંનેએ આઈઆઈટી દિલ્હીથી મિકેનિકલ એન્જીનીયરીંગમાં બીટેક કર્યું છે. આ પછી પંકજ નોઈડા સ્થિત એક ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગ્યા.

Image Source

પરિવારમાંથી આજ સુધી બાજુ કોઈ સરકારી નોકરીમાં ગયું નથી. પરંતુ બંને ભાઈઓનું સપનું સિવિલ સર્વિસ જ હતું. કોઈ પણ રીતે બંનેએ નક્કી કર્યું હતું કે દેશની આ સૌથી મોટી પરીક્ષામાં સફળ થવું છે. પરંતુ આ સપનાને પૂરું કરવા માટે તેમના પરિવાર સામે પૈસાનો પડકાર હતો. માતા-પિતા આખી રાત જાગીને સિલાઈ કરતા, જેથી પૈસાની કમીને કારણે દીકરાઓનો અભ્યાસ ન અટકી જાય.

એક સમાચારપત્ર સાથે વાતચીત કરતા પંકજ અને અમિતે કહ્યું કે અમે બંને ભાઇઓ માટે ભણવું આસાન હતું, પરંતુ અમારા માતા-પિતા માટે અમને ભણાવવું ઘણું મુશ્કેલ હતું. જો કે અમારા માતા-પિતા અમને કહેતા કે તમારે ભણીને મોટા માણસ બનવાનું છે. પરંતુ તેમના માટે અમારી પુસ્તકો, ફી, અને બીજી વસ્તુની વ્યવસ્થા કરવું ઘણું મુશ્કેલ હતું. બંનેએ કહ્યું કે આજે અમારા પરિવારની સ્થિતિ ઠીક છે.

પંકજ અને અમિતે કહ્યું કે આપણે સફળ થવા માટે મોટા સપના જોઈએ છીએ. તેમને પુરા કરવા માટે મહેનત જરૂરી છે. જો મહેનત કરશો તો સફળતા આપમેળે જ મળી જાય છે. જીવનમાં આવનારી પરેશાનીઓને ક્યારેય આડે આવવા ન દો. ….

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.