બોલીવુડની આ સંસ્કારી અભિનેત્રીએ પહેલીવાર બોલ્ડ બિકીની પહેરી, વાયરલ ફોટોસ જુઓ
કોરોના વાયરસની મહામારીને કારણે લાંબા સમય સુધી ઘરમાં રહ્યા બાદ એક્ટ્રેસ તાપસી પન્નુ આજકાલ તેની ગર્લ ગૅંગ સાથે વેકેશનનો આનંદ માણી રહી છે. તાપસી વેકેશન દરમિયાન પણ સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી છે. તાપસી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. તાપસી તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
View this post on Instagram
તાપસીએ ઘણી હિટ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. તાપસીને તેની સ્ટાઇલ, એક્ટિંગ અને ડ્રેસિંગ સેન્સ માટે ઓળખવામાં આવે છે. તાપસી ક્યારેક ગ્લેમરસ અંદાજ તો કયારેક ટ્રેડિશનલ લુક તો ક્યારેક બોલ્ડ લુકને લઈને ચર્ચામાં રહે છે.
View this post on Instagram
તાપસી હાલ માલદીવમાં તેની ગર્લ ગેંગ સાથે વેકેશનનો આનંદ માણી રહી છે. તાપસી ત્યાંથી તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. થોડા દિવસ પહેલા બ્લેક બિકીનીમાં તસ્વીર શેર કર્યા બાદ તાપસીએ વધુ ગ્લેમરસ તસ્વીર શેર કરી છે.
View this post on Instagram
એક તસ્વીરમાં તાપસી સમુદ્ર કિનારે ઝાડની નીચે સ્ટ્રાઇપ્ડ વેસ્ટર્ન આઉટફિટમાં નજરે ચડે છે. તાપસીએ હેટથી મોઢાને ઢાંકી રાખ્યું છે.
View this post on Instagram
અન્ય એક તસ્વીરમાં તાપસી તેની બહેન શગુન સાથે નજરે ચડે છે. વ્હાઇટ ડ્રેસ અને રેડ ફૂટવેરમાં તાપસી ખુબસુરત લાગે છે.
એક તસ્વીરમાં તાપસી તેની બહેન સાથે મસ્તી કરતી જોવા મળે છે. માલદીવના રિસોર્ટમાં લઝીઝ જમવાનું અને ડૂબતા સૂર્યનો વ્યુ પણ જોવા મળ્યો છે.
View this post on Instagram
માલદીવ વેકેશનમાં તાપસી તેની બંને બહેનો શગુન અને ઇવાનીયા સાથે નજરે ચડે છે. તસ્વીરમાં જોઈ શકાય છે કે ત્રણેય તેના વેકેશનનો આનંદ ઉઠાવી રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, તાપસીએ હાલમાં જ તેલુગુ ફિલ્મ ‘એનાબેલ’ નું શૂટિંગ પૂરું કર્યું છે. આ શૂટ જયપુરમાં કરવામાં આવ્યું હતું. તાપસી છેલ્લે ફિલ્મ થપ્પડમાં જોવા મળી હતી.
View this post on Instagram
અનુભવ સિંહા નિર્દેશિત આ ફિલ્મમાં ક્રિટીક્સ અને દર્શકોને ખુબ પસંદ આવી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાણી કરી શકી ના હતી.
View this post on Instagram
તાપસીની આવનારી ફિલ્મ હસીન દિલરુબા, રશ્મિ રોકેટ છે. આ સિવાય તાપસી ક્રિકેટર મિતાલી રાજની બાયોપિકમાં લીડરોલ નિભાવતી નજરે આવશે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.