મનોરંજન

તારક મહેતા…ની ટીમ પહોંચી કરમચંદ ગાંધીના ઘરે, ડેલામાં ટપુસેના, ચંપકચાચા અને આત્મારામ ભીડેએ શુટિંગ કર્યું- જુઓ તસવીરો

આપણા દેશભરમાં જયારે મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે ત્યારે બાપુના સિદ્ધાંતોના પ્રચાર-પ્રસાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોને સફળ બનાવવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ ગુજરાતમાં ગાંધીજી સાથે જોડાયેલા વિવિધ સ્થળોએ શૂટિંગ કરી રહી છે.

ગાંધી જયંતિ નજીક જ છે ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે રાજકોટમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ (મહાત્મા ગાંધી મ્યુઝિયમ)માં શૂટિંગ કર્યું હતું. શૂટિંગ દરમ્યાન લોકોની ભીડ઼ તેમને જોવા માટે ઉમટી પડી હતી. આ સિવાય આખી ટીમ મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધીના ઘરે પણ પહોંચી હતી. આ સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો, પણ તેમ છતાં ટિમ આખી પોતાના મુકામ પર પહોંચી હતી.

Image Source

અહીં પહોંચીને તેમણે શૂટિંગ પણ કર્યું હતું. તારક મહેતા…ની આ ટીમમાં ચંપક ચાચા, આત્મારામ ભીડે, ટપુ, ગોગી, ગોલી, સોનુ અને પિન્ટુ પણ હતા. તેમણે કરમચંદ ગાંધીના ઘરે પહોંચીને બાપુના સંસ્મરણોને યાદ કર્યા હતા. આ દરમ્યાન કર્ક પોલીસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

Image Source

ગાંધીજી કોણ હતા? અને તેમના સિદ્ધાંતો કેવા હતા? એ બધી જ બાબતોને તારક મહેતાની ટપુ સેનાના માધ્યમથી નવી પેઢી સુધી પહોંચાડવા માટે આ ગાંધી જયંતિ નિમિતે પ્રસારિત થનાર એપિસોડનું શૂટિંગ ગાંધીજી સાથે જોડાયેલા ગુજરાતના વિવિધ સ્થળોએ કરવામાં આવ્યું હતું.

Image Source

ગયા શુક્રવારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ ગાંધી જયંતિ સ્પેશિયલ એપિસોડનું શૂટિંગ સાબરમતી આશ્રમમાં પણ કરી રહી હતી. આ સમયે પણ તેમની સાથે સેલ્ફી અને ફોટોસ માટે ચાહકોની ભીડ ઉમટી પડી હતી, પણ તેમણે પ્રોફેશનલ રીતે શૂટિંગ ચાલુ રાખ્યું હતું. સાથે જ પોરબંદરનું કિર્તી મંદિરમાં પણ શોટિંગ કરવામાં આવશે.

Image Source

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ સાથે આવેલા પ્રોડ્યુસર આસિત મોદીએ જણાવ્યું કે તેમણે લાગે છે કે તેમનો શો ગાંધીવાદી વિચારધારા ધરાવે છે. જેથી ગાંધી આશ્રમ પર શૂટિંગ કરવું શોને મળતું આવે છે. તેમના શોનું ફોકસ હંમેશાથી ગુજરાત પર જ રહ્યું છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ મહત્વની જગ્યાઓ પર શૂટિંગ કરશે, જ્યા દાદાજી અને ભીડે ટપુ સેનાને ગાંધીજીના જીવનના વિવિધ પાસા અંગે જ્ઞાન આપશે. એ માટે ગુજરાતની આ બધી જગ્યાઓથી વધુ સારું શું હોઈ શકે. ગાંધી મ્યુઝિયમ નિહાળીને તારક મહેતાની ટીમે ખુશી વ્યક્ત કરી હતી.Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.