અમદાવાદમાં માણેકચોકનો ઇતિહાસ પહેલીવાર બદલાયો, લોકો જમીન પર બેસીને ખાવા બન્યા મજબુર, જતા પહેલા 100 વાર વિચારજો

માણેક ચોકમાં ચાલુ જમણવારે ટેબલ-ખુરશી હટાવ્યા, પૈસાદાર ઘરના લોકો નીચે બેસીને ચુપચાપ જમ્યા, જાણો આખી મેટર

ગુજરાતીઓ ખાણીપીણીના ખુબ જ શોખીન હોય છે અને ખાવામાં દૂર દૂર સુધી પણ જતા હોય છે. ત્યારે ગુજરાતમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જે ખાણીપીણી માટે દુનિયાભરમાં પ્રચલિત છે. પરંતુ આ બધી જ ખાણીપીણીની જગ્યાઓમાં એક નામ દુનિયાભરમાં ખુબ જ પ્રચલિત છે અને તે છે અમદાવાદનું માણેકચોક. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો હશે જેણે માણેકચોકની મુલાકાત નહીં લીધી હોય.

રાત પડતા જ માણેકચોક ધમધમી ઉઠે છે અને ગુજરાત બહારથી આવનારા લોકો પણ માણેક ચોકની મુલાકાત અચૂક લેતા હોય છે. વિદેશીઓ માટે પણ અમદાવાદમાં માણેકચોક એક મનગમતી જગ્યાના લિસ્ટમાં સામેલ છે. માણેકચોકમાં તમને કેટલીય પ્રકારની વાનગીઓ ખાવા માટે મળી જશે. ત્યારે હાલ માણેકચોકમાં કંઈક અલગ જ નજરો જોવા મળ્યો હતો. ઇતિહાસમાં પહેલીવાર માણેકચોકની અંદર લોકો જમીન પર બેસીને જમવા માટે મજબુર બન્યા હતા.

છેલ્લા બે ત્રણ દિવસથી અમદાવાદના માણેકચોકની અંદર વેપારીઓ ટેબલ ખુરશીના બદલે નીચે પાથરણા પાથરીને ગ્રાહકોને બેસાડી રહ્યા છે અને ત્યાં ખાવાનું પીરસી રહ્યા છે. જેની પાછળનું કારણ AMC દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા રસ્તા પરના દબાણ હટાવવા માટે માણેકચોકમાં પણ કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આ કાર્યવાહી અંતર્ગત માણેકચોકમાંથી વેપારીઓને ટેબલ ખુરશી હટાવવા માટેની ફરજ પાડવામાં આવી છે. જેના કારણે વેપારીઓ જમીન પર પાથરણા પાથરીને ગ્રાહકોને ખાવાનું પીરસી રહ્યા છે. આ મામલે વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે AMC દ્વારા જુદા જુદા નિયમો બહાર પાડીને હેરાન કરવામાં આવે છે. ત્યારે નીચે પાથરણા પાથરતા હોવાથી વડીલોને પણ બેસવામાં તકલીફ પડી રહી હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

Niraj Patel