મનોરંજન

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની નવી સોનુ ગ્રેજ્યુએટ થઇ, કોન્વોકેશન સેરેમનીમાં કર્યો જોરદાર ડાન્સ, જુઓ વિડીયો

ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવી સોનુ ઉર્ફે સોનાલિકા ભિડેનું પાત્ર ભજવનાર પલક સિધવાની હવે ગ્રેજ્યુએટ થઇ ગઈ છે. નિધિ ભાનુશાલીના શો છોડયા બાદ સોનુના પાત્ર માટે પલક સિધવાનીને કાસ્ટ કરવામાં આવી છે.

તાજેતરમાં જ પલકે જયહિંદ કોલેજમાં યોજાયેલા કોન્વોકેશનમાં બેચલરની ડિગ્રી મેળવી છે. પલક હવે એડ્વર્ટાઇઝિંગમાં સ્પેશિયલાઈઝેશન સાથે બેચલર ઓફ માસ મીડિયા થઇ ગઈ છે.

Image Source

કોન્વોકેશન સેરેમની દરમિયાન, પલકના એચઓડી, ડો. એસ. વરાલક્ષ્મીએ તેને સિરિયલના નામની સાથે સ્ટેજ પર બોલાવી હતી. સમારોહ દરમિયાન પલક સાથે તેનો ભાઈ પણ હાજર હતો.

 

View this post on Instagram

 

Tell me, when did you last let your heart decide?! ❤

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

જણાવી દઈએ કે, શનિવારે પલકના કોલેજ કેમ્પસમાં કોન્વોકેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. પલકે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કોન્વોકેશનનો એક ફોટો શેર કર્યો છે, જેમાં તે ડિગ્રી લેતા સમયે ખુબ ખુશ લાગે છે.

 

View this post on Instagram

 

About last night..!❤ #freshers

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

આ દરમ્યાન, પલકને બ્લેક ગ્રેજ્યુએશન રોબ પહેરેલી જોઈ શકાય છે. કોન્વોકેશનનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પલક જોરદાર ડાન્સ કરતા જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

Let’s Nacho @palaksidhwani graduate ho gayi❣️

A post shared by Palak Sidhwani (Sonu Bhide) (@palaksidhwani143) on

પલક સિધવાણીએ એક વેબસાઈટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ‘કોલેજના વરા મેમને સૌથી પહેલા ખબર હતી કે મને સોનુની ભૂમિકા નિભાવવા માટે પસંદ કરવામાં આવી છે. તેમણે મને એક વોઇસ મેસેજ મોકલ્યો અને તેઓ ખૂબ જ ખુશ હતા. તેઓ જાણતા હતા કે હું અભિનેત્રી બનવા માંગુ છું. તેઓએ મને ભણાવ્યું છે.’

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં સોનુનું મહત્વનું પાત્ર નિભાવી રહી છે. પલકને શોમાં આવ્યાને થોડો જ સમય થયો છે પરંતુ એ પોતાના અભિનયથી દર્શકોને સોનુના પાત્ર સાથે જોડી શકવામાં સફળ થયેલી દેખાઈ રહી છે.

પલક આ સિરિયલમાં આત્મરામ ભીડે અને માધવી ભીડેની પુત્રી સોનુ ભીડેની ભૂમિકા ભજવે છે. નોંધપાત્ર વાત એ છે કે, પલકે ગયા મહિને જ તારક મહેતા સિરીયલમાં એન્ટ્રી લીધી છે.


તમને જણાવી દઈએ કે પલક એક ન્યૂ કમર છે પરંતુ તેણે અનેક એડ ફિલ્મ્સ કરી છે. તે રોનિત રોય અને ટિસ્કા ચોપરા અભિનિત એક જાણીતી વેબસીરિઝનો હિસ્સો પણ રહી ચુકી છે. પલક પહેલા સોનુની ભૂમિકા નિધિ ભાનુશાલી ભજવતી હતી. પરંતુ તેણે હાયર સ્ટડીઝ માટે શો છોડી દીધો હતો.

 

View this post on Instagram

 

Ever wonder how many angels you have? All of them. They insisted.💫 Pc-@rheabahrani :*

A post shared by Palak Sidhwani (@palaksidhwani) on

નિધિએ 2012માં સનુ તરીકે ઝીલ મહેતાનું સ્થાન લીધું હતું અને એક્ટિંગ દ્વારા લોકોનું દિલ જીતી લીધું હતું. નિધિએ TV ડેબ્ચૂ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે કર્યું અને આશરે 6 વર્ષથી વધારે સમય હિસ્સો રહી હતી.નોંધનીય છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ઘણા કલાકારોએ શો છોડ્યો છે. જેમાં સૌથી લોકપ્રિય ટપ્પુનું પાત્ર ભજવનાર ભવ્ય ગાંધી પણ છે, આ શોમાં 8 વર્ષ સુધી કામ કર્યા બાદ તેને આ શોને અલવીદા કહી દીધું હતું.


સૌથી લોકપ્રિય પાત્ર દયાબેન એટલે કે દિશા વાંકાણી પણ આ શો છોડી ચુક્યા છે, અને હાલ શોમાં તેમનું પાત્ર ભજવનાર હજુ કોઈ જ આવ્યું નથી.

આ શો છેલ્લા 11 વર્ષોથી ટીવી પર આવી રહ્યો છે અને ચાહકોના દિલમાં આ શો માટે અલગ જ જગ્યા છે. આ શોમાં ઘણા ઉત્તર-ચઢાવ આવ્યા પણ આ શોની લોકપ્રિયતા ઓછી નથી થઇ.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks