ગઈકાલે ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ દિવસ હતો, ગઈકાલે ટી-20 વર્લ્ડ કપ મેચની ફાઇનલ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ન્યુઝીલેન્ડને 8 વિકેટે હરાવી દીધું. ઓસ્ટ્રેલિયાની ટીમ 7 વર્ષના ટી-20 વર્લ્ડ કપ ઇતિહાસમાં પહેલીવાર વિજેતા બની છે, ત્યારે જીતની ઉજવણી પણ મેદાનમાં જોવા મળી હતી.
View this post on Instagram
ટોસ હારીને પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 172 રન બનાવ્યા હતા. જેમાં કપ્તાન કેન વિલિયમસને 48 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 85 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ 18.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મિચેલ માર્શે 50 બોલમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 77 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને અણનમ પરત ફર્યો હતો.
View this post on Instagram
ઓસ્ટ્રેલિયન ટીમના ધુરંધર બેટ્સમેન મેક્સવેલે જીતનો શોટ માર્યો હતો અને તે દોડીને પોતાની ટીમ પાસે પહોંચ્યો હતો, ત્યાં કપ્તાન એરોન ફિન્ચને ભેટીઅને ખુબ જ ભાવુક થયેલો પણ જોવા મળ્યો હતો. તેની આંખોઆંથી આંસુઓ વહેવા લાગ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
Congratulations Australia🇦🇺
Proud moment for @Gmaxi_32 ❤#AusVsNZ pic.twitter.com/tmKyHPlGqH— Lone Hillz 🇸🇦 (@LoneHillz) November 14, 2021
જયારે આ ટુર્નામેન્ટની શરૂઆત થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ ઉપર ઘણા સવાલ પણ ઉભા થયા હતા. ઓસ્ટ્રેલિયાને ફેવરિટ નહોતું માનવામાં આવી રહ્યું, પરંતુ આ ટીમના ખેલાડીઓએ સાબિત કરી આપ્યું કે તે વર્લ્ડ ચેમ્પિયન છે. ઓસ્ટ્રેલિયાની જીત બાદ મેદાનમાં આતીશબાજી શરૂ થઇ ગઈ હતી.
Congratulations @CricketAus #AusvsNz pic.twitter.com/BdXTxc93Hu
— Anas Saeed (@anussaeed1) November 14, 2021
ઓસ્ટ્રેલિયાની આ જીત બાદ દુબઇમાં દિવાળી જેવો માહોલ પણ છવાઈ ગયો હતો. આકાશ રંગ બેરંગી ફટાકડાઓથી સજી ગયું હતું. જેના ઘણા વીડિયો પણ સામે આવી રહ્યા છે. જેમાં મેદાનની અંદર થતી આ આતીશબાજી પણ જોવા મળી રહી છે. મેદાનની ઉપર આકાશમાં ફટાકડા ફૂટી રહ્યા છે, તો મેદાનની અંદર ખેલાડીઓ પણ જીતની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
આઈસીસી દ્વારા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ઉજવણી કરતો એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં કાંગારું ખેલાડી પોતાના બુટની અંદર બિયર નાખે છે અને પછી પીતા જોવા મળી રહ્યા છે. વીડિયોની અંદર માર્કસ સ્ટોઈનસ, મેથ્યુ વેડ સમેત ઓસ્ટ્રેલિયાની ટીમના ઘણા ખેલાડીઓ નજર આવી રહ્યા છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રલિયાની ટીમે ફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાનની ટીમને હરાવ્યું હતું. પાકિસ્તાનની હાર બાદ પણ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ ખુબ જ ખુશ જોવા મળ્યા હતા, માત્ર ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ જ નહિ, ભારતમાં પણ પાકિસ્તાનની આ હારની ઉજવણી ઉજવવામાં આવી હતી, ભારતમાં પણ દિવાળી જેવો માહોલ છવાયો હતો.
View this post on Instagram
તો ફાઇનલમાં જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ પોતાના ડ્રેસિંગ રૂમમાં પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા, ઓસ્ટ્રેલિયન ખેલાડીઓના હાથમાં બિયરનું કેન હતું અને તે ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ઉપર યોજાયેલી ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડની મેચ બાદ જ્યારે ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને હાર આપી અને વિનિંગ ટ્રોફી લેવા માટે ગયા ત્યારે પણ દરેક ખેલાડીઓના ચહેરા ઉપર ખુશીની લહેર જોવા મળી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે ખેલાડીઓ હાથમાં શેમ્પિયનનો બોટલ લઇ અને જીતની ખુશી મનાવી રહ્યા છે.