હેલ્થ

હાર્ટ એટેક આવતા પહેલા શરીરને મળે છે આ 6 સંકેત, ક્યારેય નજરઅંદાજ કરવાની ભૂલ ના કરવી

હૃદય આપણા શરીરનું એક મહત્વનું અંગ છે જે આખા શરીરને લોહી અને ઓક્સિજનનો સપ્લાય કરે છે. પરંતુ આજકાલની જીવન શૈલી, માનસિક તાણ, બહારની ખાણીપીણી આપણને હૃદયરોગ તરફ ધકેલે છે. અને વ્યક્તિને ક્યારેહૃદયરોગનો હુમલો થાય છે આપણે સમજી નથી શકતા, ઘણા લોકો વિષે આપણે જોયું અને જાણ્યું હશે કે કોઈ કામ કરતા કે રસ્તામાં ચાલતા અચાનક જ હૃદયરોગનો હુમલો થવાની સાથે જ પોતાનો જીવ પણ ગુમાવી દેતા હોય છે. પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે હૃદયરોગનો જયારે હુમલો થાય એ પહેલા શરીરને થોડા સંકેતો મળે છે. જો આ સંકેતોને આપણે ઓળખી અને ડોક્ટરની સલાહ લઈએ તો અણધાર્યા આવનારા હૃદયરોગના હુમલાથી બચી શકાય છે. તો ચાલો જોઈએ આ 6 સંકેતો કયા છે.

Image Source

1. મહેનત કર્યા વગર થાક લાગવો:
હાર્ટ એટેક આવવાના 20-25 દિવસ પહેલા શરીરમાં કામ કર્યા વગર પણ થાક લાગવાનો અનુભવ થાય છે. તેનો સીધો અર્થ છે કે તમને હાર્ટ એટેક આવી શકે છે. હૃદયની ધમનીઓ કોલેસ્ટ્રોલના કારણે બંધ થઇ જાય છે કે પછી સંકોચાવવા લાગે છે. જેના કારણે હૃદયને પોતાનું કામ કરવામાં વધારે મહેનત લાગે છે. પરિણામે તે થાકના રૂપમાં આપણા શરીરમાં અનુભવાય છે. આવા કીસ્સોમાં રાત્રે પૂરતી ઊંઘ લેવા છતાં પણ સવારે ઉઠીને અપને ફ્રેશનેસનો અનુભવ નથી કરી શકતા. તમને સતત આળશ અને થાક અનુભવાય છે.

Image Source

2. અસહજતાનો અનુભવ કરવો:
હાર્ટ એટેકના જવાબદાર લક્ષણોમાં એક લક્ષણ હૃદયમાં અસહજતાનો અનુભવ થવો એ પણ છે. અસહજતાનો અર્થ છે છાતીમાં બળતરા થવી કે દબાણનો અનુભવ થવો. આ સિવાય પણ કેટલાક બીજા પરિવર્તનોનો અનુભવ થઇ શકે છે. જો તમને પણ આવા પરિવર્તનોનો અનુભવ થઇ રહ્યો હોય તો તરત જ કોઈ યિગ્ય કાર્ડિયોલોજિસ્ટની સલાહ લો.

Image Source

3. પગ અને શરીરના બીજા ભાગમાં સોજા આવી જવા:
જયારે હૃદયને શરીરના બધા જ ભાગોમાં લોહી પહોંચાડવામાં વધુ મહેનત લાગે છે ત્યારે શરીરમાં રહેલી શિરાઓ ફૂલી જાય છે. તેની અંદર સોજા આવવાની શક્યતાઓ પણ વધી જાય છે. ખાસ કરીને પગના પંજામાં અને ઘૂંટણમાં સોજા આવવા લાગે છે. આ સોજો શરીરના બીજા કોઈ ભાગમાં પણ અસર કરે છે. ક્યારેય હોઠ પણ ભૂરા પડી જાય છે.

4. હંમેશા શરદી રહેવી:
જો તમને લાંબા સમયથી શરદી ખાંસીની તકલીફ રહેત હોય તો આ હાર્ટ એટેકનું જ એક લક્ષણ છે. જયારે હૃદય શરીરના આંતરિક અંગોમાં લોહી પહોંચાડવા માટે વધુ મહેનત કરતુ હોય ત્યારે ફેફસામાં લોહીની સંભાવના વધી જાય છે. જો તમારા ગળફામાં સફેદ કે ગુલાબી રંગ આવે છે તો તેનું કારણ ફેફસામાં લોહી શ્રાવિત થઇ રહ્યું હોવાનો સંકેત છે. જો આમ લાગે તો ડોક્ટરની સલાહ જરૂર લેવી.

Image Source

5. શ્વાસ લેવામાં તકલીફ:
જો તમને શ્વાસ સંબંધિત કોઈ તકલીફ નથી અને છેલ્લા થોડા સમયથી તમે અનુભવી રહ્યા છો કે શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. જયારે હૃદય તેનું કામ યિગ્ય રીતે નથી કરતુ ત્યારે ફેફસા સુધી ઓક્સિજન પહોંચાડવું મુશ્કેલ લાગે છે. આજ કારણ છે કે તમને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. જો તમને પણ આવું પરિવર્તન અનુભવાઈ રહ્યું છે તો તરત જ કોઈ કાર્ડીઓલોજીસ્ટની સલાહ લેવી, અને હૃદય રોગના આવનારા ખતરા સામે રક્ષણ મેળવી શકાય છે.

6. ચક્કર આવવા:
હાર્ટ એટેકના ગંભીર લક્ષણોમાં ચક્કર આવવાનું લક્ષણ પણ જોડાયેલું છે. તમારું હૃદય જયારે કમજોર થવા લાગે છે ત્યારે રક્ત સંચાર પ્રભાવિત થાય છે. જેના કારણે મગજને જરૂરિયાત પ્રમાણેનો ઓક્સિજન નથી મળતો. જેના કારણે ચક્કર આવવાની સ્થિતિ પેદા થાય છે. માથું હલકું લાગતું હોવાની સમસ્યા પણ થાય છે. આવા સંકેતો મળતા પણ યોગ્ય ડોક્ટરની સલાહ લેવી જોઈએ.