મનોરંજન

ફિલ્મના શૂટિંગ માટે કચ્છમાં આવી પહોંચી છે તાપસી પન્નુ, લીલી હળદરનું શાક અને રોટલી ખાતા પોસ્ટ કરી તસવીર

કોરોનાકાળમાં થોડી રાહત મળ્યા બાદ હવે ફિલ્મોના શૂટિંગ પણ ફરી શરૂ થઇ ગયા છે ત્યારે આ દરમિયાન જ અભિનેત્રી તાપસી પન્નુ પણ ભુજની અંદર શૂટિંગ કરવા માટે આવી પહોંચી છે જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

મળતી માહિતી અનુસાર તાપસી પન્નુ ફિલ્મ “રશ્મિ રોકેટ”નું શૂટિંગ કરવા માટે ભુજમાં આવી છે. આ પહેલા તેને આ ફિલ્મના કેટલાક સીન ઝારખંડની અંદર પૂર્ણ કર્યા અને હવે તે શનિવારના રોજ ભુજમાં આવી પહોંચી હતી, જેની તસવીર પણ તેને રેડ ટી-શર્ટ પહેરીને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી, આ ટી-શર્ટમાં પાછળ ભુજ લખેલું જોવા મળી રહ્યું હતું.

શિયાળાની કડકડતી ઠંડી અને કોરોના સામે રક્ષણ મેળવવા માટે રોગ પ્રતિકારક શક્તિ વધે એ હેતુથી તાપસીએ ભુજમાં કાચી હળદરનું શાક અને રોટલીનું ભોજન પણ લીધું હતું, જેની તસવીરો પણ વાયરલ થઇ રહી હતી.

આ ઉપરાંત પણ તાપસીએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કચ્છી પહેરવેશ પહેરીને બેઠેલા એક વ્યક્તિની તસ્વીર પણ શેર કરી હતી. જેમાં તેને સેટ ઉપરના વાઈબ્સ વિશે પણ જણાવ્યું હતું.

તાપસી પન્નુની આવનારી ફિલ્મ “રશ્મિ રોકેટ” આકાશ ખુરાના દ્વારા નિર્દેશિત અને રોની સ્ક્રૂવાલા, નેહા આનંદ અને પ્રાંજલ ખાંડાંડીયા દ્વારા સહ-નિર્મિત છે.

આ ફિલ્મમાં એક છોકરી રશ્મિની વાર્તા છે જે એક નાના એવા ગામથી એથલેટિક પ્રતિયોગિતામાં ઉતરે છે. આ ફિલ્મ 2021માં રિલીઝ થાય તેવી શક્યતાઓ છે.