તબલીઘી જમાત સરકારે લીધો જોરદાર નિર્ણય, 10 વર્ષ સુધી પ્રતિબંધ- જાણો સમગ્ર વિગત

0

હાલ જયારે કોરોનાને કહેર છે. કોરોનના સૌથી વધુ કેસ તબલીઘી જમાતના કારણે જ વધ્યા છે. કેન્દ્ર સરકારે એક મોટો ફેંસલોઃ લઈને દિલ્લીની નિઝામુદ્દીન સ્થતિ મરકઝના તબલીગી જમાત કાર્યક્રમમાં શામેલ થનારા 2200 વિદેશી સભ્યોને બ્લેક લિસ્ટ કરી દેવામાં આવ્યા છે.

Image Source

તબલીઘી જમાતની ગતિવિધિઓમાં સામેલ 2200 વિદેશીઓના ભારત આવવા પર સરકારે 10 વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે.

ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી ગુરૂવારે આ જાણકારી આપી હતી. આ પહેલા ઉત્તર દિલ્હીમાં આ વર્ષે 24 ફેબ્રુઆરીએ થયેલી હિંસા મામલે પોલીસે નવી ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાં કહ્યું છે કે હિંસાના તાર તબલીઘી જમાત અને ઉત્તરપ્રદેશના દારૂલ ઉલૂમ દેવબંદથી જોડાયેલા છે.

Image source

અગાઉ 2 એપ્રિલના રોજ સરકારે વિઝાની શરતોના ઉલ્લંઘનમાં તબલીગી જમાતની પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ 960 વિદેશીઓના નામ બ્લેક લીસ્ટ કર્યા હતા. ગૃહ મંત્રાલયની કચેરીએ દિલ્હી પોલીસ અને અન્ય રાજ્યોના પોલીસ વડાઓને વિદેશીઓ કાયદો અને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

હવે એક મોટો નિર્ણય લેતા આ તમામ 2200 વિદેશીજમાતિઓને 10 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. પાટનગર દિલ્હીના નિઝામુદ્દીનમાં માર્ચમાં તબલીગી જમાત દ્વારા એક વિશાળ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો, જે પાછળથી દેશમાં કોરોના વાયરસનું કેન્દ્ર બનીને ઉભરી આવ્યો હતો. સહભાગીઓમાંથી કેટલાકને પાછળથી કોરોના વાયરસથી ચેપ લાગ્યો હતો અને દેશના વિવિધ ભાગોમાં તેમના વતન ગયા હતા.

28 મેના રોજ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે તાબલિગી જમાતને લગતા ત્રણ દેશોના 541 વિદેશી નાગરિકો સામે દિલ્હીની સાકેત કોર્ટમાં 12 ચાર્જશીટ ફાઇલ કરી હતી. કોર્ટ આ કેસની સુનાવણી 25 જૂને કરશે. દિલ્હી પોલીસે અગાઉ 32 દેશોના 374 વિદેશી નાગરિકો સામે ચાર્જશીટ ફાઇલ કરી છે.

Image Source

અધિકારીઓએ જણાવ્યું હતું કે તબલીગી જમાતના સભ્યો વિઝા નિયમો અને રોગચાળાના કાયદા હેઠળ સરકારી માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરવા માટે અને જીવનમાં જોખમી બીમારી ફેલાવી શકે તેવું બેદરકારી બદલ આરોપો લગાવવામાં આવ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.