બોલીવુડમાં તેના દમદાર અભિનયથી ફેન્સના દિલમાં રાજ કરવાવાળી તબ્બુ આજે એટલે કે 4 નવેમ્બરે 46મોં જન્મદિવસ મનાવી રહી છે. 14 વર્ષની ઉંમરમાં બોલીવુડમાં ડેબ્યુ કરનારી તબ્બુનો ઝલવો આજે પણ બરકરાર છે. હાલમાં જ રોહિત શેટ્ટીની ગોલમાલમાં અજય દેવગણ સાથે રોમાન્સ કરતી નજરે ચડી હતી. તબ્બુએ તેના ફિલ્મ કરિયરની શરૂઆત દેવઆનંદની 1985માં આવેલી ફિલ્મ ‘હમ નૌજવાન’થી કરી હતી.

પરંતુ તબ્બુ આજે 46 વર્ષની ઉંમરે પણ લગ્ન નથી કર્યા તેની પાછળનું કારણ બહુ ઓછા લોકોને ખબર છે. તબ્બુને તેની ફિલ્મ કરિયર દરમિયાન સાઉથના સુપરસ્ટાર નાગાર્જુનથી પ્રેમ થઇ ગયો હતો. બન્ને વચ્ચે લગભગ 15 વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા હતા. તબ્બુ તેના પ્રેમને પામવા માટે મુંબઈથી હૈદરાબાદ શિફ્ટ થઇ ગઈ હતી. નાગાર્જુને તબ્બુને તેના ઘરની પાસે જ આલીશાન બંગલો આપ્યો હતો. પરંતુ નાગાર્જુનની પારિવારિક સમસ્યાને કારણે તબ્બુ સાથે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યારબાદ તબ્બુને લગ્ન પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો. તબ્બુએ આજ દિવસ સુધી લગ્ન નથી કર્યા.

તબ્બુએ ઈંગ્લીશ, તેલુગુ, તમિલ, મલયાલમ, મરાઠી અને બંગાળી ફિલ્મમાં કામ કર્યું હતું. તબ્બુએ તેની ફિલ્મ કરિયરમાં ઘણા એવોર્ડ પણ મેળવ્યા હતા. તબ્બુને 2011માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવી હતી. તબ્બુએ તેની જિંદગીમાં બધું જ હાંસિલ કર્યું હતું પરંતુ તેને ક્યારે પણ લગ્ન કર્યા ના હતા.
તબ્બુએ 14 વર્ષની ઉંમર દેવ આનંદની ફિલ્મ ‘હમ નૌજવાન’ માં કામ કરવાનો મૌકો મળ્યો હતો. આ ફિલ્મમાં તબ્બુએ રેપ પીડિતાનો સઁવેદનશીલ રોલ કર્યો હતો. આ ફેંસલો તબ્બુ જેવી હિરોઈન જ લઇ શકે. તબ્બુ સૌથી પહેલા ફિલ્મ ‘બાઝાર’માં નજરે આવી હતી. તબ્બુની એક્ટ્રેસ તરીકેની ફિલ્મ ‘કુલી નંબર-1’ હતી જે તેલુગુમાં હતી.

તબ્બુએ તેની કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. પરંતુ તેને અસલી પહેચાન તો 1994માં આવેલી અજય દેવગણ સાથે આવેલી ફિલ્મ ‘વિજય પથ’થી મળી હતી. આ ફિલ્મ સુપર હિટ ગઈ હતી. આ ફિલ્મના કારણે તબ્બુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છવાઈ ગઈ હતી. તબ્બુને આ ફિલ્મ માટે એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.