ખબર

વિદેશમાં જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, ન્યુઝીલેન્ડમાં ગુજરાતી પટેલ યુવકની પત્નીની આંખો સામે જ કરપીણ હત્યા

ન્યૂઝીલેન્ડ પણ ગુજરાતીઓ સેફ નથી, ગુજરાતી જુવાન યુવકની થઇ ઘાતકી હત્યા- વાંચો સમગ્ર મામલો

ગુજરાતીઓને મોટાભાગે વિદેશ જવાનો શોખ હોય છે. તેમનું માનવું છે કે વિદેશમાં સારી કમાણી હોય છે અને એટલે જ તે લાખો રૂપિયા ખર્ચીને પણ વિદેશ જતા હોય છે, ત્યારે ઘણીવર વિદેશમાંથી પણ તેમને કડવા અનુભવો થાય છે. ઘણા દેશોની અંદર ગુજરાતી અને ભારતીય લોકોની હત્યાના મામલાઓ સામે આવી ગયા છે, ત્યારે હા વધુ એક મામો સામે આવ્યો છે, જેમાં નવસારીના એક યુવકની ન્યુઝીલેન્ડમાં હત્યા કરવામાં આવી.

(Image credit: www.nzherald.co.nz)

આ બબિત પ્રાપ્ત માહિતી અનુસાર નવસારીના જલાલપોર તાલુકાના વોડલી ગામનો એક 36 વર્ષીય યુવાન જનક કાળીદાસ પટેલ ન્યુઝીલેન્ડના હેમિલ્ટનમાં 8 મહિના પહેલા જ તેની પત્ની વિજેતા સાથે સ્થાયી થયો હતો. તેમના લગ્ન અઢી વર્ષ પહેલા જ થયા હતા. તે બંને એક દુકાનની અંદર કામ કરતા હતા. આ બંને ઓકલેન્ડની જે દુકાનમાં કામ કરતા હતા તેમાં લૂંટારુઓ ઘુસી ગયા અને જનકે પ્રતિકાર કરતા જ પત્નીની આંખો સામે જનકની લૂંટારુઓ હત્યા કરીને ભાગી ગયા.

(Image credit: resources.stuff.co.nz)

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર જનક અને તેની પત્ની જે દુકાનમાં નોકરી કરતા હતા તે દુકાન નવસારીના કાસ્બાપાર ગામના વતની અને ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે રહેતા ધર્મેશભાઈ મગનભાઈ પટેલની હતી. ધર્મેશભાઈને ભારતમાં કોઈ અંગતના લગ્ન પ્રસંગ હોવાના અકરને તેઓ 15 દિવસ માટે ન્યુઝીલેન્ડથી ભારત આવ્યા હતા. જેના કારણે આ દુકાન તેમને જનકને ચલાવવા માટે આપી હતી.

ત્યારે દુકાન ચલાવવા માટે જનક તેની પત્ની વિજેતા સાથે આવ્યો હતો. ત્યારે જ દુકાનમાં લૂંટારુઓ ત્રાટક્યા હતા. ચાકુની અણીએ લૂંટારુઓ ગલ્લામાં રાખેલી રકમ અને દુકાનનો સામાન લૂંટી રહ્યા હતા. ત્યારે જનકે લૂંટારુઓનો પ્રતિકાર કર્યો. જેના કારણે લૂંટારુઓએ જનકને પેટ, ગળા અને પગના ભાગમાં 8-10 ચાકુના ઘા માર્યા અને તે લોહી લુહાણ થઇ ગયો. લૂંટારુઓ તેને ચાકુના ઘા મારીને ફરાર થઇ ગયા. પત્ની વિજેતા બુમાબુમ કરવા લાગી. આ ઘટનામાં જનકનું મોત થયું. હાલ આ મામલે ન્યુઝીલેન્ડ પોલીસ તપાસ કરી રહી છે.