મનોરંજન

તબુએ કર્યો મોટો ખુલાસો કહ્યું, આજે હું સિંગલ છું તો તેનું કારણ…

બોલીવુડમાં સારા અભિનય માટે જાણીતી એક્ટ્રેસ તબુ નો આજે એટલે કે 4 નવેમ્બરના જન્મદિવસ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તબુને 39 વર્ષ પુરા થઇ ચુક્યા છે. આટલા લાંબા સમયગાળામાં તબુએ ઘણી ફિલ્મો કરી છે અને ઘણા એક્ટરો સાથે કામ પણ કર્યું છે. તબુનું પૂરું નામ ‘તબસ્સુમ ફાતિમા હાશમી’ છે.

 

View this post on Instagram

 

@idivaofficial @tillabyaratrikdevvarman @divyakdsouza 🌺 @rahuljhangiani

A post shared by Tabu (@tabutiful) on

તબુ ‘વિજયપથ’, ‘મકબુલ’, ‘અસ્તિત્વ’, ‘ચાંદની બાર’, ‘ફિતૂર’, ‘હૈદર’ ‘દ્રશ્યમ’ ‘અંધાધુન’ અને ‘દે દે પ્યાર દે’ જેવી ફિલ્મોમાં ખુબ સારો  અભિનય આપી ચુકી છે. પણ તમને જણાવી દઈએ કે આજ સુધી તબુના લગ્ન થયા નથી. તબુએ હજુ સુધી કેમ લગ્ન નથી કર્યા એ વિશે તબુને ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે.

 

View this post on Instagram

 

लालसा.

A post shared by Tabu (@tabutiful) on

હાલના એક ઇન્ટરવ્યૂ દરમિયાન તબુએ એ જણાવ્યું હતું કે તેના નજીકના મિત્ર અજય દેવગણને કારણે તેના હજુ સુધી લગ્ન થયા નથી.

તબુએ આગળ જણાવ્યું હતું કે, ‘ હું અને અજય અમે બંને એકબીજાને છેલ્લા 25  વર્ષોથી ઓળખીએ છીએ.એ મારા કઝીન સમીર આર્યના પાડોશી અને નજીકના મિત્ર પણ છે. અજય મારા જીવનનો હિસ્સો એ દિવસોથી જયારે હું સમજુ થઇ રહી હતી. હું જયારે યંગ હતી ત્યારે સમીર અને અજય મારા પર નજર રાખતા અને મારો પીછો કરતા હતા.’

image source

‘એ સમયે જે છોકરો મારી સાથે વાત કરવા આવતો પાછળથી એ છોકરાને અજય અને સમીર માર મારવાની ધમકી આપતા હતા. એ સમયે ખુબ બદમાશ હતા આ બંને. અને આજે જો હું સિંગલ છું તો એ ફક્ત અજય દેવગણને કારણે અને હું ઈચ્છું છું કે તેને આ વાતનો અફસોસ થાય.’

તબુએ સાથે સાથે મસ્તીમાં એમ પણ કહ્યું હતું કે, ‘મેં હવે અજયને કહ્યું છે કે મારી માટે કોઈ સારો છોકરો શોધે જેની સાથે હું લગ્ન કરી શકું.’

image source

તબુ અને અજયની મિત્રતા આટલી ખાસ છે કે તબુને અજય દેવગણ પર પૂરો ભરોસો છે, સાથે કામ કરતા સમયે અજય પણ તબૂનું ખુબ ધ્યાન રાખતા હોય છે. તબુએ જણાવ્યું હતું કે તેમનો સંબંધ ઘણો અલગ અને ખાસ છે સાથેજ બંનેને એકબીજા સાથે ખુબ જ લગાવ છે.

 

View this post on Instagram

 

A post shared by Tabu (@tabutiful) on

બીજી તરફ અજય દેવગણને જયારે આ વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેમને જણાવ્યું હતું કે, ‘તબુને મારા જેવો છોકરો જોઈતો હતો લગ્ન માટે પણ આજ સુધીને એને મારા જેવો કોઈ છોકરો મળ્યો જ નહીં એટલે તબુ આજે પણ કુંવારી છે.’

 

View this post on Instagram

 

तो खींच मेरी फ़ोटो !

A post shared by Tabu (@tabutiful) on

તબુના અંગત જીવન વિશે જણાવીએ તો તબુનું નામ ઘણા અભિનેતા સાથે જોડવામાં આવ્યું હતું જેમાંથી સંજય કપૂર, સાજીદ નડિયાડવાળા અને સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન જેવા સ્ટાર પણ શામેલ છે.

image source

ખબર મુજબ તબુને તેના ફિલ્મી કરીઅર દરમિયાન સાઉથના સુપરસ્ટાર નાગાર્જુન સાથે પ્રેમ થઇ ગયો હતો. બંનેનો પ્રેમ સંબંધ લગભગ 10 વર્ષ સુધી ચાલ્યો હતો પણ બંનેના લગ્ન ન થઇ શક્યા. નાગાર્જુન પહેલાથી પરણિત હતો અને તે તેની પત્નીને છોડવા માટે તૈયાર નહતો. ત્યારબાદ તબુએ નાગાર્જુન સાથેના બધા સંબંધ પુરા કરી નાખ્યા હતા.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.