ટ્રોફી કરતા પાંચ ગણું ઇનામ ટીમ ઇન્ડિયાને.. બીસીસીઆઈ એ ખોલ્યો રાજ.. ટીમ ઇન્ડિયા પર થયો છે પૈસાનો વરસાદ.

ટ્રોફી કરતા પાંચ ગણું ઇનામ ટીમ ઇન્ડિયા ને બીસીસીઆઈ એ ખોલ્યો રાજ ટીમ ઇન્ડિયા પર થયો છે પૈસાનો વરસાદ.
T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડીયા માટે BCCIએ ખજાનો ખોલી દીધો છે અને તેને માટે કરોડો રુપિયાના ઈનામનું એલાન કર્યું છે.

T20 વર્લ્ડ કપ જીતનારી ટીમ ઈન્ડીયા પર પૈસાનો વરસાદ થયો છે. અને કરોડોનું ઈનામ જાહેર કર્યું છે. BCCI સચિવ જય શાહે વિજેતા ટીમ ઈન્ડીયાને 125 કરોડ રુપિયાના ઈનામની જાહેરાત કરી છે સાથે જય શાહ ટીમને અભિનંદન પણ પાઠવ્યાં હતા.

જય શાહે પોસ્ટમાં લખ્યું,’મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે T-20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જબરદસ્ત પ્રતિભા, સમર્પણ અને ખેલદિલી દર્શાવી હતી. હું આ અસાધારણ સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન આપું છું.

વર્લ્ડ કપ જીત બદલ મળ્યાં 20 કરોડ

ટીમ ઈન્ડીયાને ટી 20 વર્લ્ડ કપ જીતવા બદલ 20 કરોડનું ઈનામ મળ્યું છે પરંતુ અહીં તો બીસીસીઆઈએ તેને 125 કરોડ રુપિયાનું ઈનામ આપ્યું હતું.

Hardik pandya emotional moment

ભારતીય ટીમે ચોથો ICC વર્લ્ડ કપ જીત્યો

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. આ ટીમે ઇતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપ (ODI, T20)નો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમે શનિવારે (29 જૂન) T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમે બે વખત (1983, 2011) ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. જ્યારે તેણે માત્ર બે વખત (2007, 2024) T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. ટીમે છેલ્લે 2011માં વર્લ્ડ કપ (ODIમાં) જીત્યો હતો. હવે 13 વર્ષ પછી કોઈએ વર્લ્ડ કપ (T20 માં) જીત્યો છે.

Nirali